જાણો, મધમાખી, સાપ કે વીંછી કરડ્યો હોય તો સૌથી પહેલાં શું કરવું?

મધમાખી કરડી જાય તો સોજો આવી જાય ને ઘણાને તો તેનું ઇન્ફેક્શન પણ થાય. વળી વિંછી કરડે તો તો ઝેર ચડે.

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 04:24 PM
First Aid-Home-Natural Remedies to Animal Bites

યૂટિલિટી ડેસ્કઃ મધમાખી કરડી જાય તો સોજો આવી જાય ને ઘણાને તો તેનું ઇન્ફેક્શન પણ થાય. વળી વિંછી કરડે તો તો ઝેર ચડે. દરવખતે તેને મટાડવા તાત્કાલિક દવાખાને પહોંચવું શક્ય ના પણ હોય અને કેટલીક વાર તો પરિસ્થિતિ એવી પણ હોય કે ઘરેલૂ ઉપચાર અજમાવવામાં આવે તો મટી પણ જાય. તો આવી પરિસ્થિતિમાં કેવા-કેવા ઘરેલૂ ઉપચારો અજમાવવામાં આવે તો, તાત્કાલિક રાહત મળે તે જાણવું બહુ જરૂરી છે.

- મધમાખીના ડંખ ઉપર મીઠું લગાવવાથી દુઃખાવોમાં આરામ મળે છે.

- મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલું તમાકુ લગાવવાથી આરામ મળે છે.

- ભમરીના ડંખ ઉપર ડુંગળીનો રસ લગાવવાથી આરામ મળે છે.

- કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને લગાવવાથી ઝેર ઉતરી જાય છે.

- કાનખજૂરો કાનમાં જતો રહ્યો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ મળશે.

- કાનખજૂરો કાનમાં જતો રહ્યો હોય તો મધ અને તેલ મિક્સ કરીને કાનમાં નાખવાથી તે નીકળી જાય છે અને આરામ મળે છે.

- કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને વાટીને ડંખ ઉપર લગાવવાથી ઝેરની અસર ખતમ થઈ જાય છે.

- કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને લગાવવાથી આરામ મળે છે.

- વીંછીના ડંખ ઉપર ડુંગળી કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.

- વીંછીના ડંખ ઉપર મધ લગાવવાથી બળતરાં ઓછી થાય છે અને ઝેર ઉતરી જાય છે.

- વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરી જાય છે.

આગળ વાંચો, કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય તો શું કરવું...

First Aid-Home-Natural Remedies to Animal Bites

- વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે.

 

- તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

 

- વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી લગાવવાથી આરામ મળે છે.

 

- મચ્‍છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ લગાવવાથી આરામ મળે છે.

 

- કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાવવાથી આરામ મળે છે.

 

- ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મિક્સ કરીને લગાવાથી ઝેર ઉતરી જાય છે.

 

- મચ્‍છરના ડંખ ઉપર ચૂનો લગાવવાથી આરામ મળે છે.

 

- ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં મિક્સ કરીને લગાવવાથી આરામ મળે છે.

 

- વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું વાટીને લગાવવાથી આરામ મળે છે.

 

- સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને લગાવવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મિક્સ કરીને ચાટવાથી તરત આરામ મળે છે અને ઝેર ઉતરી જાય છે.

X
First Aid-Home-Natural Remedies to Animal Bites
First Aid-Home-Natural Remedies to Animal Bites
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App