NEET / પરીક્ષાનાં એડમિટ કાર્ડ જાહેર, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

nta released neet exam 2019 admit card

divyabhaskar.com

Apr 16, 2019, 03:59 PM IST

યુટિલિટી ડેસ્કઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2019ની પરીક્ષાના એડમિટ કાર્ડ રિલીઝ કરી દેવાયા છે. NEET માટે અરજી કરનારા ઉમેદવારો વિદ્યાર્થીઓ એનટીએની સત્તાવાર વેબસાઇટ www.ntaneet.nic.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. 5 મે, 2019ના રોજ દેશભરમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે NEETની પરીક્ષા આપવા માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.


2019ની NEETની પરીક્ષા માટે અરજીની પ્રક્રિયા 01 નવેમ્બર 2018ના રોજ શરૂ થઇને 30 નવેમ્બર, 2018ના રોજ સમાપ્ત થઈ હતી. તેનું આયોજન પહેલા સીબીએસઈ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ હવે એનટીએ દ્વારા તેનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા દ્વારા એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે.


આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

  • NEETની અધિકૃત વેબસાઇટ Www.ntaneet.nic.in પર જાઓ.
  • હોમપેજ પર NEET એડમિટ કાર્ડ 2019 લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર નાખીને સબમિટ કરો.
  • આટલું કરતાં જ એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • ડાઉનલોડનો ઓપ્શન ક્લિક કરીને આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

પરીક્ષા પેટર્ન

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ રહેશે. આ પરીક્ષામાં એક પ્રશ્ન ચાર માર્ક્સનો રહેશે અને જો પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો તો નેગેટિવ માર્કિંગ રૂપે 1 માર્ક કાપી લેવામાં આવશે.

X
nta released neet exam 2019 admit card
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી