તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર વર્ષે 6500 રૂપિયા વધી જશે તમારી ઇનકમ, LICની પોલિસી આપે છે ગેરંટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: LICની જીવન અક્ષય VI યોજના એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે. જેમા એકવાર રોકાણ કર્યા બાદ જીવનભર પેંશનના રૂપમાં સારા પૈસા મળી શકે છે. આ પોલિસીથી મળનાર લગભગ 6500 રૂપિયા દર વર્ષે તમારી ઇનકમમાં જોડાય જાય છે. આ યોજનામાં રોકાણના 7 વિકલ્પ મળે છે, જેમાથી તમે તમારા માટે કોઇપણ એક વિકલ્પ નક્કી કરી શકો છો. 

 

મૃત્યુ બાદ જીવનસાથીને મળશે આજીવન પેન્શન 

આમા કેટલાક વિકલ્પ એવા પણ છે, જેમા રોકાણકારની મૃત્યુ બાદ તેના જીવનસાથીને આજીવન પેંશન મળે છે. સિંગલ પ્રીમિયમ પ્લાનમાં માત્ર એક જ વાર રોકાણ કરવાનું રહે છે. એટલા માટે LIC પોલિસી આપતી વખતે જ જણાવી દે છે કે જીવનભર કેટલા પૈસા મળશે. ત્યારબાદ તેને વધારી અથવા ઘટાડી શકાતું નથી. પેન્શનના રૂપમાં મળનાર પૈસા મંથલી, ત્રણ મહિને, છ મહિને અથવા વર્ષમાં એક જ વારમાં મળી જાય છે. પૈસા મેળવવાના વિકલ્પની સાથે તેની ચુકવણી શરૂ થાય છે. જો મંથલી વિકલ્પ સિલેક્ટ કર્યો છે તો રોકાણના નેક્સ્ટ મહિનાથી જ પૈસા મળવાનું શરૂ થઇ જાય છે અને વાર્ષિક વિકલ્પ પસંદ કરવા પર નેક્સ્ટ વર્ષે આ પૈસા મળે છે. આ પ્લાનને લેવા માટે કોઇપણ પ્રકારના મેડિકલ ચેકઅપની જરૂર નથી. 

 

કેટલું મળી શકે છે દર મહિને પેન્શન 

LICના એક અધિકારી અનુસાર, આ પ્લાનમાં રોકાણના 7 વિકલ્પ છે. આમા એક લાખના રોકાણ પર 6410 રૂપિયાથી લઇને 6750 રૂપિયાની વચ્ચે વાર્ષિક પૈસા મેળવી શકાય છે. જો તમે દર વર્ષે આ યોજનામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આજના હિસાબથી તમારી આવક દર વર્ષે અંદાજિત 6.5 હજાર રૂપિયા વધતી જશે. 

 

કેટલા પૈસાનું કરી શકાય છે રોકાણ 

આ યોજનામાં કોઇપણ વિકલ્પ પસંદ કરી શકાય છે, પરંતુ એજન્ટના માધ્યમથી ન્યૂનતમ 1 લાખ રૂપિયા અને ઓનલાઇન રોકાણ પર ન્યૂનતમ 1.5 લાખ રૂપિયા રોકાણની શરત છે. મહત્તમ રોકાણની કોઇ સીમા નથી. આ પ્લાનને 30 વર્ષથી લઇને 85 વર્ષ સુધીનો કોઇપણ વ્યક્તિ અને મહિલા ખરીદી શકે છે. આ પ્લાનમાં રોકાણ ધારા 80c હેઠળ ટેક્સ ફ્રી રહે છે. આ પોલિસીને સરેન્ડર કરી શકાતું નથી અને આના પર કોઇ લોન પણ લઇ શકાતી નથી. 

 

વિકલ્પ 3 : ખરીદ કિંમતને પરત કરવાની સાથે આજીવન એન્યુટી
આ વિકલ્પ હેઠળ વીમાધારક જીવે ત્યાં સુધી તેને એન્યુટીની ચુકવણી કરવામાં આવશે, પોલિસીધારકની મૃત્યુ બાદ એન્યુટીની ચુકવણી બંધ થઇ જાય છે. 

 

વિકલ્પ 4: 3 ટકાના દરથી વધે છે એન્યુટી 
આ વિકલ્પ હેઠળ પાલિસીધારક જીવે ત્યાં સુધી તેને એન્યુટીની ચુકવણી કરવામાં આવશે. પ્રત્યેક વર્ષમાં એન્યુટીને 3 ટકા સાધારણ દરથી વધારવામાં આવશે. 

 

વિકલ્પ 5: આજીવન વાર્ષિકની સાથે પોલિસીધારકનું મૃત્યુ થવા પર તેના જીવનસાથીને 50 ટકા એન્યુટી મળે છે, આ ચુકવણી જીવનસાથીની મોત બાદ બંધ થઇ જાય છે. 

 

વિકલ્પ 6: આજીવન વાર્ષિક સાથે પોલિસી ધારકના મૃત્યુ બાદ જીવનસાથીને 100 ટકા એન્યુટી 

આ વિકલ્પ હેઠળ પર પોલિસીધારક જીવે ત્યાં સુધી એન્યુટીની ચુકવણી કરવામાં આવશે, સાથે જ વીમાધારકની મોત બાદ તેના જીવનસાથીને 100 ટકા પેન્શન ચુકવણી કરવામાં આવશે, આ ચુકવણી જીવનસાથીની મોત બાદ બંધ થઇ જશે. 

 

વિકલ્પ 7: આજીવન એન્યુટીની સાથે વીમાધારકની મોત બાદ જીવનસાથીને 100 ટકા એન્યુટી અને જીવનસાથીના મોત બાદ રકમ નોમિનીને મળશે
આ વિકલ્પ હેઠળ વીમાધારક જીવે ત્યાં સુધી એન્યુટીની ચુકવણી થતી રહેશે. વીમાધારકની મોત બાદ તેના જીવનસાથીને 100 ટકા પેન્શનની ચુકવણી થશે, અને જીવનસાથીના મોત બાદ પોલિસી બંધ થઇ જશે અને તેના નોમિનીને ખરીદ રકમની ચુકવણી કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...