ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ATMમાંથી પૈસા ન નીકળે તો|know you complaint against bank, If you do not get money from the ATM

  ATMમાંથી પૈસા ન નીકળે તો બેંક સામે થઇ શકે ફરિયાદ

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 12:26 PM IST

  2017માં વ્યક્તિને બેન્કે 1500 રૂપિયા વળતર પેટે આપવા પડ્યા હતા
  • ATMમાંથી પૈસા ન નીકળે તો બેંક સામે થઇ શકે ફરિયાદ
   ATMમાંથી પૈસા ન નીકળે તો બેંક સામે થઇ શકે ફરિયાદ

   યુટિલિટી ડેસ્ક: ઘણીવખત એવુ બનતું હોય છે લોકો એટીએમમાં પૈસા કાઢવા જાય પરંતુ કોઇ ટેકનિકલ કારણોસર પૈસા નથી નિકળતા. ક્યારેક એટીએમ મશીનમાં કેશ નથી હોતી, આવા કેસમાં સામાન્ય રીતે વ્યક્તિ અન્ય કોઇ એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો એટીએમમાંથી પૈસા ન નિકળે તો તમે બેંક વિરુદ્ધ કંજ્યૂમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો, જો ફોરમને તમારી ફરિયાદ યોગ્ય લાગશે તો બેન્કે તમને પડેલી અસુવિધા બદલ વળતર ચૂકવવું પડશે. આવી જ એક ઘટના 2017માં રાયપુરમાં થઇ હતી. જેમા વ્યક્તિને બેન્કે 1500 રૂપિયા વળતર પેટે આપવા પડ્યા હતા.

   2017માં બની હતી આવી એક ઘટના

   2017માં રાયપુરના રાજીવ અગ્રવાલ 25,26,અને 30 એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી સતત SBI એટીએમમાંથી પૈસા ન નિકળતા 4 મે 2017ના રોજ ગ્રાહક સુરક્ષામાં તેની ફરિયાદ નોંધાવી હતી. ફોરમે તેમની ફરિયાદને યોગ્ય સ્વીકારી હતી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ફોરમએ આદેશ આપ્યો હતો કે, બેન્ક ગ્રાહકને એટીએમ કાર્ડ સાથે જોડાયેલી પૂરતી સેવાઓ આપવામાં અસફળ રહી છે, જેના કારણે ગ્રાહકને પડેલી મુશ્કેલીઓને પરિપૂર્ણ કરવા માટે બેન્કે વળતર પેટે 1500 રૂપિયા ત્રણ દિવસની અંદર ગ્રાહકને આપવાના રહેશે.

   સમગ્ર ઘટના પાછળ બેન્કની સેવાઓની કમી માનતા ફોરમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર 2500 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. બેન્ક ઓફિસરોએ જણાવ્યું હતું કે એટીએમમાંથી પૈસા ન નિકળવા પર બેન્ક પર લાગલા દંડનો આ પહેલો કિસ્સો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ATMમાંથી પૈસા ન નીકળે તો|know you complaint against bank, If you do not get money from the ATM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `