આ છે ભારતનું સૌથી નાનું AC, કિંમત છે 399 રૂપિયા

ગરમી આવતાની સાથે જ લોકોની પ્રથમ જરૂરિયાત કૂલર અને AC હોય છે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:03 PM
Mini USB fragrance air conditioner cooling fan

યુટિલિટી ડેસ્કઃ ગરમી આવતાની સાથે જ લોકોની પ્રથમ જરૂરિયાત કૂલર અને AC હોય છે. આ બંનેની માર્કેટમાં મોટી રેન્જ છે. કૂલર તો 3000 હજાર રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીના મળી જાય છે. જયારે ACની શરૂઆતની કિંમત 20 હજારની નજીક હોય છે. જોકે અમે જે ACની વાત કરી રહ્યાં છે તેની કિંમત માત્ર 399 રૂપિયા છે. એટલું જ નહિ આ દેશ અને દુનિયાનું સૌથી નાનું AC છે.

કંપનીએ આપ્યું ACનું નામ

તેને વિશ્વનું સૌથી નાનું AC એટલા માટે કહેવામાં આવ છે, કારણ કે કંપની તેને એર કન્ડિશન કૂલિંગ ફેનનું નામ આપ્યું છે. તેમાં કૂલિંગ માટે કોઈ પણ પ્રકારનું મશીન આપવામાં આવ્યું નથી. જોકે તેમાંથી નીકળતી હવાને ઠંડી કરવા માટે એક આઈસ ટ્રે આપવામાં આવી છે. તેમાં બ્લેડ લિસ વિંગ્સ આપવામાં આવી છે. જે 3થી 4 ફીટના વિસ્તારમાં હવા ફેકી શકે છે.

લેપટોપથી પણ ચાલશે

આ મીની એસીને યુએસબીથી પાવર સપ્લાઈ આપી શકાય છે. એટલે કે લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ચાર્જર, પાવરબેન્કથી પણ ચલાવી શકાય છે. જો તમે કોઈ એવી જગ્યા પર બેઠા છો જયાં હવા નથી આવતી, ત્યારે તમે તેને પોતાના ફોન સાથે કનેકટ કરીને ON કરી શકો છે.

અહીંથી ખરીદો

તેને પોર્ટેબલ એસીને ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્ટોરમાંથી ખરીદી શકાય છે. ઓનલાઈન તેને ફલિપકાર્ટ, અમેઝોન, શોપક્લુઝ, સ્નેપડીલ, ઈબેની સાથે બીજી વેબસાઈટ પરથી પણ ખરીદી શકાય છે.

X
Mini USB fragrance air conditioner cooling fan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App