Home » National News » Utility » more benefits ni lic kanyadan policy

કામના ન્યૂઝ: બાળકી એક વર્ષની થાય...ત્યારે LICની આ પોલિસી લેવા પર 25 વર્ષ બાદ મળશે 27 લાખ રૂપિયા;121 રૂપિયાના સેવિંગથી સમજો સંપૂર્ણ પ્લાન

Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 04:12 PM

પ્રીમિયમ ભરનારની થઇ જાય મોત તો દર વર્ષે મળશે 1 લાખ પણ... આ છે પ્લાનની ડિટેલ

  • more benefits ni lic kanyadan policy

    યુટિલિટી ડેસ્ક: LICની જીવન લક્ષ્ય પોલિસીથી તમે તમારા બાળકોના લગ્નના ટેંશનથી મુક્ત થઇ શકો છો. જે કન્યાદાન પોલિસીના નામથી પણ ઓળખાય છે. પોલિસીનો પ્લાન નંબર 833 છે. આ પોલિસીમાં ડેલી 121 રૂપિયાના હિસાબથી રકમ જમા કરવા પર, 25 વર્ષ બાદ 27 લાખ રૂપિયાની એમાઉન્ટ મળશે. એટલે આ પોલિસીને પુત્રી 1 વર્ષની હોય ત્યારે લઇ લેવામાં આવે તો 25 વર્ષની ઉંમરમાં તેને 27 લાખ રૂપિયા મળી જાય છે. આ પ્લાને ઓછા અથવા વધારે પ્રીમિયમ સાથે પણ ખરીદી શકાય છે. તે સિવાય પણ આ પોલિસીમાં ઘણા બેનીફિટ્સ છે.

    આ કંડીશનમાં નહીં આપવું પડે પ્રીમિયમ
    જીવન લક્ષ્ય પોલિસીની ખાસ વાત એ છે કે, જો પ્રીમિયમ ભરનારની મોત થઇ જાય છે, તો આ સ્થિતિમાં આ પોલિસીમાં પ્રીમિયમ ભરવાનું નહીં રહે. જ્યારે, LICની તરફથી પરિવારને પુત્રીના 24 વર્ષ પુરા થવા પર 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે, પુત્રીની ઉંમર 25 વર્ષની થવા પર ફેમિલીને 27 લાખ રૂપિયા મળશે.

    આ રીતે સમજો પ્લાનનો સંપૂર્ણ ફાયદો
    - મહિનાનું ઇન્વેસ્ટમેંટ 3630 રૂપિયા (ડેલી 121 રૂપિયા)
    - એક વર્ષનું ઇન્વેસ્ટમેંટ= 12 X 3630 = 43,560 રૂપિયા
    - 22 વર્ષનું ઇન્વેસ્ટમેંટ= 25 X 43560 = 9,58,320 રૂપિયા
    - 25 વર્ષ બાદ મળતી રકમ= 27,00,000 રૂપિયા
    - કુલ ફાયદો= 27,00,000 - 958320 = 17,41,680 રૂપિયા

    નોધ: આ પોલિસીમાં માત્ર 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડે છે. જો પ્રીમિયમ ભરનારની મોત થઇ જાય છે તો પણ આના બેનીફિટ મળશે. સાથે જ, દર વર્ષે 1 લાખ રૂપિયા પણ LIC તરફથી મળશે. પોલિસી લેવા માટે તમારી મિનિમમ ઉંમર 30 વર્ષની હોવી જોઇએ. જ્યારે, બાળકીની ઉંમર હિસાબથી પોલિસીનો સમયગાળો ઓછો અથવા વધારે કરી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending