ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» માત્ર બે વસ્તુઓથી ઘરની પાઇપ લાઇન થશે સાફ|Now use only two Accessories for house pipe lines cleaning

  માત્ર બે વસ્તુઓથી ઘરની પાઇપ લાઇન થશે સાફ, બચી જશે પ્લમ્બરનો ખર્ચો

  divyabhaskar.com | Last Modified - Jun 18, 2018, 01:32 PM IST

  પાઇપ લાઇન સાફ કરતી વખતે સૌ પ્રથમ ટાંકીમાં માત્ર 200 લીટર જ પાણી રાખો
  • માત્ર બે વસ્તુઓથી ઘરની પાઇપ લાઇન થશે સાફ, બચી જશે પ્લમ્બરનો ખર્ચો
   માત્ર બે વસ્તુઓથી ઘરની પાઇપ લાઇન થશે સાફ, બચી જશે પ્લમ્બરનો ખર્ચો

   યુટિલિટી ડેસ્ક: ઘણીવાર ક્ષારવાળા પાણીના કરાણે પાઇપ લાઇન ધીરે ધીરે જામ થઇ જાય છે. જેના કારણે પાણીનો ફોર્સ ઓછો થઇ જાય છે. આ પ્રકારના પ્રોબ્લેમને સ્વોલ કરવા માટે પ્લમ્બર મોટી રકમ વસૂલી લે છે. પણ આજે અમે તમને જણાવી રહ્યા છેકે કે કેવી રીતે તમે જાતે જ માત્ર બે વસ્તુઓનો ઉપયોગ કરી પાઇલ લાઇનને સાફ કરી શકો છો.

   પાઇપ લાઇન સાફ કરવા માટે વપરાતો સામાન

   1. 200 લીટર પાણી
   2. 50 ગ્રામ બ્લીચિંગ પાઉડર
   3. 1 લીટર હાઇડ્રોજન પેરોક્સાઇડ ( 50% સ્ટ્રેંથ વાળો)

   ( બ્લીચિંગ પાઉડર અને હાઇડ્રોજન પેરોક્સાઇડને કોઇપણ કેમિસ્ટની દુકાનમાંથી ખરીદી શકાય છે. આ બંન્ને આઇટમ 500થી600 રૂપિયાની આસપાસ મળી જાય છે)

   પાઇપ લાઇન સાફ કરવાની પ્રોસેસ

   - પાઇપ લાઇન સાફ કરતી વખતે સૌ પ્રથમ ટાંકીમાં માત્ર 200 લીટર જ પાણી રાખો. જો પાણી વધારે છે તો તેને નિકાળી લો.
   - ત્યારબાદ 200 લીટર પાણીમાં 1 લીટર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને 50 ગ્રામ બ્લીચિંગ પાઉડર નાખો.
   - હવે પાણીને કોઇ લાકડીની મદદથી 5 મિનિટ સુધી હલાવો.
   - પછી ટાંકી સાથે ચોડાયેલા બધા જ નળને ખોલી નાખો અને પાણીને નિકાળી લો.
   - જેવું જ તેમા બ્લીચિંગ પાઉડર અથવા ગંદી સ્મેલ આવવા લાગે, ત્યારે બધાજ નળને બંધ કરી દો.
   - હવે ટાંકીમાં જે સોલ્યૂશન તૈયાર થયું હતું તે દરેક નળમાં પહોચી ગયું હશે. તેને આખી રાત રહેવા દેવું.
   - સવારે ઉઠીને બધા જ નળને ખોલી દો. જેનાથી સોલ્યૂશન બહાર નિકળી જાય.
   - ત્યારબાદ ટાંકીમાં 200થી 300 લીટર ચોખ્ખું પાણી નાખો અને બધા જ નળ ખોલી દો જેથી દરેક નળ સાફ થઇ જાય.
   - હવે બધા જ નળનું પ્રેશર પહેલા જેવું થઇ જશે, સાથે જ વાયરસ અને બેક્ટિરિયા પણ મરી જશે.

   ( નોધ: જ્યારે પણ તમે આ પ્રોસેસનો ઉપયોગ કરીને ટાંકી સાફ કરી રહ્યા હોય ત્યારે બાળકોને દૂર રાખવા. તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સોલ્યૂશન વાળા પાણીને કોઇ યૂઝ ના કરે.)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માત્ર બે વસ્તુઓથી ઘરની પાઇપ લાઇન થશે સાફ|Now use only two Accessories for house pipe lines cleaning
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `