ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» SBIની નવી સ્કીમ|Money can be withdrawn without breaking the FD in SBI New Scheme

  SBIની નવી સ્કીમ, હવે FD તોડ્યા વિના પણ ઉપાડી શકશો પૈસા

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 07:12 PM IST

  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને નવી FD સ્કીમ દ્વારા તમારી સમસ્યાનું સમાધાન નીકળી શકે છે
  • SBIની નવી સ્કીમ, હવે FD તોડ્યા વિના પણ ઉપાડી શકશો પૈસા
   SBIની નવી સ્કીમ, હવે FD તોડ્યા વિના પણ ઉપાડી શકશો પૈસા

   યુટિલિટી ડેસ્ક: FDના જોડાયેલી સૌથી મોટી મુશ્કેલી એ થાય છે કે જરૂરીઆત સમયે આપણે તેમાથી પૈસા નથી ઉપાડી શકતા. ક્યારેક એવી ઘટના પણ ઘટી જાય છે કે તમારે FD તોડાવાનો વારો આવી જાય. પણ હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી FD સ્કીન દ્વારા તમારી સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. તો આજે જાણી લો તેના વિશે પરની સંપૂર્ણ જાણકારી.

   SBIએ મલ્ટી ઓપ્શન ડિપોજિટ સ્કીમ (એમઓડી)ની શરૂઆત કરી છે. એમઓડી ટર્મ ડિપોજિટની જેમ છે, પરંતુ ખાસ વાત એ છે કે અહીંયા લોકો સેવિંગ્સ અને કરંટ એકાઉંટ સાથે લિંક હોય છે. તેનો ફાયદો એ છે કે જરૂરીઆત મુજબ તમે ક્યારેય પણ આમાથી પૈસા ઉપાડી શકો છો.

   જો કોઇ વ્યક્તિ લિંક કરવામાં આવેલા ખાતા માટે પૈસા નિકાળવા માંગે છે અને તેના ખાતામાં પૂરતા રૂપિયા નથી, તો તે એમઓડીમાંથી પણ પૈસા ઉપાડી શકે છે. પૈસાને 1000 અથવા તેના મલ્ટીપલ્સમાં નિકાળી શકાય છે.

   એમઓડી માંથી પૈસા નિકાળ્યા બાદ જે કઇ પણ રકમ બચે છે તેના પર FD વ્યાજ નક્કી કરશે. આ સ્કીમ પર પણ એટલું જ વ્યાજ મળે છે, જેટલું SBIની અન્ય FD પર મળે છે.

   એમઓડી માટે ઓછામાં ઓછા 10000 રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યારબાર તમે તેમા 1000 રૂપિયાના મલ્ટીપલ્સમાં વધારે રૂપિયા જમા કરાવી શકો છો. આ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાની મર્યાદિત સીમા હોય છે.

   તમે એસબીઆઇની ઓનલાઇન સુવિધાથી પણ એમઓડીની શરૂઆત કરી શકો છો. તે સિવાય એસબીઆઇની નજીકની શાખા પર જઇને પણ આ સ્કીમને શરૂ કરાવી શકો છો.

   એમઓડીમાં સમય સીમાને પણ સરળ બનાવવામાં આવી છે, જેના કારણે દરેક વર્ગના વ્યક્તિઓ તેનો લાભ ઉઠાવી શકે. આ સ્કીમનો પીરિયડ એક વર્ષથી પાંચ વર્ષ સુધી જઇ શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SBIની નવી સ્કીમ|Money can be withdrawn without breaking the FD in SBI New Scheme
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `