Home » National News » Utility » Know various important health test

ઉંમર પ્રમાણે જાણો કઈ ઉંમરમાં કયો મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:02 PM

વધતી ઉંમરની સાથે-સાથે ઘણાં પ્રકારના પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે

  • Know various important health test
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ વધતી ઉંમરની સાથે-સાથે ઘણાં પ્રકારના પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. જો યોગ્ય સમયે ખબર પડી જાય તો ઘણાં પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. આ બીમારીઓ બાબતે જાણવા માટે સમય-સમયે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. મોટા ભાગે આપણે બીમાર પડીએ પછી જ ડોકટર દ્વારા જે ટેસ્ટ સજેસ્ટ કરવામાં આવે તે કરાવીએ છીએ. જોકે આમ ન કરતા આપણે આપણા સ્વાસ્થ્ય બાબતે જાગ્રૃત રહીને અહીં જણાવ્યા મુજબના ટેસ્ટ કરાવતા રહીએ તો આપણને નિરોગી રહેવામાં મદદ મળે છે.

    બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન ડો. મનીષ જૈન જણાવી રહ્યાં છે કે ઉંમરના હિસાબથી કયાં મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ.

    આગળની સ્લાઈડસમાં જાણો કઈ ઉંમરમાં કયો હેલ્થ ટેસ્ટ કરાવવો જોઈએ...

  • Know various important health test
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    0થી 1ની ઉંમરમાં 

     

    જો ન્યુબોર્ન બેબીની શારિરીક અને માનસિક લેવલની યોગ્ય જાણકાર મેળવવી હોય તો થાઈરોઈડ ટેસ્ટ કરાવી શકો છો. જો બાળક સંપૂર્ણ રીતે હેલ્ધી છે તો કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    2થી 3ની ઉંમરમાં

     

    જયારે બાળક 2 વર્ષનું થાય છે ત્યારે ઘણાં પ્રકારની ચીજો ખાવા લાગે છે. આ કારણે તેના પેટમાં કીડા પણ બનવા લાગે છે. આ સમયે તમારે એ જાણવું જોઈએ કે બાળકના પેટમાં કીડા છે કે નહિ. આ માટે સ્ટૂલ ટેસ્ટ કરાવી શકો છો.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    4થી 5ની ઉંમરમાં

     

    જો બાળકની હાઈટ, વજન, દાંત અને આંખ વિશે જાણકારી જોઈએ તો આ ઉંમરમાં ડોકટરની સલાહથી નોર્મલ મેડિકલ ચેકઅપ કરાવી શકો છો. તેનાથી બાળકના મેન્ટલ અને ફિઝીકલ લેવલની યોગ્ય જાણકારી મળી શકે છે.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    10થી 14ની ઉંમરમાં

     

    આ ઉંમરમાં બાળકોનું રેગ્યુલર ચેકઅપ કરાવી શકો છે. તેનાથી ઘણાં પ્રકારની બિમારીઓની માહિતી મળે છે


    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    15થી 19 ઉંમરમાં

     

    આ ઉંમરમાં છોકરાઓનું વજન વધુ છે તો એવામાં એક્સ-રે, લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ, બ્લડ શુગર કે થાઈરોઈડ ટેસ્ટ કરાવી શકો છો. છોકરીઓ આ ઉંમરમાં જો પિરિયડસમાં યોગ્ય સમયમાં ન થઈ રહી હોય તો હોર્મોનલ કે થાઈરોઈડ ટેસ્ટ કરાવવો જોઈએ.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    20થી 39ની ઉંમરમાં

     

    આ ઉંમરે કોઈ હેલ્થ પ્રોબ્લેમ થાય છે તો ડોકટરની સલાહથી રૂટીન ચેકઅપ કરાવો. જો મહિલાઓને આ ઉંમરમાં પીરિયડસ યોગ્ય સમયે ન આવી રહ્યો હોય તો PCOD ટેસ્ટ કરાવો. જો કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે તો પ્રેગનન્સીના પ્રથમ 3 મહીનામાં બ્લડ શુગર, થાઈરોઈડ, યુરિન ટેસ્ટ, થેલીસીમિયા, હીમોગ્લોબિન અને એચઆઈવ ટેસ્ટ કરાવી શકો છે.

     

    આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    40થી 50ની ઉંમરમાં કરો

     

    આ ઉંમરમાં પહોંચીને જો પુરુષોનું વજન ખુબ જ વધુ છે તો રૂટિન ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આ ઉંમરમાં પહોંચીને મહિલાઓને બ્રેસ્ટમાં કોઈ હેરાનગતિ કે ગાંઠ હોવાનું લાગી રહ્યું છે તો મેમોગ્રાફી કરાવી શકો છો. જો પેટની નીચેના હિસ્સામાં દુખાવો થઈ રહ્યો છે કે પિરિયડસ સમયે નથી આવી રહ્યો તો પેલ્વિક સોનોગ્રાફી કરાવી શકો છો.

     

    આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

  • Know various important health test

    50થી ઉપરની ઉંમરમાં 

     

    જો મહિલા અને પુરુષો બંનેને યુરિન કરવામાં મુશ્કેલી થઈ રહી છે તો યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ. જો ઓછું કામ કરવામાં વધુ થકાવટ અનુભવાય છે અને પરસેવો થાય છે તો હાઈ BPનો ટેસ્ટ કરાવી શકો છો. જો આ ઉંમરમાં હાડકા સાથે સંકળાયેલો કોઈ પ્રોબ્લેમ છે તો બોન મિનરલ ડેંસિટી ટેસ્ટ કરાવી શકો છો. જો પુરુષને પ્રોસ્ટેટમાં કોઈ પ્રોબ્લેમ છે તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજેન ટેસ્ટ કરાવી શકાય છે. જો હેલ્થ પ્રોબ્લેમ સતત રહે છે તો ડોકટરની સલાહ પ્રમાણે રૂટિન ચેકઅપ કરાવતા રહો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ