તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 વર્ષમાં તમારી એક્સ્ટ્રા ઇનકમને ડબલ કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડનો આ પ્લાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: દરેક વ્યક્તિને પોતાની કમાણી ઓછી જ લાગતી હોય છે અને તેને વધારવા માટે હંમેશા તે કોઇ પ્લાન કરતા રહે છે. પરંતુ જો બેટર સ્ટ્રેટેજી અપનાવવામાં આવે તો એક્સ્ટ્રા ઇનકમને સરળતાથી વધારી શકાય છે. 

 

ફાઈનાન્સિયલ એડવાઇજર ફર્મ બીપીએન ફિનકેપના ડાયરેક્ટર એકે નિગમનું કહેવું છે કે, ઘણીવાર લોકો પ્લાનિંગ તો સારી કરી લે છે, પરંતુ તે પ્લાનિંગ પર બરોબર રીતે અમલ નથી કરી શકતા. આવામાં લક્ષ્ય મેળવવું કઠિન બની જાય છે, જો લોકો પ્લાનિંગની સાથે રોકાણ કરે તો તેમની એક્સ્ટ્રા ઇનકમ દર ત્રણ વર્ષમાં ડબલ થઇ શકે છે. અને એવો પણ સમય આવશે જ્યારે ઇન્વેસ્ટમેંટ કરતા વધારે એક્સ્ટ્રા ઇનકમ ભેગી થઇ શકે છે. 

 

આ રીતે બનાવો સ્ટેટજી 

- તમારે દર મહિને 5500 રૂપિયાનું ઇન્વેસ્ટમેંટ કરવાનું રહેશે
- આ રકમનું કોઇ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. 
- 3 વર્ષ સુધી આ ઇન્વેસ્ટમેંટને ચાલુ રાખો. 
- રોકાણ પર મળી શકે છે 12 ટકા સુધીનું રિટર્ન
- આ રિટર્ન સાથે રકમ 2.5 લાખ રૂપિયાથી વધારે થઇ જશે. 

 

આ 2.5 લાખ રૂપિયાને ડિવિડેંડ ઓપ્શનમાં એડ કરો
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સમયે ઇન્વેસ્ટરને ત્રણ પ્રકારના ઓપ્શન આપે છે. જેમા પહેલો ઓપ્શન છે ગ્રોથ, આમા રોકાણ કરેલા પૈસા વધતા રહે છે. રોકાણકારને જ્યારે પણ જરૂર પડે તે પૈસા ઉપાડી શકે છે. બીજો ઓપ્શન ડિવિડેંડ પે આઉટ. આમા કંપની સમય-સમય પર રોકાણકારોને ડિવિડન્ડના રૂપમાં પ્રોફિટ વેચી નાખે છે. ત્રીજો ઓપ્શન ડિવિડેંડ રિઇન્વેસ્ટમેંટ. આમા કંપની જે ડિવિડન્ડ આપે છે તેને ફરીવાર ઇન્વેસ્ટરના ખાતામાં જમા કરી દેવામાં આવે છે, જે પછી વધતા રહે છે. 

 

આ રીતે રોકાણકારોએ ત્રણ વર્ષમાં તૈયાર થયેલા 2.5 લાખ રૂપિયાનું ફંડને ડિવિડેંડ પેઆઉટ ઓપ્શનમાં બદલી નાખવા. આ પ્રકારે તમને વાર્ષિક 30 હજાર રૂપિયા અથવા સરેરાશ 2500 હજાર રૂપિયા મહિને આરામથી મળશે. 

 

5,500 રૂપિયાનું રોકાણ ચાલુ રાખો

જો તમને લાગે છે કે તમારી એક્સ્ટ્રા ઇનકમને ડબલ કરવી છે તો 5500 રૂપિયાનું ઇન્વેસ્ટમેંટ ફરીથી શરૂ કરી દો. ત્રણ વર્ષમાં ફરીથી 2.5 લાખ રૂપિયા ફંડ તૈયાર થઇ જશે. જેવું જ આ ફંડ તૈયાર થઇ જાય તેને ફરીથી ડિવિડેંડ ઓપ્શનમાં બદલી નાખો. આ પ્રકારથી ત્રણ વર્ષમાં ફરીથી તમને વાર્ષિક 30 હજાર રૂપિયા અથવા સરેરાશ  દર મહિને 2500 રૂપિયાની એક્સ્ટ્રા ઇનકમ બનવા લાગશે. 

 

છેલ્લી અને હાલની રકમ જોડવામાં આવે તો તમારી કુલ ઇનકમ 60 હજાર રૂપિયા થઇ જશે. એટલે તમે એક મહિનામાં જેટલું રોકાણ કરી રહ્યા છો લગભગ તેની એક્સ્ટ્રા ઇનકમ. જો તમને લાગે છે કે દર ત્રણ વર્ષે આ ઇનકમને વધારવી છે, તો આ પ્રોસેસને આગળ વધારતા રહો. ઇચ્છો તો ડિવિડેંડ ઓપ્શનથી મળનાર ઇનકમને પણ રોકાણ માટે યુઝ કરી શકો છો. આમ કરવાથી તમારા પર ઇન્વેસ્ટમેંટ માટે કોઇ મહત્તમ આર્થિક દબાણ પણ નહીં પડે. 

અન્ય સમાચારો પણ છે...