જો મોદી સરકાર લેશે આ નિર્ણય, તો વધી શકે છે તમારી બેસિક સેલરી

બેસિક સેલરી વધારવાથી, પ્રોવિડેંટ ફંડ, ઇન્શ્યોરન્સ અને ગ્રેચ્યુરીમાં તમારું યોગદાન વધી જશે

divyabhaskar.com | Updated - Jun 15, 2018, 11:41 AM
Modi government can be take decision about Basic Salary

યુટિલિટી ડેસ્ક: આ વર્ષે મોદી સરકારે પગારદારને ટેક્સમાં કોઇ મોટી રાહત આપી નહોંતી. જોકે હવે કેન્દ્ર સરકાર સેલરીના નિયમોને બદલાની તૈયારીઓ કરી રહી છે. તેના માટે કામદાર કાયદામાં બદલાવ કરવાના વિચાર ચાલી રહ્યા છે. જો આ શક્ય બનશે તો તેની અસર તમારી સેલરી પર પડી શકે છે. સરકાર એવી ગોઠવણી કરવા જઇ રહી છે, જેનાથી કંપની તમારી બેસિક સેલરી ઓછી રાખી શકશે નહી. બિઝનેસ સ્ટેડર્ડની જાણકારી અનુસાર સરકાર બેસિક સેલરીને તમારા પગારનો મોટો હિસ્સો બનાવવાની તૈયારી કરી રહી છે.

જો કે બેસિક સેલરી વધવાથી તમારી ટેક હોમ સેલરી ઓછી થઇ શકે છે. કારણ કે, બેસિક સેલરી વધારવાથી, પ્રોવિડેંટ ફંડ, ઇન્શ્યોરન્સ અને ગ્રેચ્યુરીમાં તમારું યોગદાન વધી જશે. સાથે જ આ નિર્ણયના કારણે તમારી ટેક્સ લાયબિલિટી પણ વધી શકે છે.

સરકાર માને છે કે વ્યક્તિના પગાર સાથે મળતું હાઉસ રેન્ટ, લીવ ટ્રાવેલ એલાઉન્સ( LTA) સહિતના અન્ય એલાઉન્સને બેસિક સેલરીમાં 50%થી વધારે રાખી ન શકાય. તેની ઉપર જે પણ સેલરી એમ્પ્લોયર આપશે, તે બેસિક સ્વરૂપે અંકિત કરવામાં આવશે. તેના આધાર પર જ પીએફ કોન્ટ્રીબ્યુશન, ઇન્શ્યોરંસ અને ગ્રેચ્યુટી નક્કી થશે. આ નિર્ણયનો કેટલાક ટ્રેડ યૂનિયનો સ્વાગત કરી રહ્યા છે તો કેટલીક ઇન્ડસ્ટ્રીઝ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

X
Modi government can be take decision about Basic Salary
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App