Home » National News » Utility » now to can Learn online stock market courses

ઘરે બેઠા 2,000 રૂ.માં કરો આ કોર્સ, દર મહિને 25-50 હજાર રૂપિયા કમાવાની તક

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 06:53 PM

કોર્સ કર્યા બાદ રિલાઇન્સ અને એન્જલ બ્રોકિંગ સહિતની કંપનીઓ આપે છે સાથે કામ કરવાનો મોકો

 • now to can Learn online stock market courses

  યુટિલિટી ડેસ્ક: કરિયર માટે એન્જીનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટની સ્ટડી લાંબા સમયથી સ્ટુડન્સની ફેવરિટ રહી છે. જો કે, ભણતર દરેક માટે સરળ નથી, કારણ કે લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ કોમન ગ્રેજ્યુએટ્સ માટે એવા ઘણા કોર્સ ચાલી રહ્યા છે, જે ઓછા સમયમાં તમને સારી સેલરી વાળી નોકરી અથવા બિઝનેસ શરૂ કરવા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. અમે તમને અહીં એવા જ એક કોર્સ વિશે જણાવી રહ્યા છીએ. સારી વાત એ છે કે તમે આ કોર્સ ઘરે બેઠા કરી શકો છો અને એ પણ માત્ર 2,006 રૂપિયા ફી ચુકવીને. આ કોર્સ કર્યા બાદ તમને સરળતાથી 25થી 50 હજાર રૂપિયા સુધીની નોકરી મળી શકે છે.

  5 વર્ષ સુધી વેલિડ છે આ કોર્સ
  આ કોર્સ માટે તમારે કોઇ ક્લાસમાં જવાની જરૂર નથી, આ કોર્સની વેલિડિટી 5 વર્ષની છે. એટલે કે, પાસ થયા બાદ આ 5 વર્ષ સુધી વેલિડ રહેશે ત્યારબાદ તમારે ફરીથી ટેસ્ટ આપી સર્ટિફિકેટ મેળવવું પડશે.

  ઘરે સ્ટડી કરો, પછી આપો ટેસ્ટ

  આ કોર્સ માટે એપ્લાય કરવા પર સ્ટડી મટિરિયલ ઘરે જ આવી જાય છે. તમે તમારા હિસાબથી ટેસ્ટનો દિવસ નક્કી કરી શકો છો. ટેસ્ટ આપવી ખૂબ જ સરળ છે. આ ટેસ્ટ તમારા દ્વારા સિલેક્ટ કરેલા સેન્ટર પર ઓનલાઇન હોય છે, જેમા ટેસ્ટની સાથે જ તમને રિઝલ્ટ મળી જાય છે. પાસ થવા પર સર્ટિફિકેટ પણ તમારા ઘરે આવી જાય છે, જેનાથી તમારા માટે નોકરી મેળવવી ખૂબ જ સરળ બની જાય છે.

  એનએસઇ આપી રહી છે અવસર
  સ્ટૉક માર્કેટ શબ્દ જેટલો નાનો છે, કરિયર હિસાબથી તેની સંભાવનાઓ એટલી જ વધારે છે. સામાન્ય રીતે સ્ટોક માર્કેટને ટ્રેડિંગથી જ જોડીને ચેક કરવામાં આવે છે. ટ્રેડિંગ સિવાય પણ સ્ટૉક માર્કેટ સાથે જોડાયેલા ઘણા સાપેક્ષ છે. સ્ટૉક માર્કેટના મૂળને ઓળખવા માટે નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઇ)એ પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. એનએસઇની વેબસાઇટ અનુસાર, આ કોર્સ માટે ફી લગભગ 2 હજાર રૂપિયા છે અને આનાથી દર મહિને 25થી50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

  ઓનલાઇન ટેસ્ટ
  એનએસઇ દ્વારા વર્ષ 1998થી ફાઇનાન્શિયલ માર્કેટ-બિગિનર્સ મોડ્યૂલ કોર્સ ચલાવી રહ્યું છે, જે એક સર્ટિફિકેટ કોર્સ છે. આના માટે ઓનલાઇન ટેસ્ટ આપીને ટ્રેડિંગનું લાઇસન્સ લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે તમને તરત સર્ટિફિકેટ પણ મળી જાય છે. જો આ કોર્સ કરવાની તમારી ઇચ્છા છે તો એનએસઇની વેબસાઇટ પર લોગ ઇન કરી શકો છો. એનએસઇએ દેશભરમાં મોટા શહેરોમાં પોતાના ટેસ્ટ સેન્ટર બનાવ્યા છે, જે માધ્યમથી પણ ટેસ્ટ આપી શકાય છે.

  આ લોકો કરી શકે છે એપ્લાય
  આ કોર્સનો સ્ટૂડેંટ્સ, ટીચર્સ, ઇન્વેસ્ટર્સ, બીપીઓ અને આઇટી કંપનીના કર્મચારી સિવાય બ્રોકર/સબ બ્રોકરના કર્મચારી પણ લાભ ઉઠાવી શકે છે. સાથે, ગૃહિણીઓ અને ભારતીય પ્રતિભૂતિ બજારમાં ઇચ્છા રાખનાર વ્યક્તિ આ કોર્સ માટે સરળતાથી એપ્લાય કરી શકે છે.

  આ કંપનીઓ આપશે મોકો
  કોર્સ કર્યા બાદ વર્તમાન સમયમાં રિલાયન્સ કેપિટલ, એન્જલ બ્રોકિંગ, રેલિગેર, શેરખાન, યુનિકન સોલ્યુશન જેવી ઘણી મોટી બ્રોકરેજ કંપનીઓ છે, જ્યારે રોજગારના અનેક મોકા છે.

  નથી થતી નેગેટિવ માર્કિગ
  આ કોર્સની ઓનલાઇન ટેસ્ટ 120 મિનિટની હોય છે. ટેસ્ટ પેપરમાં 60 સવાલ હોય છે અને તેના મહત્તમ માર્ક્સ 100 હોય છે. ખાસ વાત એ છે કે આમા પાસિંગ માર્ક્સ 50 જ હોય છે. આ મોડ્યૂલમાં નેગેટિવ માર્કિંગ થતી નથી.

  બધા જ બ્રોકર માટે જરૂરી છે સર્ટિફિકેટ
  જો તમે બ્રોકર બનીને પૈસા કમાવા માંગો છો તો બ્રોકિંગ હાઉસના સબ બ્રોકર બની શકો છો અને તેમા માટે જરૂરી છે કે તમારી પાસે આ સર્ટિફિકેટ હોય. આના દ્વારા તમે દર મહિને 25થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી સરળતાથી કરી શકો છો. ખાસ વાત એ છે કે સર્ટિફિકેટ માટે રેગ્યુલર સ્ટડીની જરૂર પડતી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ