AC, કુલરને ભૂલી જાવ હવે આ પ્લાસ્ટિક કાગળ રૂમને કરશે ઠંડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ ભીષણ ગરમીથી બચવા તમારે એસી કે કુલરની જરૂરિયાત પડશે નહિ. અમેરિકાના કેટલાક સાયન્ટિસ્ટે એક એવી ફિલ્મનું નિર્માણ કર્યું છે જેને બારીઓ અને દરવાજા પર લગાવતાની સાથે જ રૂમનું તાપમાન બાહરથી 20 ટકા જેટલું ઓછું થઈ જશે.

 

પ્લાસ્ટિકનો કાગળ ઘરને કરી દેશે ઠંડો

 

કોલોરાડો યુનિવર્સિટીના બે સાયન્ટિસ્ટ રોંગ્ગૂઈ યેંગ અને જિયાબો યિનનો દાવો છે કે તેમણે એક એવી ફિલ્મ એટલે કે પ્લાસ્ટિક રેપ તૈયાર કરી છે. જેને ઈમારત પર લગાવવાથી તેની અંદરનું તાપમાન ઠંડું રહેશે. આ ફિલ્મ રેડિએટિવ કૂલિંગ પ્રોસેસ દ્વારા કામ કરશે. દાવાના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મના ઉપયોગમાં કોઈ પણ પ્રકારની વિજળીનો ખર્ચ થતો નથી. ફિલ્મને ઈમારત, ઘર કે ઓફિસમાં લગાવી શકાય છે. આ સાયન્યિસ્ટોનું કહેવું છે કે આ ફિલ્મના ઉપયોગથી રૂમનું તાપમાન ઘટાડી શકાય છે. જેનાથી ઠંડકનો અનુભવ થશે.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો,  કેવી રીતે થયું તેનું નિર્માણ...

અન્ય સમાચારો પણ છે...