પ્રથમ વાર કરી રહ્યાં છો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, ધ્યાનમાં રાખો 5 બાબતો

ક્રેડિટ કાર્ડ વાપરો છો તો આ બાબતોની ખાસ કાળજી રાખો

Divyabhaskar.com | Updated - May 29, 2018, 06:16 PM
Know these 5 things if you use credit card

યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર એવું થાય છે કે આપણને પૈસાની જરૂરિયાત હોય પણ આપણા ખિસ્સામાં પૈસા ન હોય. આ સંજોગોને ધ્યાનમાં રાખીને હાલ મોટા ભાગના લોકો ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા થયા છે. જેથી પૈસા ન હોય ત્યારે પૈસા મળી રહે અને પૈસા આવી ગયા બાદ તેની ચુકવણી કરી શકાય. જોકે આ ફાયદા ઉપરાંત પણ ક્રેડિટ કાર્ડ વાપરતા હોવ તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. જો આ બાબતોને ધ્યાનમાં રાખશો તો કયારે પણ તમને નુકશાન થશે નહિ.

1 જાણો તમામ ડિટેલ્સ

ક્રેડિટ કાર્ડ લેતી વખતે જરૂરી ડિટેલ્સ જેમ કે ઈન્ટરસ્ટ રેટ, ક્રેડિટ કાર્ડ ચુકવવાનો સમય, ફીસ વગેરેને જાણી લો.

2 ટાઈમ પર ચુકવો બિલ

દર મહિને તમારું ક્રેડિટ કાર્ડનું બિલ સમય પર ભરો. તેનાથી તમે ટેન્શનથી બચશો, સાથે જ તમારો ક્રેડિટ સ્કોર પણ સારો રહેશે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, બીજી કઈ છે ટિપ્સ...

Know these 5 things if you use credit card

3 ઘણાં બધા ક્રેડિટ કાર્ડ લેવાથી બચો

 

ઘણાં બધા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાઈ કરવાથી બચો. વધુ ક્રેડિટ કાર્ડ લેવાથી તમારી ક્રેડિટ હિસ્ટ્રી નેગેટીવ બને છે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમે કોઈ કાર્ડનું બિલ ચુકવવાનું ભુલી જાવ.

 

આગળ વાંચો, સંપૂર્ણ લિમિટ સુધી ન કરો ખર્ચ

Know these 5 things if you use credit card

સંપૂર્ણ લિમિટ સુધી ન કરો ખર્ચ

 

ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટને યુટિલાઈઝ કરવાની કોશિશ ન કરો. ખર્ચ લિમિટને ન છૂપાવો. એ રીતે મેનેજ કરો. લિમિટ સુધી ખર્ચ કરવા પર તમારી ઉપર ક્રેડિટ ચૂકવવાનો બોજો વધી શકે છે. સાથે જ તમને વધુ ખર્ચ કરવાની આદત પણ લાગી શકે છે. પછી ટાઈમ પર પેમેન્ટ ન કરવા પર ક્રેડિટ કાર્ડ સ્કોર નકારાત્મક રૂપથી પ્રભાવિત થાય છે.

 

આગળ વાંચો, સિબિલ સ્કોર અને રિપોર્ટનું રાખો ધ્યાન

Know these 5 things if you use credit card

સિબિલ સ્કોર અને રિપોર્ટને કરો એક્સેસ

 

તમારો ક્રેડિટ રિપોર્ટ શું છે, તેમાં શું છે, તેની જાણકારી થવાથી તમને તમારી ફાઈનાન્સને સારી રીતે મેનેજ કરવામાં મદદ મળશે. આ સિવાય તમને રિપોર્ટમાં જઈ રહેલી ખોટી ઈન્ફોર્મેશનની પણ માહિતી રહેશે.

X
Know these 5 things if you use credit card
Know these 5 things if you use credit card
Know these 5 things if you use credit card
Know these 5 things if you use credit card
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App