jeevan shanti policy / LICનો નવો પ્લાન: માત્ર એકવાર આપવા પડશે પૈસા, જીવનભર મળશે રિટર્નની ગેરંટી; દર વર્ષે મિનિમમ મળશે 32150 રૂપિયા

lic lunch jeevan shanti policy

divyabhaskar.com

Dec 29, 2018, 12:54 PM IST

યુટિલિટી ડેસ્ક: ભારતીય જીવન વીમા નિગમ (LIC)'જીવન શાંતિ' નામની એક નવી પોલિસી લઇને આવી છે. જ્યાં તમે માત્ર એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી જીવનભર પેન્શન મેળવી શકો છો. આ એક નોન માર્કેટ લિંક્ડ પ્લાન છે. એટલે કે તમને ગેરંટી અને ફિક્સ રિટર્ન મળે છે. આ રિટર્ન આપવાની ગેરંટી ખુદ એલઆઇસી આપે છે. આ પોલિસીની ખાસ વાત એ છે કે, આને તમે તમારા માતા-પિતા અથવા ભાઇ-બહેન સાથે જોઇન્ટ પણ કરાવી શકો છો. આનાથી તમારા માતા-પિતા અથવા ભાઇ-બહેન બાદ ચોક્કસ જ રોકાણ પર તમને પણ પેંશન મળતું રહેશે.
શું છે યોજના
એલઆઇસીની આ એક સિંગલ પ્રીમિયમ યોજના છે, જ્યાં તમે એકસાથે પૈસા જમા કરાવ્યા બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઇ જાય છે. અહીં તમારી પાસે બે વિકલ્પ હોય છે. તમે ઇચ્છો તો તાત્કાલિક તમારું પેન્શન શરૂ કરાવી શકો છો અથવા પછી પણ આને શરૂ કરાવી શકાય છે. LICના આ પ્લાનમાં તમારે એકસાથે પૂરા પૈસા ભરવાના રહેશે. જેમા મિનિમમ રકમ 5 લાખ અને મેક્સિમમ 1 કરોડ રૂપિયા છે. તમે 10 લાખ, 25 લાખ અને 50 લાખ રૂપિયા પણ એકવારમાં ઇન્વેસ્ટ કરી શકો છો. પેન્શન લેવા માટે તમારી ઉંમર 30 વર્ષની જોવી જરૂરી છે. એટલે તમે જો પૈસા આ પ્લાનમાં ઇન્વેસ્ટ કરશો તો તેનું પેન્શન 30 વર્ષની ઉંમરથી જ મળવાનું શરૂ થઇ જશે.
Example 1 :-
તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, તો એક વર્ષ બાદ જ તમે પેન્શન લેવાનું શરૂ કરી શકો છો.
મંથલી 2575 રૂપિયા
ત્રિમાસિક 7802 રૂપિયા
અર્ધ વાર્ષિક 15761 રૂપિયા
વાર્ષિક 32150 રૂપિયા

Example 2 :-
તમે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો 5 વર્ષ બાદ પેન્શન શરૂ કરી શકો છો જેમા તમને અલગ-અલગ વ્યાજ મળશે
ટાઇમ વાર્ષિક વ્યાજદર
5 વર્ષ 91800 9.18%
10 વર્ષ 128300 12.83%
15 વર્ષ 169500 16.95%
20 વર્ષ 192300 19.23%

ગેરન્ટેડ રિટર્ન અને ટેક્સ બેનીફિટ
આ પ્લાનમાં LIC તમને ગેરંટેડ રિટર્નની સાથે ટેક્સ બેનીફિટ પણ આપે છે. એટલે તમને જે પૈસા રિટર્ન થશે તેના પર તમારે ટેક્સ ચુકવવો પડશે નહીં. સાથે જ, આ પ્લાનમાં તમે એક નોમિની પણ બનાવી શકો છો. એટલે તમારા બાદ નોમિનીને બેનીફિટ મળશે.
- પોલિસી સાથે જોડાયેલી વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો
- હિન્દીમાં આ પ્લાનની જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો
- અંગ્રેજીમાં આ પ્લાનની જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો
કેવી રીતે લઇ શકાય પોલિસી
આ પોલિસી તમે ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને રીતે મેળવી શકો છો. ઓનલાઇન મેળવવા માટે તમારે એલઆઇસીની વેબસાઇટ પર જવાનું રહેશે. તે સિવાય તમે કોઇ પણ એલઆઇસી એજન્ટ દ્વારા ઓફલાઇન પણ પોલિસી લઇ શકો છો.
X
lic lunch jeevan shanti policy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી