તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર બદલી ચુકી છે ઇન્શ્યોરન્સ નિયમ: 100CC એન્જીનવાળા ટૂ-વ્હીલરના ઇન્શ્યોરન્સ માટે હવે આટલા પૈસા આપવા પડશે, કોઇ 1 રૂ. પણ માંગે એક્સ્ટ્રા તો અહીં કરો ફરિયાદ, જાણો કેટલા CCના એન્જીનની ગાડી માટે હવે કેટલા પૈસા લેવામાં આવી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઇન્શ્યોરન્સને લઇને નવો નિયમ લાગુ કરી ચુકી છે. હવે કાર અથવા ટૂ-વ્હીલર ખરીદતી વખતે 3 અથવા 5 વર્ષનો લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. એટલે હવે વ્હીકલ ખરીદતી વખતે વાહન માલિકે વધારે પૈસા ચુકવવા પડશે. ઘણીવાર એજન્ટ કસ્ટમરને ખોટી જાણકારી આપીને પોલિસી વેચી દે છે. તમને ખોટી જાણકારી આપે અથવા એક્સ્ટ્રા પૈસા લે તો તમે ડાયરેક ઇરડામાં ફરિયાદ નોધાવી શકો છો. આજે અમે બતાવી રહ્યા છીએ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ શું હોય છે અને હવે નવી ગાડી ખરીદતી વખતે કેટલા રૂપિયા આપવા પડશે. સાથે જ તમે ફરિયાદ કેવી રીતે કરશો. 

 

શું હોય છે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ
- થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં વીમો કરાવનાર ફર્સ્ટ પાર્ટી હોય છે. વીમા કંપની બીજી પાર્ટી હોય છે. અને ત્રીજી પાર્ટી એ હોય છે, જેને વીમો કરાવનાર નુકસાન પહોચાડે છે. થર્ડ પાર્ટી જ નુકસાન માટે ક્લેમ કરે છે. 
- આ વીમા કંપની તમારા વ્હીકલથી અન્ય લોકો અને તેમની સંપત્તિને કોઇ નુકસાનને લઇને કવર કરે છે. 
- આ પોલિસી લેવા પર તમારા વ્હીકલને થયેલા નુકસાનનો આનાથી કોઇ કનેક્શન નથી. તમને ઇજા પણ પહોચે તો આમા કોઇ કવર મળતું નથી. 
- દારૂ અથવા ડ્રગ્સ જેવા પદાર્થ લઇને જો તમે ગાડી ચલાવો છો અને એક્સીડેંટ થાય છે તો ક્લેમ નથી મળતું. વીમા લાયન્સસના ડ્રાઇવિંગ કરવા અને જાણીજોઇ એક્સીડેંટ કરવા પર પણ ક્લેમ પાસ થતો નથી. 

 

કાર માટે કેટલા પૈસા આપવા પડશે... 
- નવી પોલિસી લાગુ થયા બાદ 100સીસીવાળા એંજીનની કારના ઇન્શ્યોરન્સ માટે 5286 રૂપિયા ચુકવવા પડે છે. 
- 1000-1500 સીસીવાળ એંજીનની કાર માટે 9534 રૂપિયા ખર્ચ ચુકવવો પડે છે. 
- 1500 સીસીથી વધારે કેપેસિટીવાળા એંજીનની ગાડી માટે 24305 રૂપિયા આપવા પડે છે. 

બાઇક માટે કેટલા પૈસા આપવા પડે છે... 
- 75સીસી એંજીન સુધીના બાઇક માટે 1045 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 
- 75થી 150 સીસી એંજીનવાળા બાઇક માટે 3285 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 
- 150થી 350 સીસી એંજીનવાળી બાઇક માટે 13034 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. 
- જણાવી દઇએ કે ફોર-વ્હીલર માટે જ્યાં ઇંશ્યોરન્સ ત્રણ વર્ષનો આવે છે ત્યારે ટૂ-વ્હીલર માટે 5 વર્ષનો હોય છે. 

 

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો જરૂરી
- મોટર વ્હીકલ નિયમ હેઠળ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત છે. 
- ફોર-વ્હીલર ખરીદનાર પાસે 1થી3 વર્ષ માટે ઇન્શ્યોરન્સ લેવાનો વિકલ્પ હોય છે.
- ટૂ-વ્હીલર ખરીદનાર પાસે 5 વર્ષ માટે ઇન્શ્યોરન્સ લેવાનો વિકલ્પ હોય છે. 
- જો કે હવે દર વર્ષે પોલિસીને રિન્યૂ કરાવવાની માથાફૂટ ખતમ થઇ ચુકી છે. 
- પ્રીમિયમ દરોમાં પણ હવે સ્થિરતા આવશે. 

 

ક્યાં કરી શકો છો ફરિયાદ
- ઘણીવાર એજન્ટ ખોટી જાણકારી આપી પોલિસી વેચે છે. આમા તમે ઇરડામાં તેની ફરિયાદ નોધાવી શકો છો.
- આવામાં સૌથી પહેલા તમારે વીમા કંપનીની ફરિયાદ નિવારણ અધિકારીનો કોન્ટેક કરવો પડશે. 
- અહીંથી કોઇ સમાધાન ના મળે તો તમે ઇરડાના ફરિયાદ નિવારણ સેલના ટોલ ફ્રી નંબર 155255 પર ફરિયાદ કરી શકો છો. 
- ડોક્યુમેંટ્સની સાથે ઇરડાની ઇએમ આઇડી પર ફરિયાદ મોકલી શકો છો:  complaints@ irdai.gov.in
- અહીંથી પણ સમસ્યા સ્વોલ ના થાય તો તમે વીમા લોકપાલ સુધી પોતાની ફરિયાદને પહોચાડી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...