now indians use aadhaar card to visit nepal and bhutan country / હવે આ દેશોમાં પાસપોર્ટ નહીં પરંતુ આધાર કાર્ડથી કરી શકશો વિદેશ મુસાફરી, માત્ર આ છે શરત 

now indians use aadhaar card to visit nepal and bhutan country

divyabhaskar.com

Jan 21, 2019, 03:42 PM IST

યુટિલિટી ડેસ્ક: ભૂટાન જેવા દેશોમાં જવા માટે હવે પાસપોર્ટની જરૂર નથી, હવે ભારતીય ઓળખ પત્ર તરીકે આધારનો ઉપયોગ કરી શકાશે. જોકે, તે માત્ર નેપાલ અથવા ભૂટાન માટે જ માન્ય હશે. સાથે જ તેમા શરત એ પણ છે કે ભારતના 15 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધારે ઉંમરના નાગરિક નેપાલ અથવા ભૂટાનની મુસાફરી માટે આધાર કાર્ડને માન્ય મુસાફરી ડોક્યુમેન્ટના રૂપમાં યુઝ કરી શકશે. ગૃહ મંત્રાલયની હાલમાં જ જાહેર પ્રકાશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

અન્ય કોઇ નહીં કરી શકે ઉપયોગ
બંન્ને પડોશી દેશોની મુસાફરી માટે આ બંન્ને વર્ગો સિવાય અન્ય ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. બંન્ને દેશોની મુસાફરી માટે ભારતીઓને વિઝાની જરૂર નથી. પ્રકાશનમાં કહ્યું કે, નેપાલ અને ભૂટાન જનાર ભારતીય નાગરિકો પાસે જો માન્ય પાસપોર્ટ, ભારત સરકાર દ્વારા જાહેર એક ફોટો આઇડી પ્રૂફ અથવા ઇલેક્શન કાર્ડ છે તો તેમને વિઝાની જરૂર નથી. આ પહેલા, 65થી વધારે અને 15 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ આ બે દેશોની મુસાફરી માટે પોતાની ઓળખ સાબિત કરવા માટે પોતાનું પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવા (સીજીએચએસ) કાર્ડ અથવા રેશનિંગ કાર્ડ બતાવી શકતા હતા પરંતુ આધારનો ઉપયોગ કરી શકતા નહોતા.

કાઠમાંડૂથી જાહેર પ્રમાણ પત્ર માન્ય નથી
હોમ મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આધાર કાર્ડને હવે આ યાદીમાં જોડી દેવામાં આવ્યું છે, અધિકારીએ 'પીટીઆઇ-ભાષા'થી કહ્યું "હવે 65થી વધારે અને 15 વર્ષથી ઓછી ઉંમર વર્ગના લોકો માટે માન્ય મુસાફરી ડોક્યુમેન્ટના રૂપમાં આધાર કાર્ડનો ઉપયોગ કરવાની પરમિશન હશે." અધિકારીએ જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે ભારતીય એમ્બેસી, કાઠમાંડૂ દ્વારા જાહેર નોંધણી પ્રમાણપત્ર ભારત અને નેપાલ વચ્ચે મુસાફરી માટે સ્વીકાર્ય મુસાફરી ડોક્યુમેન્ટ નથી.


15થી 18 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે શું?
અધિકારીએ કહ્યું કે, 15થી 18 વર્ષના કિશોરોને તેમની સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા જાહેર ઓળખ પત્રના આધાર પર ભારત અને નેપાલ વચ્ચે મુસાફરી કરવાની પરમિશન આપવામાં આવશે. ભૂટાનની મુસાફરી કરનાર ભારતીય નાગરિકો પાસે છ મહિનાની ન્યૂનતમ માન્યતા સાથે અથવા તો ભારતીય પાસપોર્ટ અથવા ભારત નિર્વાચન આયોગ દ્વારા જાહેર ચૂંટણી કાર્ડ હોવું જોઇએ.

X
now indians use aadhaar card to visit nepal and bhutan country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી