તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઇક્રો એટીએમ લગાવીને કરો કમાણી, 35 હજાર બેન્ક મિત્ર બનાવી રહી છે આ કંપની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: ફિનટેક ફર્મ મહાગ્રામે કોટક મહિન્દ્રા બેન્ક સાથે કરાર કર્યો છે, જે અનુસાર કંપનીમાં દેશમાં લગભગ 35 હજાર બેંક મિત્ર બનાવશે, જે પોતાને ત્યાં માઇક્રો એટીએમ લગાવશે. સાથે જ, તે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ પણ વેચી શકે છે. મહાગ્રામના ફાઉન્ડર તથા સીઇઓ રામ શ્રીરામે જણાવ્યું કે , બેન્ક મિત્ર માટે કોઇપણ ઓનલાઇન એપ્લાય કરી શકે છે. 

 

કોણ બની શકે છે બેંક મિત્ર 
- શ્રીરામે વાતચીતમાં જણાવ્યું કે, બેંક મિત્ર બનવા માટે વધારે ફોર્માલિટિસની જરૂર નથી. 
- જો તમે ધો.10 પાસ પણ છો, તો બેંક મિત્ર બની શકો છો. 
- તમારી પાસે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની બેસિક નોલેજ હોવી જોઇએ. 
- તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઇએ. 
- તમારી પાસે ઓફિસ સ્પેસ હોવી જોઇએ. અથવા તમે ભાડેથી પણ લઇ શકો છો. 
- જો તમે પોસ્ટલ અથવા બેંકથી રિટાયર છો તો તમને પ્રાધાન્યતા મળશે. 
 
કયા કયા કામ કરવા પડશે
- માઇક્રો એટીએમ હોવાના કારણે કેશ વિડ્રોલ અને કેશ ડિપોઝિટની સુવિધા હશે. 
- બેન્ક એકાઉન્ટ ખોલાવી શકો છો. 
- લોન આપવાની સુવિધા મળશે. 
- પાન કાર્ડ પણ બનાવી શકો છો.
- ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ વેચી શકો છો. 
- તમે કોમન સર્વિસ સેન્ટરની જેમ ઘણા પ્રકારના સરકારી ડોક્યુમેંટ માટે ઓનલાઇન સર્વિસેઝ પણ આપી શકો છો.  
- સેવિંગ્સ સ્કીમ્સ, એફડી સહિત વેચી શકો છો. 
 
કેવી રીતે કરશો એપ્લાય 
જો તમે બેન્કના મિત્ર બનવા માંગો છો તો તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. મહાગ્રામની વેબસાઇટ પર દરેક જાણકારી ઉપલબ્ધ છે. ઓનલાઇન એપ્લાય કરવા માટેhttps://docs.google.com/forms/d/e/1FAIpQLScytPPDjpNiYaKsR3OP1iPtmgRrHlb9Zq5veMqn7K2f2FY9Ow/viewform?c=0&w=1 પર ક્લિક કરીને એપ્લાય કરી શકો છો. 

 

કેવી રીતે આવશે કેશ
જો તમે મહાગ્રામના બેંક મિત્ર બનો છો અને તમને માઇક્રો એટીએમ મળી જાય છે તો લોકો તમારા પાસે રાખેલા પીઓએસ મશીન (માઇક્રો એટીએમ)માં કાર્ડથી સ્વેપ કરીને પૈસા ઉપાડી શકે છે. આના માટે તમારી પાસે કેશ હોવું જરૂરી છે. તમને કંપની તરફથી કેશ આપવામાં નહીં આવે, તમે તમારી પાસે રહેલા કેશથી જ લેવડ દેવડ કરી શકો છો, આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસાનો યુઝ કરો છો તો કંપની સાથે સાથે તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરશે. સાથે જ, જો તમે કોઇ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેચો છો તો તમે તે પૈસાનો યુઝ પણ કરી શકો છો. અથવા કોઇ તમારી પાસે કેશ જમા કરાવે  છે તો વિડ્રોલ સમયે તમે આ પૈસા આપી શકો છો. 

 

કેટલી થશે કમાણી
શ્રીરામે જણાવ્યું કે, તમને કેટલી કમાણી થશે, તે તમારા લોકેશન અને ટ્રાંઝેક્શન પર નિર્ભર કરે છે. જોકે શરૂઆતી કમાણી 7થી 8000 રૂપિયા સુધી થઇ શકે છે. આટલા પૈસા પાર્ટટાઇમથી કમાઇ શકો છો. જો તમે ફૂલટાઇમ કામ કરો છો તો તમે બેથી ત્રણ ગણી વધારે કમાણી કરી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...