Home » National News » Utility » ni Shortly google lunch Contact Center AI Technique for call center

ગૂગલની નવી ટેકનીકથી કોલ સેન્ટર કર્મચારીઓની નોકરી પડી શકે છે મુશ્કેલીમાં, મશીન આપશે ગ્રાહકોના સવાલોના જવાબ

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 11:01 PM

ગૂગલે આ ટેકનીક માટે Cisco અને Genesys જેવી કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરી છે

  • ni Shortly google lunch Contact Center AI Technique for call center

    યુટિલિટી ડેસ્ક: ગૂગલ ટૂંક સમયમાં એવી ટેકનીક વિકસિત કરવા જઇ રહ્યું છે, જેનાથી કોલ સેન્ટરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કામ કરી શકાશે. ગૂગલે આ ટેકનીક માટે Cisco અને Genesys જેવી કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરી છે. આ ટેકનીક કોલ સેંટરમાં ઓટૉમેટિક રીતે કસ્ટમ્બર્સના કોલ્સ ઉઠાવવા અને તેના જવાબ આપવાનું કામ કરશે. જોકે, આ ટેકનીકને વિકસિત થવાથી દુનિયાભરના કોલ સેંટર કર્મચારીઓ માટે નોકરીની સમસ્યા ઉભી થઇ શકે છે.

    આ રીતે કામ કરશે ટેકનીક

    ગૂગલના આ નવા સોફ્ટવેરનું નામ 'કોન્ટેક્ટ સેંટર AI' રાખવામાં આવ્યું છે. જે કોલ સેન્ટર્સમાં વર્ચુઅલ એજન્ટ્સની સ્થાપના કરશે. આ એજન્ટ્સ કોલ સેન્ટરમાં ગ્રાહકોના કોલ્સનો જવાબ આપશે અને શરૂઆતી વાતચીત કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલના chief researcher Fe-Lei Leeએ ક્લાઉડ નેક્સ્ટ કોન્ફરન્સ સમયે આ વાતની જાણકારી આપી અને જણાવ્યું કે જો ગ્રાહક કઇક એવું પૂછે છે જેની જાણકારી AI પાસે નથી તો તે કોલ ઓટોમેટિક કોલર પાસે ટ્રાંસફર થઇ જશે.

    આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું છે?

    આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિગ દ્વારા સ્માર્ટ રીતે કામ કરે છે. આ ટેકનીક દ્વારા મશીનોને એટલું પાવરફૂલ બનાવવામાં આવે છે કે તે સ્માર્ટ રીતે એક કોલરના જેમ કામ કરી શકે છે. આ ટેકનીકમાં મશીનોમાં ડેટા એડ કરવામાં આવે છે ત્યારબાદ તે જાતે જ કામ કરવા લાગે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ