હવે MNP કરાવવું બનશે સરળ, માત્ર 2 દિવસમાં બદલી શકો છો ઓપરેટર

mobile operator can change in only 2 days by mnp

divyabhaskar.com

Sep 08, 2018, 02:51 PM IST

યુટિલિટી ડેસ્ક: વગર નંબર બદલે મોબાઇલ ઓપરેટર બદલવાની સુવિધા આપતી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)હવે વધુ સરળ બની જશે. ટેલિફોર્મ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ટૂંક જ સમયમાં એમએનપી પર લાગતા સમય 7 દિવસને હટાવીને 2 દિવસ કરવાની તૈયારીમાં છે. MNP સુવિધાને યુઝર્સ માટે વધુ સરળ બનાવવા માટે ટ્રાયે એપ્રિલમાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં એમએનપીને લઇને નવી ગાઇડલાઇન્સ અને નિયમ બનાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા નિયમોના લાગુ થયા બાદ એમએનપી કરાવવા માટે 7 દિવસ સુધી રાહ જોવી નહીં પડે. ટ્રાયે સમયસીમાને 7 દિવસથી ઘટાડીને 2 દિવસ કરવાનો નવો નિયમ બનાવ્યો છે જેને ટૂંક સમયમાં અમલમાં લાગવવામાં આવશે. આમ થવાથી યુઝર્સ માટે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી કરવું ખૂબ જ સરળ બની જશે. હાલમાં આ પ્રક્રિયા માટે 7 દિવસનો સમય લાગે છે. જમ્મૂ-કશ્મીર અને નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં આ સમય સીમા 15 દિવસની છે.

આ છે MNP
MNP એક એવી સેવા છે જેમા ગ્રાહક પોતાનો મોબાઇલ નંબર બદલ્યા વગર વર્તમાન ઓપરેટરને છોડીને અન્ય કોઇ ઓપરેટરમાં જઇ શકે છે. તેના માટે યુઝરને PORT <Space> પોતાનો મોબાઇલ નંબર લખીને 1900 પર મોકલવાનો રહેશે. ત્યારબાદ વર્તમાન ઓપરેટર યુઝરને એક UPC (યૂનિક પોર્ટિગ કોડ) મોકલે છે.

ગ્રાહક યૂપીસી કોડ અને પોતાનું આઇડી કાર્ડ લઇ નજીકના રિટેલર પાસે જઇને અન્ય નેટવર્ક પસંદ કરી શકે છે. વર્તમાનમાં આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 7 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે કેટલા નિયમ અને શરતો પણ છે. થોડા સમય પહેલા ટ્રાયે આ સુવિધા માટે લાગતી ફીને પણ 19 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કરી દીધી છે.

X
mobile operator can change in only 2 days by mnp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી