નવો નિયમ / હવે કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓએ દર વર્ષે ફરજીયાત 20 દિવસની રજા લેવી જ પડશે

Now 20 day earned leave every year for central govt employees a must

  • સરકારી બેન્કોમાં 2018ના છેલ્લા મહિનાઓમાં આ નિયમ અમલમાં મુકાઇ ગયો
  • સરકારી કર્મચારીઓ 300 દિવસ સુધીની અર્ન્ડ લીવ ભેગી કરી શકે
  • મોટાભાગના કર્મચારીઓ 300 રજા ભેગી થાય પછી જ EL વાપરવાનું ચાલુ કરે છે

 

divyabhaskar.com

Jan 05, 2019, 07:08 PM IST

યૂટિલિટી ડેસ્ક: કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કરતા જણાવ્યું છે કે હવે કાયમી કર્મચારીઓએ અર્ન્ડ લીવ (EL)ના 20 દિવસ ફરજીયાત રજા લેવી જ પડશે. કર્મચારીઓ તેમના રિટાયરમેન્ટ સુધી આ પ્રકારની રજાઓ બચાવી કે એનકેશ કરાવી શકશે નહીં. સરકારી બેન્કોમાં 2018ના છેલ્લા મહિનાઓમાં આ નિયમ અમલમાં મુકાઇ ગયો છે. ઓક્ટોબરમાં બેન્કોએ આ જાહેરાત કરતા કર્મચારીઓને પણ નવાઈ લાગી હતી.


સરકારી કર્મચારીઓ માટે રજાના નવા નિયમો
સરકારી કર્મચારીઓ માટે રજાના નવા નિયમો તેમની હેલ્થ સુધારવા બનાવાયા છે, જેથી તેઓ કામ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખી શકે. સરકારી કર્મચારીઓને પ્રાઇવેટ કર્મચારીઓની સરખામણીએ વધુ સંખ્યામાં રજાઓ મળે છે. તેમને દર વર્ષે 30 દિવસની પગાર સાથેની રજા મળે છે. ડિફેન્સ સેક્ટરના કર્મચારીઓ માટે આ રજાઓની સંખ્યા 60 દિવસની છે. આ ઉપરાંત તેમને 10 કેઝ્યુઅલ લીવ અને 19 દિવસની જાહેર રજાઓ મળે છે. ઘણા ઓછા કર્મચારીઓ તેમને મળતી અર્ન્ડ લીવ વાપરે છે. ટુર પ્લાનિંગ કે લાંબા બ્રેકની જરૂરિયાત વખતે કર્મચારીઓ આ રજાઓ ત્યાં જોડી દે છે.


સરકારી કર્મચારીઓ 300 દિવસ સુધીની અર્ન્ડ લીવ ભેગી કરી શકે
સરકારી કર્મચારીઓ 300 દિવસ સુધીની અર્ન્ડ લીવ ભેગી કરી શકે છે. સરકારી કર્મચારી રીટાયર થાય ત્યારે સરકાર તેમને 300 દિવસનો પગાર આપે છે. આ બચાવેલી રજા તેમને રીટાયરમેન્ટમાં તગડો ફાયદો કરાવી આપે છે, જેના લીધે સરકારી કર્મચારીઓ 300 રજા ભેગી થાય પછી જ પોતાની EL વાપરવાનું ચાલુ કરે છે.

X
Now 20 day earned leave every year for central govt employees a must
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી