Divya Bhaskar

Home » National News » Utility » Make your own mutual fund and get good benefits

બનાવો પોતાનો મ્યુચ્યુઅલ ફન્ડ, મળશે વધુ ફાયદો

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 08:19 PM

મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓમાં રોકણ કરનારને સારું રિટર્ન મળે છે

  • Make your own mutual fund and get good benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓમાં રોકણ કરનારને સારું રિટર્ન મળે છે. જોકે લોકો ઈચ્છે તો પોતાનો મ્યુચ્યુઅલ ફન્ડ બનાવીને પણ સારું રિટર્ન મેળવી શકે છે. આ કામ ખુબ જ સરળ છે અને ઘરે બેઠા જ આમ કરી શકાય છે. આ સિવાય તમને લાગે છે કે આ પ્લાનમાં વચ્ચેથી કોઈ પરિવર્તન કરવું છે તો પણ તે શકય છે. આ પ્લાનથી તમે જે એજન્ટને કમીશન આપો છો તે પણ બચી જશે.

    પહેલા સમજો કઈ રીતે કામ કરે છે મ્યુચ્યુઅલ ફન્ડ

    મ્યુચ્યુઅલ ફન્ડનો સાદો ફન્ડા છે કે લોકો પાસેથી પૈસા એકત્રિત કરવામાં આવે અને પછી તેનું રોકાણ કરવામાં આવે. બાદમાં તેનો ફાયદો વહેંચી લેવામાં આવે. તમામ મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ આ આધાર પર કામ કરે છે. આ યોજનાઓમાં તો ઘણીવાર લાખો લોકો જોડાઈ જાય છે.

    કઈ રીતે બનાવશો પોતાનો મ્યુચ્યુઅલ ફન્ડ

    ચોઈસ બ્રોકિંગના પ્રેસિડન્ટ અજય કેજરીવાલના જણાવ્યા અનુસાર, શેરની ખરીદી-વેચાણ કરનારી કંપનીઓ ( બ્રોકરેજ હાઉસ) સ્ટોકમાં સિપની તક આપે છે. આ અંતર્ગત રોકાણકાર પોતે એ નક્કી કરે છે કે તે દર મહિને કેટલા શેર ખરીદશે. રોકાણકાર આ સુવિધાનો લાભ લેતા, પોતાના મ્યુચ્યુઅલ ફન્ડની શરૂઆત કરી શકે છે.

    શું રાખશો સાવધાનિયો

    - 4 કે 5 શેરથી વધુ ન રાખો પોર્ટોલિયામાં
    - તમામ શેર અલગ-અલગ સેકટર્સના પસંદ કરો
    - દર મહિને પોતાની ક્ષમતા અનુસાર નિશ્ચિત સંખ્યામાં ખરીદી કરો

    કઈ રીતે પસંદ કરશો સારા શેર્સ

    - ટોપ માર્કેટ કેપ વાળી કંપનીઓમાંથી
    - બીએસઈ 30ની કંપનીઓમાંથી
    - એનએસઈ 50ની કંપનીઓમાંથી

    લાંબા સમય માટે કરો રોકાણ

    કેજરીવાલના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું રોકાણ લાંબા સમય માટે કરવામાં આવે તો ખુબ જ સારું સાબિત થઈ શકે છે. જોકે તેમનું માનવું છે કે તમારી બધી જ બાજુંએ નજર રાખવાની તૈયારી હોય તો જ આ પ્રકારનો પોર્ટફોલિયો બનાવો. તેમના જણાવ્યા અનુસાર, વચ્ચે વચ્ચે રિવ્યું પણ જરૂર કરવો જોઈએ, તો જ તમને સારું રિટર્ન મળશે.

    આગળ વાંચો, બીજી શું છે રીત...

  • Make your own mutual fund and get good benefits

    એકસપર્ટ પાસેથી પણ લઈ શકો છો સલાહ

     

    શેરખાનમાં વાઈસ પ્રેસિડન્ટ મુદલ કુમાર વર્માના જણાવ્યા અનુસાર, જો આ પ્રકારના મ્યુચ્યુઅલ ફન્ડ બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો રોકાણકાર કોઈ પણ ફાઈનાન્શિયલ એક્સપર્ટ પાસેથી પણ સલાહ લઈ શકો છો. આ પ્રકારના પોર્ટફોલિયોમાં સામાન્ય રીતે રોજ સલાહની જરૂરિયાત પડતી નથી. વર્ષમાં એક કે બે વખત એક્સપર્ટસની સલાહ લઈ લેવામાં આવે તો રિટર્ન ખુબ જ સારું મળે છે.

     

    ઘણો ખર્ચ બચાવે છે આવો ફન્ડ

     

    જયારે કોઈ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરે છે તો તેને સૌથી પહેલા બ્રોકરને કમીશન આપવાનું હોય છે. બાદમાં દર વર્ષે મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ એક્સપેન્સ ચાર્જ વસુલે છે. જો કોઈ પોતાની જાતે જ મ્યુચ્યુઅલ બનાવવા માગે છે તો આ ખર્ચ બચે છે. 

     

    (નોંધઃ રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટસ દ્વારા આપવામાં આવી છે. આ અંગેની તપાસ તમે એક્સપર્ટ દ્વારા કરાવી લો અથવા તો પોતાની રીતે કરીને પછી જ રોકાણ કરવાનો નિર્ણય કરો. માર્કેટમાં કરવામાં આવતા રોકાણ સાથે રિસ્ક રહેલું છે.)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending