PAN CARD બાબતે બેન્કમાં ખોટું બોલવું પડશે ભારે, પેનલ્ટી સાથે થઇ શકે છે કેસ

ફોર્મ 60 ભરતી વખતે રહો અલર્ટ, સરકાર પાસે આવી જશે સમગ્ર જાણકારી

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 05:50 PM
now transaction process difficult without pan card

યુટિલિટી ડેસ્ક: જો કોઇ વ્યક્તિની વાર્ષિક ઇનકમ 2.5 લાખ રૂપિયાથી વધારે છે અને તેની પાસે પર્મનન્ટ એકાઉન્ટ નંબર એટલે પાન કાર્ડ નથી તો આ પ્રકારના લોકો હવે સરકારને છેતરી નહીં શકે. મોટી સંખ્યામાં લોકો બેન્કમાં ખોટી જાણકારી આપતા હોય છે કે તેમની વાર્ષિક ઇનકમ 2.5 લાખથી ઓછી છે અને તેમની પાસે પાન કાર્ડ નથી. તે આધાર પર બેંક તેમની પાસેથી પાન કાર્ડના બદલે ફોર્મ 60 લઇ લે છે. અને તે લોકો બેન્ક અથવા અન્ય જગ્યાઓ પર ટ્રાંઝેક્શન કરી લે છે. મોટાભાગના લોકો અલગ અલગ બેંક અને પોસ્ટ ઓફિસમાં ત્રણથી ચાર એફડી રાખે છે પરંતુ તેની જાણકારી સરકાર પાસે હોતી નથી. પરંતુ સરકારે હવે એવા લોકોની સાંચી જાણકારી મેળવાની રીતે નિકાળી છે.

ફોર્મ 60 ભરતી વખતે રહો અલર્ટ
જો તમારી પાસે પાન કાર્ડ નથી અને તમે કોઇ ટ્રાંઝેક્શન કરવા માંગો છો જેના માટે પાન કાર્ડની જરૂર પડે છે તો તમે ફોર્મ 60 ભરીને તે કામ કરી શકો છો. પરંતુ જો તમે એક નાણાકિય વર્ષથી વધારે એવા ટ્રાંઝેક્શન કરો છો જેના માટે ફોર્મ 60નો યુઝ કર્યો છે તો તમારા લેવડ-દેવડની સમગ્ર જાણકારી મોદી સરકાર પાસે આવી જશે. ફોર્મ 60ની સુવિધા એવા લોકો માટે છે જેમની વાર્ષિક ઇનકમ ટેક્સ ફ્રીની સીમા છે એટલે તેમની ઇનકમ 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. જો તમારી ઇનકમ આનાથી વધારે છે અને તમે ફોર્મ 60 ભરો છો તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેંટ આ માટે તમને નોટિસ મોકલી શકે છે અને જાણવા મળશે કે ખોટી રીતે ફોર્મ 60 ભરી રહ્યા છો અને તમે ટેક્સની ચોરી કરી રહ્યા છો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે.

સરકાર પાસે જમા થશે ટ્રાંઝેક્શનની વિગતો
ચાર્ટર્ડ એકાઉન્ટેંટ (સીએ) સંગીત ગુપ્તાએ વાતચીતમાં જણાવ્યું કે જો કોઇ વ્યક્તિ કે જેની પાસે પાન કાર્ડ નથી અને ટ્રાંઝેક્શન કરે છે જેમા પાન કોટ કરવો જરૂરી છે તો તેને ફોર્મ 60 પેપર ફોર્મમાં અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સબમિટ કરાવવાનું રહેશે. આ ફોર્મ 60માં એ ટ્રાંઝેક્શનની ડિટેલ પણ આપે છે. જો એક જ વ્યક્તિ એક નાણાકિય વર્ષમાં ઘણીવાર ફોર્મ 60 દ્વારા ટ્રાંઝેક્શન કરે છે તો ફોર્મ 60 કલેક્ટ કરવા માટે જવાબદાર વ્યક્તિએ પહેલાના ટ્રાંઝેક્શનની ડિટેલ લઇને સરકાર પાસે જમા કરાવવાની રહેશે. જો કોઇ વ્યક્તિ ફોર્મ 60 દ્વારા એક ફાઇનાન્શિયલ વર્ષમાં કોઇ ટ્રાંઝેક્શન કરે છે તો સરઅકર પાસે આ બધો જ ડેટા જમા થઇ જશે.

ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જમા કરાવી શકો છો ફોર્મ 60
હવે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પેપરની સાથે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પણ ફોર્મ 60 જમા કરાવવાની સુવિધા આપી છે. તેના માટે સરકારે એક પોર્ટલ તૈયાર કર્યું છે. જો કોઇ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ફોર્મ 60 પોર્ટલ પર સબમિટ કરાવે છે તો તેના મોબાઇલ નંબર અથવા ઇમેલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. ઓટીપી દ્વારા તે તેને વેરીફાઇ કરી શકે છે. તે સિવાય તે ફિંગર પ્રિન્ટથી આધાર બેસ્ડ વેરીફિકેશન પણ કરાવી શકે છે. જો ક્યાંય ઇલેક્ટ્રોનિક દ્વારા ફોર્મ 60 જમા કરાવવાની સુવિધા નથી અથવા ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે તે કામ થઇ નથી રહ્યું તો પેપર ફોર્મ 60 જમા કરાવવાની પણ છૂટ મળે છે.

X
now transaction process difficult without pan card
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App