રજાને લઈ બોસે TV એક્ટરની પ્રેગ્નેન્ટ વાઈફને કરતો હતો હેરાન, ટેન્શનને કારણે થયું મિસકેરેજ

દરેક નોકરીયાતને મળે છે આટલા અધિકાર, ના મળવા પર કરી શકે છે ફરિયાદ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 07:28 PM
know your job right about salary and sick leave

યુટિલિટી ડેસ્ક: સીરિયલ 'યે હે મોહબ્બતેં'ના એક્ટર સુમિત સચદેવની પત્ની અમૃતા ગુજરાલનું મિસકેરેજ થઇ ગયું છે. અમૃતા પ્રાઇવેટ કંપનીમાં જોબ સમયે ફિઝિકલ અને મેન્ટલ તણાવમાં રહેતી હતી, જેના કારણે પ્રેગ્નેન્સીમાં કોમ્પિલેકશન વધવા લાગી અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. તે સમયે કંપનીએ તેને ટર્મિનેશન લેટર આપી નોકરીમાંથી નિકાળી દીધી. આ ન્યૂઝથી તે તણાવમાં આવી ગઇ અને માત્ર 30 મિનિટ બાદ તેનું મિસકેરેજ થઇ ગયું.

ઓનલાઇન પિટિશનની કરી દાખલ
કપલે ન્યાય માટે ઓનલાઇન પિટિશન પણ દાખલ કરી છે. પિટિશન અનુસાર અમૃતાના બોસ મિસ્ટર પ્રહલાદ અડવાણીએ તેની રજાઓ કેન્સલ કરી ઘરેથી કામ કરવાની પરમિશન પણ નહોંતી આપી. પ્રાઇવેટ નોકરી કરી રહેલા એમ્પ્લોઇ માટે અલગથી કોઇ વિશેષ અધિકાર આપવામાં આવ્યા નથી, પરંતુ કેટલાક એવા લો છે જે દરેક એમ્પ્લોઇ પર લાગુ પડે છે.

એમ્પ્લોઇમેન્ટ એગ્રીમેંટ આપવું જરૂરી
જો તમે કોઇ કંપનીમાં નોકરી કરી રહ્યા છો તો સંબંધિત કંપનીને લિખિતમાં એમ્પ્લોયમેંટ એગ્રીમેન્ટ આપવું જરૂરી છે. આ એક લીગલ ડોક્યુમેંટ હોય છે. આમા એમ્પ્લોઇમેંટની ટર્મ્સ એંડ કન્ડીશન લખવામાં આવે છે. જેનાથી એમ્પ્લોયરની સાથે એમ્પ્લોયને પણ સિક્યુરિટી અને પ્રોટેક્શન મળે છે. લો અનુસાર કોઇ પણ એમ્પ્લોયરને આ એગ્રીમેંટ પોતાના એમ્પ્લોયને આપવું જરૂરી છે. કંપનીમાં કામ શરૂ કર્યા પહેલા જ આ એગ્રીમેંટ તમને મળી જાય છે. દરેક એમ્પ્લોયને આ એગ્રીમેંટને ધ્યાનથી વાંચી લેવું જોઇએ. જો તમને લાગે છે કે કોઇ એવી શરત છે જો ખોટી છે તો તમે તમારી રીતે વાત કરી શકો છો અથવા પ્રોફેશનલ હેલ્પ લઇ શકો છો.

રજાઓનો હોય છે અધિકાર
આ જ પ્રકારથી દરેક એમ્પ્લોઇને રજા લેવાનો અધિકાર હોય છે. આમા કેઝ્યુઅલ લીવ, સિક લીવ, અર્ન્ડ લીવ અને અન્ય બીજી લીવ સામેલ હોય છે. જો કોઇ ઇમરજન્સી આવે છે તો તમે કેઝ્યુઅલ લીવ લઇ શકો છો. બીમાર પડવા પર તમે સિક લીવનો યુઝ કરી શકો છો. અર્ન્ડ લીવ લાંબી રજાઓની કેટેગરીમાં આવે છે અને તે પહેલાથી પ્લાન હોય છે. જ્યારે તેના સિવાય પણ ઘણી રજાઓ હોય છે, જેમા, પેડ, અનપેડ અને હાફ પેડ લીવ સામેલ હોય છે.આવામાં તમે તમારી જરૂરીઆત હિસાબથી રજા પ્લાન કરી શકો છો.

આ હોય છે કાયદા

કોઇ પણ એમ્પ્લોયને મિનિમમ વેઝ પર જ જોબ પર રાખી શકાય છે. લેબર ઓફિસથી તમે મિનિમમ વેઝની જાણકારી લઇ શકો છો.
એમ્પ્લોયને મહિનાની 10 તારીખ સુધીમાં કોઇપણ સંજોગોમાં સેલરી મળી જવી જઇએ.
એક સરખા કામ માટે અલગ- અલગ સેલરી આપવી યોગ્ય નથી. મહિલા હોય કે પુરુષ એક સરખા કામ માટે એક સરખી સેલરી હોવી જોઇએ.
9 કલાકથી વધારે કોઇપણ કંપની કામ કરાવી શકતી નથી.
અઠવાડિયામાં એક રજા દરેક એમ્પ્લોયને મળવી જોઇએ.
જો એમ્પ્લોયર ઓછી સેલરી આપે છે તો તમે લેબર ઓફિસમાં તેની સામે ફરિયાદ કરી શકો છો.
જો કોઇ એમ્પ્લોય ઓછા પગારમાં કામ કરવા માટે તૈયાર છે તો પણ એમ્પ્લોયરની ફરજ છે કે તે યોગ્ય ચુકવણી કરે.
સેલરીની ચુકવણી કેસમાં કરવી જોઇએ.

X
know your job right about salary and sick leave
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App