Bank Of Baroda Recruitment/ બેંક ઓફ બરોડામાં નીકળી 900થી વધારે Job Vacancy, 51 હજાર રૂપિયા સુધી છે પે સ્કેલ

divyabhaskar.com

Dec 06, 2018, 12:59 PM IST
More than 900 Job Vacancy in Bank of Baroda

યુટિલિટી ડેસ્ક: બેન્કિંગ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં યગંસ્ટર જોડાઇ રહ્યા છે. કદાચ એ જ કારણ છે કે આ ક્ષેત્રોમાં કોમ્પિટિશન વધી રહ્યું છે. જો તમે કોઇ સકારી બેંકમાં કામ કરવા માંગો છો તો તમારા માટે એક સારી ઓફર છે. બેંક ઓફ બરોડાએ લીગલ અને સેલ્સ મેનેજમેંટના કુલ 913 પદો માટે ઓનલાઇન એપ્લિકેશન માંગ્યા છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 26 ડિસેમ્બર 280 સુધી આ પદો માટે એપ્લાય કરી શકે છે.

જો ગ્રેજ્યુએટ છો તો
બેંક ઓફ બરોડાએ 700 પદ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસેઝ (સેલ્સ) માટે વેકેન્સી બહાર પાડી છે. તેના માટે તમારું ગ્રેજ્યુએશન કમ્પલેટ હોવું જરૂરી છે. સાથે જ તમારી પાસે બે વર્ષનો અનુભવ હોવો જોઇએ અને ઉંમર 21થી 30ની વચ્ચેની હોવી જોઇએ. જો તમારી પાસે 4 વર્ષનો અનુભવ છે અને એમબીએ છો તો તમે સ્કેલ બે માટે એપ્લય કરી શકો છો. તેના માટે 150 વેકેન્સી છે. જ્યારે લીગલ માટે 60 વેકેન્સી છે.

પદનું નામ: Specialist Officer

પદોની સંખ્યા: 913
અંતિમ તારીખ: ઓનલાઇન એપ્લાય માટે અંતિમ તારીખ 26 ડિસેમ્બર સુધી કરી શકે છે.

એપ્લાય ફી: આ પદો પર એપ્લાય કરવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 600 રૂપિયા ને એસસી-એસટી વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયા ફીની ચુકવણી કરવાની રહેશે.

સિલેક્શન પ્રોસેસ: ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનના આધાર પર કરવામાં આવશે.


પે સ્કેલ: 42,020 -51,490/ રૂપિયા ।

ઉંમર સીમા:

આ પદો પર એપ્લાય કરનાર ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષની હોવી જોઇએ સાથ જ બેન્કના નિયમોના આધાર પર ઉંમર સીમામાં પણ લોકોને છૂટ આપવામાં આવશે.

કેવી રીતે કરશો એપ્લાય:
ઇચ્છૂક ઉમેદવાર ibpsonline.ibps.in/bobsplnov18/basic_details.php પર જઇ ઓનલાઇન એપ્લાય કરી શકે છે. જ્યારે વેકન્સીથી સંબંધિત જાણકારી માટે અહીં ક્લિક કરો- https://www.bankofbaroda.com/writereaddata/Images/pdf/Detailed-Notification-Specialist-Officers-2019-2020-Legal-WMS.pdf

X
More than 900 Job Vacancy in Bank of Baroda
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી