ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» રડતા બાળકને 3 મિનિટમાં કરી શકો છો શાંત|Now crying baby can calm in just 3 minutes

  રડતા બાળકને 3 મિનિટમાં કરી શકો છો શાંત, બસ દબાવો આ 2 પોઇન્ટસ

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 07:49 PM IST

  રિફ્લેક્સોલોજીની શરૂઆત ચાઇનીઝ લોકોએ કરી છે
  • રડતા બાળકને 3 મિનિટમાં કરી શકો છો શાંત, બસ દબાવો આ 2 પોઇન્ટસ
   રડતા બાળકને 3 મિનિટમાં કરી શકો છો શાંત, બસ દબાવો આ 2 પોઇન્ટસ

   યૂટિલિટી ડેસ્ક : તમારા ઘરમાં નવજાત શિશુ છે તો તેને સમજવું અનેક વાર તમારા માટે એક મુશ્કેલ કામ હોઇ શકે છે. આ માટે તમારે કેટલીક મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડે છે. અનેક વાર એવું બને છે કે તમારું બાળક સતત રડતું જ રહે. તમે તને ચૂપ કરાવવાની કોશિશ કરો પણ તે શાંત ન થાય. આ સમયે તમારે ઇરિટેટ થવાના બદલે તેની સમસ્યાને સમજવાની જરૂર છે. બાળક બોલી શકતું નથી અને પોતાની સમસ્યા જણાવી શકતું નથી.

   આજે અમે આપને માટે એવી ટ્રિક લાવ્યા છીએ જે તમારા બાળકને રડતું શાંત કરશે અને તમને પણ રાહત આપશે. તમે ભાગ્યે જ જાણતાં હશો પણ બાળકના પગ પર એવા કેટલાક પોઇન્ટ્સ હોય છે જેને દબાવવામાં આવે તો બાળકની પીડા ઓછી થાય છે અને તે રડતું બંધ થઇ જાય છે.

   બાળકો નાના હોય છે તેમને કોઇ પણ તકલીફ હોય તો બોલી ન શકવાના કારણે તેઓ રડે છે. બાળકો ખાસ કરીને ત્યારે જ રડે છે જ્યારે તેમને કોઇ અસુવિધા ફીલ થઇ રહી હોય. જેમ કે ભૂખ લાગે, દર્દ થાય. બીમાર હોય કે તેઓને સાફ કરવાના હોય ત્યારે ઇચિંગના કારણે તેઓ રડે છે. બાળકોના રડવાને સમજવું મુશ્કેલ હોય છે. જ્યારે તમારું બાળક રડે છે ત્યારે જો કોઇ ખાસ કારણ નથી તો આ બે કારણો હોઇ શકે છે અને તમે તેને આ રીતે ક્યોર કરી શકો છો.

   રિફ્લેક્સોલૉજી હીલિંગની એક પ્રાચીન પદ્ધતિ છે કે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. હાલ તેને એક્યુપંચર તરીકે ઓળખવામાં આવી રહી છે. રિફ્લેક્સોલોજીની શરૂઆત ચાઇનીઝ લોકોએ કરી છે. તેમાં શરીરના કેટલાક પોઇન્ટ્સ પર પ્રેશર આપવામાં આવે છે. જો આ પોઇન્ટ્સને નિયમિત રીતે દબાવવામાં આવે છે તો શરીરમાં હકારાત્મક પરિવર્તન આવે છે અને તકલીફ ઘટે છે. બાળકને રડતું બંધ કરવા માટે તમે તેના પગના બે પોઇન્ટ્સ દબાવી શકો છો.

   જો આપનું બાળક સતત અથવા એક કલાકથી રડી રહ્યું છે, તો શક્ય છે કે ગૅસ્ટ્રિટિસનાં કારણે તેનાં પેટમાં દુઃખાવો હોય અથવા શરદી કે સાઇનસનાં કારણે તેનાં માથામાં દુઃખાવો હોય. આ સમયે તમે તમારા બાળકના પગની આંગળીઓને હળવા હાથે દબાવો અને સાથે દરેક આંગળીને 3 મિનિટ દબાવો. તેનાથી તેનો માથાનો દુઃખાવો ઓછો થશે અને તે રડવું બંધ કરશે.

   આ સિવાય બાળક ગૅસને કારણે થતાં દુઃખાવાથી પણ રડતું હોય છે. જ્યારે બાળક રડે અને તમને ગૅસની શંકા હોય તો તમે તેના પગની મધ્ય આગંળીની નીચેના ભાગને દબાવો. તેનાથી તેનો ગૅસને કારણે થતો દુઃખાવો ઘટશે અને આરામ મળશે. સાથે જ બાળક રડવાનું પણ બંધ કરી દેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રડતા બાળકને 3 મિનિટમાં કરી શકો છો શાંત|Now crying baby can calm in just 3 minutes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `