ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» પાનકાર્ડમાં લખાવી શકો છો પોતાની માતાનું નામ|Now New option to get Mothers Name on PAN card printed

    પાનકાર્ડમાં લખાવી શકો છો પોતાની માતાનું નામ, મળે છે આ સુવિધા

    divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 11:27 AM IST

    જુના નિયમોના આધાર પર કરદાતાઓ પાસે માત્ર એક જ વિકલ્પ હતો
    • પાનકાર્ડમાં લખાવી શકો છો પોતાની માતાનું નામ, મળે છે આ સુવિધા
      પાનકાર્ડમાં લખાવી શકો છો પોતાની માતાનું નામ, મળે છે આ સુવિધા

      નવી દિલ્હી: પાન કાર્ડ ITમાં તમારુ પ્રતિનિધિત્વ દાખલ કરવા માટેનું એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. જો તમે ધ્યાનથી જોયું હશે તો પાનકાર્ડની નીચે તમારા પિતાનું નામ લખવામાં આવે છે, જોકે ભાગ્યે જ લોકોને ખબર હશે કે પિતાની જગ્યા પર માતાનું નામ પણ લખી શકાય છે. ધારકને તે સુવિધા આપવામાં આવે છે કે તે પિતા અથવા માતામાંથી કોઇપણ એકનું નામ લખી શકે છે. હવે તે જરૂરી નથી કે પાનકાર્ડમાં ખાલી પિતાનું જ નામ ચાલે. જો તમે પણ તમારા પાનકાર્ડ પર તમારી માતાનું નામ એડ કરવા માંગો છો તો તેની પ્રક્રિયા પણ ખુબજ સરળ છે. તો આવો જાણીએ કે કેવી રીતે તમે પણ પાનકાર્ડ પર લખાવી શકો છો તમારી માતાનું નામ.

      શું હતો પહેલાનો નિયમ?

      જુના નિયમોના આધાર પર કરદાતાઓ પાસે માત્ર એક જ વિકલ્પ હતો, તે માત્ર પોતાના પિતાનું જ નામ લખાવી શકતા હતા. જોકે નવા નિયમો અનુસાર તે હવે પિતા અથવા માતા બંન્નેમાંથી કોઇપણનું નામ લખાવી શકે છે.

      જાણો કેવી રીતે લખાવી શકાય છે પોતાની માતાનું નામ

      સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ ડિરેક્ટોરેટે પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મ 49A અને 49AAમાં 16 મે 2014થી મહત્વના ફેરફાર કર્યા છે. 49A અને 49AAના સુધારેલા ફોર્મમાં ઓપ્શન આપવામાં આવ્યો છે, જેના આધારે કરદાતા પાનકાર્ડ પર પોતાની માતાનું નામ એડ કરાવી શકે છે. તો જો હાલમાં તમે પાનકાર્ડ માટે એપ્લાય કરવા જવાનું વિચારી રહ્યા છો તો ફોર્મ ભરતી વખતે તમારા નામની ઠીક નીચે તમારી માતાનું નામ લખાવી શકો છો.

      તમને જણાવી દઇએ કે પાનકાર્ડ માટે તમારે 49A ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. જેને તમે IT વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.inમાંથી ડાઉનલોડ કરી શકો છો.

      એ સિવાય આ ફોર્મ IT પાન સેવા કેન્દ્રમાં પણ ઉપલ્બ્ધ હોય છે. એપ્લિકેશન બાદ આપને એક નંબર આપવામાં આવશે જેના દ્વારા તમે જાણી શકશો કે તમે જે પાનકાર્ડ માટે એપ્લાય કર્યુ છે તેનું સ્ટેટસ શું છે. એટલે કે, તમે જાણી શકો છો કે તમારા પાનકાર્ડની હાલની સ્થિતિ શું છે અને કેટલા દિવસમાં તમારા સુધી પહોંચશે. પાનકાર્ડ બનાવવા માટે 150થી 200 રૂપિયા સુધીનો ખર્ચ લાગે છે.

      આગળ જાણો, બે પાનકાર્ડ હોય તેવી સ્થિતિમાં શું કરવું જોઇએ ?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પાનકાર્ડમાં લખાવી શકો છો પોતાની માતાનું નામ|Now New option to get Mothers Name on PAN card printed
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `