Home » National News » Utility » મોતીની ખેતી કરી મહિને કરો 1 લાખની કમાણી|know you get 1 lakh per month in Pearl farming

સરકાર પાસે શીખો મોતીની ખેતી, મહિને 1 લાખ સુધી કમાવાની તક

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 07:51 PM

ક્વોલિટીના હિસાબથી માર્કેટમાં એક મોતીની કિંમત 250થી લઇ 15 હજાર સુધીની હોય છે

 • મોતીની ખેતી કરી મહિને કરો 1 લાખની કમાણી|know you get 1 lakh per month in Pearl farming

  યુટિલિટી ડેસ્ક: મોતીની ખેતીમાં 2 લાખનું ઇન્વેસ્ટમેંટ કરી મહિને 1 લાખ સુધીની કમાણી કરી શકાય છે. જોકે આ બિઝનેસમાં સમય અને સ્કીલ બંન્નેની જરૂર પડે છે. દોઢ વર્ષ પછી જ્યારે મોતી બનીને તૈયાર થાય છે ત્યારે મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. ક્વોલિટીના હિસાબથી માર્કેટમાં એક મોતીની કિંમત 250થી લઇ 15 હજાર સુધીની હોય છે.

  આ રીતે થાય છે મોતીની ખેતી

  ઇન્ડિયન પર્લ કલ્ચરના ફાઉન્ડર અશોક મનવાની અનુસાર, મોતીઓની ખેતી તે જ પ્રકારે કરવામાં આવે છે જેવી રીતે નેચરલ મોતી તૈયાર થાય છે. તેની ખેતી તમે કોઇ તળાવમાં અથવા 1000 સ્ક્વેર-ફૂટમાં તળાવ બનાવીને પણ કરી શકો છો. તળાવ બનાવ્યા બાદ માર્કેટ અથવા માછલી ઘરથી સીપ ખરીદવાની રહેશે. ક્વોલિટી હિસાબથી એક સીપ અંદાજિત 1.5થી 5 રૂપિયાની વચ્ચે મળી જાય છે. ત્યારબાદ 2-3 દિવસ માટે સીપને તળાવમાં રાખી દો. તેનાથી સીપની માંસપેશિયો ઢીલી પડી જાય છે અને સરળતાથી સર્જરી થઇ શકે છે. પછી એક્સપર્ટની મદદ લઇ સીપની સર્જરી કરી તેની અંદર જે ડિઝાઇનના મોતીની જરૂર છે તેનો ફ્રેમ નાખી દો. ત્યારબાદ નાયલોનની બેગમાં સીપને પાણીથી ભરી મોટા વાસણમાં 10 દિવસ માટે મૂકી દો. તે પાણીમાં એન્ટીબાયોટિક પણ મિક્ષ કરી લેવું. તે સમયે દરરોજ સીપની તપાસ કરવામાં આવે છે કે મોતી મરી તો નથી ગયાને.

  10 દિવસ બાદ તળાવમાં નાખો સીપ

  10 દિવસ એંટીબાયોટિક પાણીમાં રહ્યા બાદ સીપમાં જીવીત બચેલા મોતીને તળાવમાં નાખી દો. આ સીપોને નાયલોનની બેગમાં રાખીને ( 1 બેગમાં 2 સીપ) વાંસ અથવા પાઇપના સહારે તળાવમાં 1 મીટર ઉંડા પાણીમાં લટકાવી દો. ધ્યાન રાખવું કે કોઇપણ સીપ એવી ના રહી જાય જે વાંસમાં લટકેલી જોવા છતા સંપૂર્ણ રીતે પાણીમાં ના હોય. વચ્ચે-વચ્ચે ઓર્ગેનિક ખાતર તળાવમાં નાખતા રહો. તેનાથી સીપની હેલ્થ સારી રહે છે અને સીપની અંદર મોતી બનવાની પ્રોસેસ પર ઝડપથી થવા લાગે છે. અંદાજિત દોઢ વર્ષ બાદ બધીજ સીપીને બહાર નિકાળીને તેમાથી મોતી નિકાળી લો.


  મહિને 1 લાખ સુધીની થાય છે કમાણી

  એજેન્ટ મારફતે આ મોતિયો વેચવા પર સરેરાશ 250થી 500 રૂપિયા પ્રતિ મોતી વેચાય છે. બીજી તરફ જો તમે જાતેજ આ મોતી બજારમાં વેચો છો તો તેની કિંમત 600થી 800 રૂપિયા સુધીની થઇ જાય છે. દેશમાં આ મોતીઓની સૌથી વધારે ખરીદી અમદાવાદ, મુંબઇ, બેંગલુરુ, હૈદરાબાદ, સુરત સહિત અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઇ ક્વોલિટીના મોતી માટે 2000થી 15000 સુધી પણ મળી જાય છે. અમૂમન મોતીની ખેતીના 2-4 હાઇ ક્વોલિટીના મોતી તૈયાર થાય છે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં 12થી 15 મહિનામાં મોતી તૈયાર થાય છે. ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં 18 મહિનામાં તૈયાર થાય છે.

  મોતીઓની ખેતી માટે સરકાર આપે છે ટ્રેનિંગ

  ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચ (ICAR)ની CIAF વિંગ (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર) મોતીની ખેતી માટે ફ્રીમાં ટ્રેનિંગ આપે છે. 15 દિવસની આ ટ્રેનિંગ ભુવનેશ્વરના સમુદ્ર કિનારે થાય છે.
  જેમા સર્જરી સહિતની સંપૂર્ણ પ્રોસેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ ટ્રેનિંગ લેવા માંગતા હોય તેમણે આ નંબર (0674 - 2465421, 2465446) પર સંપર્ક કરવાનો રહેશે. સરકાર મોતીની ખેતી માટે લોન પણ આપે છે. કોર્મર્શિયલ બેન્ક 15 વર્ષ માટે સ્પેશિયલ ઇન્ટ્રેસ્ટ રેટ પર લોન આપે છે. સાથે કેન્દ્ર સરકાર તરફથી સબ્સિડીની યોજનાઓ પણ સમય-સમય પર જાહેર કરવામાં આવે છે.

  20 હજાર કરોડનું છે માર્કેટ

  મોતિઓનો વર્લ્ડવાઇડ બિઝનેસ અંદાજિત 20 હજાર કરોડથી પણ વધારે છે. ભારત દર વર્ષે 50 કરોડથી પણ વધારે મોતી ઇમ્પોર્ટ કરે છે. સાથે ઇન્ડિયાથી વર્ષે 100 કરોડથી વધારે મોતીઓ એક્સપોર્ટ થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ