ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» પ્રાઇવેટ નોકરીમાં પણ મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી| Now you get up to 20 lakh Gratuity in a private job

  પ્રાઇવેટ નોકરીમાં પણ મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, આ રીતે કરો ગણતરી

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 01:44 PM IST

  કેન્દ્ર સરકારના કર્મચારીઓને પહેલેથી જ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી આપવાનો નિયમ છે
  • પ્રાઇવેટ નોકરીમાં પણ મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, આ રીતે કરો ગણતરી
   પ્રાઇવેટ નોકરીમાં પણ મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી, આ રીતે કરો ગણતરી

   યુટિલિટી ડેસ્ક: સરકાર તરફથી હાલમાં કરવામાં આવેલા બદલાવ પ્રમાણે હવે પ્રાઇવેટ કંપનીઓમાં પણ મહત્તમ ગ્રેચ્યુઇટી 20 લાખ સુધી મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને પહેલેથી જ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી આપવાનો નિયમ છે. તો આજે તમને જણીવીશું કે કેવી રીતે તમે તમારી ગ્રેચ્યુઇટીની જાતે જ ગણતરી કરી શકો છો.

   શું હોય છે ગ્રેચ્યુઇટી?

   ગ્રેચ્યુઇટી તમારી સેલરીનો એ ભાગ છે, જે કંપની અથવા તમારા એમ્પ્લોયર તમારી વર્ષોની સેવાઓ બદલે આપે છે. ગ્રેચ્યુઇટી તમારા રિટાયરમેન્ટ લાભનો એક હિસ્સો હોય છે અને તે નોકરી છોડ્યા બાદ કર્મચારીને આપવામાં આવે છે.

   કેવી રીતે મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી

   પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટમાં જોગવાઈ કરવામાં આવી હતી કે, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર કર્મચારીને 10 લાખથી વધારે ગ્રેચ્યુઇટી આપવામાં આવતી નથી. સંશોધન બાદ હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને 20 લાખ સુધીની ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટી મળી શકે છે.

   ક્યારે બનશો ગ્રેચ્યુઇટીના હકદાર ?

   મોટાભાગના લોકો પાસે માત્ર એટલી જ જાણકરી હશે કે તે કોઇ કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરી લે ત્યારે જે તે ગ્રેચ્યુઇટીના હકદાર બને છે. જોકે એક જ કંપનીમાં તમને 4 વર્ષ, 10 મહિના અને 11 દિવસ થઇ ગયા છે ત્યારે પણ તમે ગ્રેચ્યુઇટીના હકદાર બનો છો. પણ જો તમારી વારંવાર નોકરીઓ બદલવાની આદત છે તો તમે ક્યારે પણ ગ્રેચ્યુઇટીનો લાભ નહી ઉઠાવી શકો.

   કેવી રીતે કરી શકાય ગણતરી?

   તમારી અંતિમ મહિનાની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાને જોડીને 15થી ગુણી નાખવામાં આવે છે. ત્યારબાદ જેટલા વર્ષની નોકરી થઇ ચૂકી છે તેનો ગુણાકાર થાય છે. તેમાંથી જે રકમ બને છે તેને 26થી ભાગી દેવામાં આવે છે અને છેલ્લે જે પણ આંકડો આવે તે તમારી ગ્રેચ્યુઇટી હોય છે.

   આ છે ફોર્મૂલો

   (અંતિમ મહિનાની બેસિક સેલરી+મોંઘવારી ભથ્થું) x 15 x નોકરીમાં આપેલા વર્ષ /26

   ઉદાહરણ

   તમે કોઇ કંપનીમાં 10 વર્ષ નોકરી કરી ચૂક્યા છો. જ્યા તમારી બેસિક સેલરી 22,000 રૂપિયા હતી, જેના પર તમને મોંઘવારી ભથ્થું 24,000 મળ્યું હતું. તેવામાં સૌથી પહેલા તમે 22,000 અને 24,000ની રકમનો સરવાળો કરી લો. જેનાથી મળતી રકમ 46,000ને 15થી ગુણશો તો રકમ 6,90,000 થશે. ત્યારબાદ તમારી નોકરીના 10 વર્ષને તે રકમ સાથે ગુણી નાખો. પછી 69,00,000 રૂપિયાને 26થી ભાગી નાખો. જેનાથી જે રકમ( 2,65,384) મળશે તે તમારી ગ્રેજ્યુઇટી હોય છે.

   કેટલી ગ્રેચ્યુઇટી હોય છે ટેક્સ ફ્રી?

   જો તમારી ગ્રેચ્યુઇટી ઉપર બતાવવામાં આવેલા કોર્મૂલા પ્રમાણે છે અને જો તે 20 લાખથી વધારે નથી તો તેના પર તમારે કોઇપણ પ્રકારનો ટેક્સ પે કરવાનો રહેશે નહી. નિયમ મૂજબ 20 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી રહે છે. ગ્રેચ્યુઇટીની રકમ 20 લાખથી વધારે હોવા પર તમારે ટેક્સ પે કરવો પડશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રાઇવેટ નોકરીમાં પણ મળે છે 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી| Now you get up to 20 lakh Gratuity in a private job
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `