30 સેકન્ડમાં મળી જશે 10 હજાર રૂપિયા, આપવા પડશે 5 સવાલોના જવાબ

divyabhaskar.com

Dec 06, 2018, 01:18 PM IST
modi government given chance to win 10 thousand rupee

યુટિલિટી ડેસ્ક: જો તમારી જનરલ નોલેજ સારી છે અને કરન્ટ અફેયર્સ પર નજર રાખો છો તો માત્ર 30 સેકન્ડમાં તમે 10 હજાર રૂપિયા જીતી શકો છો. તમારે 30 સેકન્ડમાં માત્ર 5 સવાલોના જવાબ આપવાના રહેશે. આ સ્પર્ધાનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીના પોર્ટલ પર mygov.in પર કરવામાં આવ્યું છે.

શું છે સ્પર્ધા
quiz.mygov.in દ્વારા સમય- સમય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આજકાલ વીકલી ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ વખતની સ્પર્ધા 5 ડિસેમ્બરથી શરૂ થશે અને 10 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે.

શું છે ઈનામ
આ સ્પર્ધામાં પહેલા સ્થાન પર રહેનારને 10 હજાર રૂપિયા, બીજા નંબર પર રહેનારને 5000 અને ત્રીજા નંબરને 2000 રૂપિયા મળશે.

શું કરવાનું રહેશે
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહેલા તમારે mygov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમે લોગ ઇન કરી સ્પર્ધામાં સામેલ થઇ શકો છો. 5 સવાલોના જવાબ તમારે 30 સેકન્ડમાં આપવા પડશે. જે વ્યક્તિ ઓછામાં ઓછા સમયમાં 5 સવાલોના જવાબ આપી શક્શે તે આ સ્પર્ધા જીતી શકે છે.

એક અઠવાડિયામાં મળશે પરિણામ
જેવા જ 30 સેકન્ડ સમાપ્ત થશે તમને રિઝલ્ટ વિશે જાણ કરી દેવામાં આવશે, પરંતુ તમે જીત્યા કે નહીં તેની જાણકારી તમને એક અઠવાડિયાની અંદર ખબર પડશે, જ્યારે બધી જ સ્પર્ધા સમાપ્ત થઇ જશે. ઈનામ એ વ્યક્તિને આપવામાં આવશે જેણે ઓછામાં ઓછા સમયમાં બધા જ જવાબ સાચ્ચા આપ્યા હશે.

બેંકમાં જમા થશે રકમ
સ્પર્ધા બાદ વિજેતાઓ પાસે તેમના બેન્કની ડિટેલ માંગવામાં આવશે. જો તમે જીતી જાઓ છો તો તમારા બેંક એકાઉંટમાં પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવશે.

હારનાર વ્યક્તિએ નિરાશ થવાની નથી જરૂર
જો તમે 30 સેકન્ડમાં જવાબ નથી આપી શક્યા અને સ્પર્ધાથી બહાર નીકળી જાઓ છો તો તમારે નિરાશ થવાની જરૂર નથી. સ્પર્ધા બાદ તમે પાર્ટિસિપેશન સર્ટિફિકેટની સાથે નેક્સ્ટ અઠવાડિયામાં પણ આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

X
modi government given chance to win 10 thousand rupee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી