ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» અનમોલ જીવન પ્લાન એલઆઇસી| LIC Anmol Jeevan II is low investment plan

    LICનો ટર્મ પ્લાન: હવે માત્ર રોજના 14 રૂપિયા ખર્ચવાથી મળશે 15 લાખનું કવર

    divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 01:08 PM IST

    ચાલુ પોલિસીએ ધારકની મોત થઇ જવા પર વીમાની સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવે છે
    • LICનો ટર્મ પ્લાન: હવે માત્ર રોજના 14 રૂપિયા ખર્ચવાથી મળશે 15 લાખનું કવર
      LICનો ટર્મ પ્લાન: હવે માત્ર રોજના 14 રૂપિયા ખર્ચવાથી મળશે 15 લાખનું કવર

      યુટિલિટી ડેસ્ક: અનમોલ જીવન-2 એલઆઇસીનો ટર્મ ઇન્શ્યોરેન્સ પ્લાન છે. જેમા 24 લાખ રૂપિયા સુધીનો પ્લાન લઇ શકાય છે. આ યોજના હેઠળ પોલિસી ધારકની મોત ચાલુ પોલિસીએ થઇ જાય, તો તેના નોમિનીને સંપૂર્ણ વીમાની રકમ આપવામાં આવે છે. જો કે આ એક ટર્મ પ્લાન છે, એટલે તેમા કોઇપણ પ્રકારનો મેચ્યોરિટી લાભ આપવામાં આવતો નથી.

      શું હશે પ્રીમિયમ

      ઉંમર: 30 વર્ષે
      પોલિસી ટર્મ: 20 વર્ષ
      સમ એશ્યોર્ડ: 15 લાખ
      વાર્ષિક પ્રીમિયમ: 5,345 રૂપિયા
      છ મહિનાનો પ્રીમિયમ: 2,727 રૂપિયા
      રોજનો ખર્ચ: 14 રૂપિયા

      તમને મળતા લાભ

      ઇનકમ ટેક્સ લાભ: તમારી ટેક્સેબલ સેલરીમાંથી દર વર્ષે જીવન વીમામાં 1,50,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરવા પર ઇનકમ ટેક્સ ધારા 80c હેઠળ ટેક્સ ફ્રી રહે છે. સાથે નોમિનીને મળતી રાશિ પણ ઇનકમ ટેક્સની ઘારા 10D હેઠળ ટેક્સ ફ્રી હોય છે.

      * ચાલુ પોલિસીએ ધારકની મોત થઇ જવા પર વીમાની સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવે છે.

      ઘ્યાન રાખવી આ વાત

      * આ યોજના હેઠળ જો તમે પ્રીમિયમની ચુકવણી વચ્ચેથી રોકો છો, તો તમને LIC તરફથી પ્રીમિયમ ભરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે. એક મહિના બાદ પણ જો તમે પ્રીમિયમ નહી ભર્યો હોય, તો તમારી પોલિસી અને તેમા મળતા લાભને બંધ કરી દેવામાં આવશે.

      * તમે તમારી રોકાયેલી પોલિસીને ફરી ચાલુ કરાવી શકો છો, આ માટે તમારે છેલ્લે ભરેલા પ્રીમિયમથી બે વર્ષની અંદર બાકી રહેલું પ્રીમિયમ ભરવાનું રહેશે.

      * આ યોજનામાં તમે તમારી પોલીસીને સરેન્ડર કરી શકતા નથી. તેવું કરવા પર તમને કોઇ પ્રકારની સરેન્ડર રકમ મળશે નહી.

      * આ યોજનામાં લોનની સુવિધા ઉપલબ્ધ નથી.

      શું છે યોજનાની શરતો

      મિનિમમ મેક્સિમમ
      વીમાની રકમ 6,00,000 24,00,000
      પોલિસી પીરિયડ 5 વર્ષ 25 વર્ષ
      પ્રીમિયમ ભરવાનો પીરિયડ પોલિસી પીરિયડના બરાબર પોલિસી પીરિયડના બરાબર
      પોલિસી ધારકની પ્રવેશ ઉંમર 18 વર્ષ 55 વર્ષ
      મેચ્યોરિટી પર ઉંમર - 65
      પેમેન્ટ મોડ 6 મહિને/વાર્ષિક 6 મહિને/વાર્ષિક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અનમોલ જીવન પ્લાન એલઆઇસી| LIC Anmol Jeevan II is low investment plan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `