આ છે ઝુકરબર્ગ, બિલ ગેટસની પૈસા બનાવવાની રીત, તમે ઉઠાવી શકો છે ફાયદો

બિલ ગેટસ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની આ સિમ્પલ ટિપ્સ તમને પૈસા કમાવવામાં મદદ કરશે

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 11:02 AM
Money making tips of Bill Gates and Mark Zuckerberg

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક માણસ બિલ ગેટસ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની આ સિમ્પલ ટિપ્સ તમને પૈસા કમાવવામાં મદદ કરી શકે છે. અમે તમને બિલ ગેટસ અને ફેસબુકના ફાઉન્ડરના આવા જ રૂલ્સ વિશે જણાવી રહ્યાં છે, જે લાઈફમાં આગળ વધવા, નોકરી અને બિઝનેસ કરવામાં મદદ કરશે.

લોકોના ટેલેન્ટને જોડવું છે જરૂરી

બિઝનેસ ઈનસાઈડરના જણાવ્યા પ્રમાણે, એક ફેસબુક લાઈવ પ્રોગ્રામમાં બિલ ગેટસે કહ્યું કે સમજદાર થવાની કોઈ એક યોગ્ય રીત નથી. અલગ-અલગ પ્રકારના ટેલેન્ટના લોકોને એક જગ્યાએ રાખવા તે તમને સફળ બનાવી શકે છે. ગેટસે આ અંગે કહ્યું કે જેનું આઈકયુ લેવલ સારું છે, તે તમામ કામ કરી શકે છે, પરતું એવું નથી. તમારું આઈકયુ લેવલ તમને ઈન્ટેલિજન્ટ બનાવતું નથી પરતું અલગ-અલગ પ્રકારની સ્કિલ્સ તમને ઈન્ટેલિજન્ટ બનાવે છે. ગેટસે કહ્યું કે હમેશા એમ કહેવામાં આવે છે કે સ્માર્ટ અને સિમ્પલ આઈડિયાથી તમામ વસ્તુઓ સોલ્વ કરી શકાય છે પરતું તે તેને કયારે પણ સમજી ન શકયા.

પોતાના પર ભરોસો કરો

ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તમે તમારા પર ભરોસો કરો કારણ કે તમે જે વિચારો છો તેના કરતા ઘણું વધારે તમે કરી શકો છો. એનો પણ ભરોસો કરો તમે કઈ પણ શીખી શકો છો. યંગ એજમાં હાલમાં એમ સાંભળવામાં આવે છે કે તેમને કોઈ પણ કામનો અનુભવ નથી. બાકીના લોકો તમારા કરતા વધુ અનુભવી છે. ઝુકરબર્ગે કહ્યું કે જયારે તેમણે ફેસબુક શરૂ કર્યું હતું, તો તે માત્ર 19 વર્ષના હતા.

આગળ વાંચો, શું આપી યુથને સલાહ...

Money making tips of Bill Gates and Mark Zuckerberg

કામ અને ઘરની વચ્ચે બનાવો બેલેન્સ

 

ધ બિલ અને મિલિંડા ગેટસ ફાઉન્ડેશનના કો-ચેરમેન મેલિંડા ગેટસે કહ્યું કે મહિલાઓ માટે ફેમિલિ, વર્ક અને કેરિયરની વચ્ચે બેલેન્સ બનાવવું ખુબ જ મુશ્કેલ છે. પરતું લાઈફમાં પોતાની પ્રાયોરીટી સેટ કરો. પોતાની  રિલેશનશીપ પર પણ ધ્યાન આપો. તેમણે કહ્યું કે તે ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ઘણાં કામ કરે છે. પરતું દિવસના અંતમાં તેમની ફેમિલિ અને બાળકો તેમની પ્રાયોરિટી હોય છે.

 

શું બની શકો છો, તેનો શો-ઓફ ન કરો

 

તમે ભવિષ્યમાં શું બની શકો છો તેના માટે શો-ઓફ કરવાની જરૂરિયાત નથી. તમે ટ્રેપમાં ન ફસાવ અને પોતાના સપનાને ત્યાં સુધી સુરક્ષિત રાખો જયાં સુધી તે સાકાર ન થાય. જયારે તમે પોતાના લક્ષ્યને મેળવી લો તો પરત આપવાનું ન ભૂલશો. જેથી દુનિયા તમારા વખાણ કરે.

 

આગળ વાંચો, શું આપી યુથને સલાહ

Money making tips of Bill Gates and Mark Zuckerberg

કોલેજમાંથી બહાર નીકળીને સીધા જ વીપી ન બની શકાય

 

તમે સ્કુલમાંથી બહાર નીકળ્યા બાદ 60,000 ડોલર મહીને કમાઈ શકતા નથી. તમે સીધા વાઈસ પ્રેસિડેન્ટ પણ બની શકતા નથી. ધીરે-ધીરે આગળ વધો પરતું મોટા બનો. તમે એક દિવસમાં ઉંચાઈ પર ન પહોંચી શકે. તમે જે વિચારો છો તે કરી શકો છો પરતું તેના માટે તમારે કામ કરવું પડશે. તમારી સફળતાને ડાઈજેસ્ટ કરવાનું શીખો.

X
Money making tips of Bill Gates and Mark Zuckerberg
Money making tips of Bill Gates and Mark Zuckerberg
Money making tips of Bill Gates and Mark Zuckerberg
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App