ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» તમે જે દવા લઇ રહ્યા છો તે અસલી છે કે નકલી?, આ રીતે જાણી શકશો|Learn about Real or fake Medicine

  તમે ખરીદેલી દવા કેવી છે? જાણી શકશો માત્ર આ એક રીતથી

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 09:30 PM IST

  માર્કેટમાં વેચાવા આવતી દરેક દવાના પેકેટ પર અલગ અલગ યુનિક કોડ જોવા મળશે
  • તમે ખરીદેલી દવા કેવી છે? જાણી શકશો માત્ર આ એક રીતથી
   તમે ખરીદેલી દવા કેવી છે? જાણી શકશો માત્ર આ એક રીતથી

   નવી દિલ્હી: દુનિયાની સૌથી લોકપ્રિય ટેક્સટ મેસેંજિંગ એપ્સ Whatsaapના ઘણા ફિચર્સનો લાભ ઉઠાવ્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે હવે તમારા Whatsaapથી તમે જાણી શકશો કે તમે જે દવા ખરીદી રહ્યા છો તે અસલી છેકે નકલી? હેરાન થવાની જરૂર નથી. હકીકતમાં આગામી ત્રણ મહિનામાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પોતાની સૌથી વધારે વેચાતી દવાઓ પર યૂનિક કોડ યૂઝ કરશે. જેનાથી વ્યક્તિ દવાને લખતી સમગ્ર જાણકારી મેળવી શકશે.

   એક મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રગ ટેક્નિકલ સલાહકાર બોર્ડએ 16 મેના રોજ એક મીટિંગ યોજી હતી, જેમાં ટ્રેસ અને ટ્રૅક મિકેનિઝમને બોર્ડ તરફથી મંજૂરી આપવામાં આવી છે.

   14 આંકડાનો નંબર થશે પ્રિંટ

   રિપોર્ટ અનુસાર 300 મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓની દવાઓ પર 14 આંકડાનો નંબર પ્રિન્ટ કરવામાં આવશે. બજારમાં મળતી દવાઓના પેકેટ અને બોટલો પર આ યૂનિક નંબર પ્રિન્ટ હશે. તેની સાથે

   દવાઓ પર એક મોબાઇલ નંબર પર પ્રિંટ કરવામાં આવશે. જેને કંપની તરફથી જાહેર કરવામાં આવશે.દવાના પેકેટ અને બોટલ પર આપેલા નંબરને યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ દવા પર આપવામાં આવેલા મોબાઇલ નંબર પર તે 14 આંકડાના કોડને મેસેજ કરવાનો રહેશે. મેસેજ મોકલતા જ દવા બનાવનારી કંપનીનું નામ, બેચ નંબર, સરનામું અને દવા ક્યારે બની છે અને શું છે તેની એક્સપાયર ડેટ સહિતની સમગ્ર જાણકારી મળી રહેશે.

   વધશે જાગૃત્તા અને વિશ્વાસ

   આ સમગ્ર યોજના લોકોને જાગૃત કરવા અને અસલી દવા પર તેનો વિશ્વાસ વધારવા માટે છે. માનવામાં આવે છેકે આ પ્રોજેક્ટ દ્વારા નકલી દવાઓને બનતી અટકાવવામાં સરળતા રહેશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તમે જે દવા લઇ રહ્યા છો તે અસલી છે કે નકલી?, આ રીતે જાણી શકશો|Learn about Real or fake Medicine
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `