માત્ર એક આઇડિયા આપી જીતી શકો છો 5 લાખ, અન્ય ઇનામ પણ ખરા

એવી રાખ જે સમગ્ર ખેતરને કરી દે છે નષ્ટ, તેનાથી અપાવવાનો છે છૂટકારો

divyabhaskar.com | Updated - Dec 04, 2018, 05:49 PM
NTPC offer to win 5 lakh rupee cash

યુટિલિટી ડેસ્ક: દેશની સૌથી મોટી વીજળી ઉત્પાદક કંપની NTPC (National Thermal Power Corporation Ltd) તમારા માટે એક શાનદાર મોકો લઇને આવી છે, જેમા તમે માત્ર એક આઇડિયા આપીની 5 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. NTPC તમારી પાસે એક મુશ્કેલીનો હલ શોધવા માટે સપોર્ટ માંગી રહી છે જે દિવસેને દિવસે વધી રહી છે. તે સમસ્યા Industrial Ash એટલે ઇન્ડસ્ટ્રીઝથી નીકળતી રાખની છે. પાવર પ્લાન્ટથી નીકળતી રાખથી ઈંટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ મોઘું પડતા આ ઈંટ વધારે વ્યાવહારિક નથી.

બીજી વાત છે કે પાવર પ્લાંટથી નીકળતી રાખને કોઇપણ ખેતરમાં નાખવાથી તે ખેતરની પ્રજનનક્ષમતા વેડફાઈ જાય છે. એટલે તે ખેતર પછી કોઇ કામમાં આવતું નથી. દેશમાં લગભગ 2 લાખ મેગાવોટ વીજળીનું ઉત્પાદન આજે પણ થર્મલથી થાય છે. એવામાં પાવર પ્લાન્ટથી નીકળતી રાખ એક મોટી સમસ્યા બનતી જઇ રહી છે. એનટીપીસી તેનો હલ કાઢવા માટે લોકો પાસેથી આઇડિયા માંગી રહી છે. જો સારો આઇડિયા આપશે તેને કેસ ઇનામ આપવામાં આવશે.

કોણ લઇ શકે છે ભાગ
આ કોમ્પિટિશનમાં કોઇપણ વ્યક્તિ, ટીમ, NGOs,રિસર્ચર, વૈજ્ઞાનિક, ઇંસ્ટીટ્યૂટ, ઓર્ગેનાઇઝેશન, બિઝનેસ સ્કૂલ, સ્ટાર્ટઅપ ભાગ લઇ શકે છે.

ઇનામની રકમ
પ્રથમ ઇનામ: 5 લાખ રૂપિયા
બીજુ ઇનામ: 3 લાખ રૂપિયા
ત્રીજુ ઇનામ: 2 લાખ રૂપિયા

1-1 લાખના બે કૉન્સલેશન ઇનામ
કોમ્પિટિશનની તારી : આ કોમ્પિટિશન 1 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ચાલશે.

આ રીતે કરો એપ્લાય
કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તમારે પોતાનો આઇડિયા આ યૂઆરએલ પર મોકલાનો રહેશે-
https://mapp.ntpc.co.in/ashcontest

કોમ્પિટિશનના પહેલા પાર્ટના રિઝલ્ટની જાહેરાત 15 જાન્યુઆરી 2019 અથવા તેનાથી પહેલા કરવામાં આવશે.

X
NTPC offer to win 5 lakh rupee cash
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App