ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» આ બેન્કમાં નીકળી છે 3 હજાર યુવકોની ભરતી । more than 3000 recruitment by esaf bank

    આ બેન્કમાં નીકળી છે 3 હજાર યુવકોની ભરતી, આ રીતે કરી શકો છો અરજી

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 07:27 PM IST

    ESAF સ્મોલ ફાયનાન્સ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે અંદાજે 3000 જેટલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે
    • આ બેન્કમાં નીકળી છે 3 હજાર યુવકોની ભરતી, આ રીતે કરી શકો છો અરજી
      આ બેન્કમાં નીકળી છે 3 હજાર યુવકોની ભરતી, આ રીતે કરી શકો છો અરજી

      યુટિલિટી ડેસ્કઃ જો તમે બેન્ક સેક્ટરમાં જોબ કરવા માગો છો તો તમારી માટે શ્રેષ્ઠ તક છે. ESAF સ્મોલ ફાયનાન્સ બેન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે અંદાજે 3000 જેટલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે. જો તમે અરજી કરવા માગો છો તો તમારે આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ 21 મે 2018 છે. જેમાં તમારે તમારી હાલની સેલરી, અનુભવ, ભારતમાં ક્યાં અથવા તો તમારા રાજ્યમાં ક્યાં જોબ કરવા માગો છો એ સહિતની માહિતી ભરવાની રહેશે.

      પદઃ બ્રાન્ચ હેડ
      જગ્યાઃ 220
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન-ડીગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તથા ઓછામાં ઓછા 8 વર્ષનો અનુભવ

      પદઃ આસિસ્ટન્ટ બ્રાન્ચ હેડ
      જગ્યાઃ 220
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તથા ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ

      પદઃ સેલ્સ ઓફિસર
      જગ્યાઃ 1500
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તથા ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ

      પદઃ રિલેશનશીપ ઓફિસર
      જગ્યાઃ 400
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન તથા ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ

      પદઃ ક્રેડિટ ઓફિસર
      જગ્યાઃ 100
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએશન તથા ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ

      પદઃ સેલ્સ ઓફિસર, ટ્રેઇની
      જગ્યાઃ 560
      શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજ્યુએશન

      અંતિમ તારીખઃ 21-5-2018
      વય મર્યાદાઃ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ(30 એપ્રિલ 2018 સુધી).
      પસંદગી પ્રક્રિયાઃ શોર્ટ લિસ્ટેડ ઉમેદવારને ઓબ્જેક્ટિવ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પ્રિલિમિનરી ઇન્ટર્વ્યૂ અને ફાઇનલ ઇન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવશે.
      કેવી રીતે કરશો અરજીઃ અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ https://www.esafbank.com/career/current-openings/ પર જઇને અરજી કરી શકે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ બેન્કમાં નીકળી છે 3 હજાર યુવકોની ભરતી । more than 3000 recruitment by esaf bank
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top