સુપ્રીમ કોર્ટનો નિર્ણય: જાણો હવે ક્યાં જરૂરી અને ક્યાં જરૂરી નથી આધાર કાર્ડ

No need adhaar card for bank account and mobile SIM

divyabhaskar.com

Sep 26, 2018, 01:05 PM IST

યુટિલિટી ડેસ્ક: આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વનો નિર્ણય આપી તેની માન્યતાને જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓ સમાપ્ત થઇ જશે. કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ ડોક્યુમેન્ટ્સથી અલગ છે અને તેની કોપી કરી શકાતી નથી. જસ્ટિસ સિકરીએ જણાવ્યું કે, આધારના કારણે સમાજના નિમ્ન વિભાગો મજબૂત બન્યા છે અને તેમને ઓળખ મળી છે. કોર્ટે કહ્યું કે, મોબાઇલ ફોનને આધાર સાથે લિંક ના કરી શકાય. આવો જાણીએ હવે ક્યાં જરૂરી રહેશે આધાર કાર્ડ....

ક્યાં રહેશે જરૂરી


- પાન કાર્ડ બનાવવા અને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધાર નંબર જરૂરી.
- સરકારી યોજનાઓનો લાભ મેળવવા અને સબસિડીનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી રહેશે.

ક્યાં નહીં પડે જરૂર


- સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, મોબાઇલ સિમ અને બેંક એકાઉંટ માટે આધાર કાર્ડની જરૂર નથી.
- સ્કૂલ એડમિશન માટે પણ આધાર કાર્ડની જરૂર નથી.
- સીબીએસઇ, બોર્ડની પરીક્ષામાં સામેલ થવા માટે સ્ટુડેંટ્સ પાસેથી આધાર કાર્ડની માંગ કરવામાં નહીં આવે.
- સીબીએસઇ, નીટ અને યૂજીસીની પરીક્ષાઓ માટે પણ આધાર જરૂરી નથી.
- 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે આધાર ના હોવા પર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી સેવાઓથી તમને વંચિત ના કરી શકાય.
- ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રાઇવેટ બેન્ક અને અન્ય આ પ્રકારની સંસ્થા આધાર કાર્ડની માંગ કરી શકતી નથી.


નિર્ણય સમયે કોર્ટે જણાવ્યું...


- આધાર કાર્ડ સામાન્ય લોકોના હિત માટે કામ કરે છે અને આનાથી સમાજમાં માર્જિન્સ પર બેસેલા લોકોને ફાયદો થશે.
- આધાર ડેટાને 6 મહિનાથી વધારે ડેટા સ્ટોર કરી શકાશે નહીં. 5 વર્ષ સુધીનો ડેટા રાખવો બેડ ઇન લો છે.
- સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની ધારા 57ને રદ્દ કરતા કહ્યું કે, પ્રાઇવેટ કંપનીઓ આધારની માંગ કરી શકતી નથી.
- લોકસભામાં આધાર બિલને નાણા બિલ તરીકે પાસ કરવાને સુપ્રીમ કોર્ટે યોગ્ય માન્યું.

X
No need adhaar card for bank account and mobile SIM
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી