ફોરેઇન ટૂર પર જવુ છે, જાણીલો આ 8 દેશમાં કેવી છે ટૂરિસ્ટ વિઝા પ્રોસેસ

કયા દેશમાં કેવા પ્રકારની વિઝા પ્રોસેસ છે, તે અંગે તમે જણાતા નથી તો આજે અમે એ અંગે જણાવી રહ્યાં છીએ.

divyabhaskar.com | Updated - Mar 31, 2018, 03:15 PM
know the tourist visa process of these 8 country

યુટિલિટી ડેસ્કઃ ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ પ્રવાસના શોખીન હોય છે. વેકેશન પડતાં ગુજરાતીઓ દ્વારા દેશના જાણીતા સ્થળો અથવા તો વિદેશ ટૂરિંગનું આયોજન કરવામાં આવતું હોય છે. તમે પણ જો આવું જ કોઇ પ્લાનિંગ કરી રહ્યાં છો અને તમારી યાદીમાં વિવિધ દેશો છે જ્યાં તમે જવાનું વિચારી રહ્યાં છો, પરંતુ કયા દેશમાં કેવા પ્રકારની વિઝા પ્રોસેસ છે, તે અંગે તમે જણાતા નથી તો આજે અમે અહીં એવા જ 8 દેશોની વિઝા પ્રોસેસ અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં ટૂરિસ્ટ વિઝા પણ જનારા પ્રવાસીઓની સંખ્યા વધારે હોય છે. તો ચાલો કયા દેશમાં કેવી છે ટૂરિસ્ટ વિઝાની પ્રોસેસ જાણીએ.

ઓસ્ટ્રેલિયાના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- છ મહિનાની વેલિડિટીવાળો પાસપોર્ટ.
- જો જુનો પાસપોર્ટ હોય તો તેને પણ સાથે રાખવો.
- વિઝા એપ્લિકેશન ફોર્મ.
- 35x45mm બે ફોટોગ્રાફ, વાઈટ બેકગ્રાઉન્ડ, મેટ ફિનિશવાળા. ફોટોમાં દાંત દેખાવા ન જોઈએ આંખ, કાન અને કપાળ સ્પષ્ટ દેખાવું જોઈએ.
- કવરિંગ લેટર જેમાં એપ્લિકેશનની વિગત હોય, પાસપોર્ટ, ટ્રાવેલ, અને કોણ ખર્ચ ભોગવી રહ્યું છે તેની વિગત હોય. (નોકરી કરતા હોય તો કંપનીનો લેટરહેડ જોઈશે.)
- પાનકાર્ડ કે આધારકાર્ડ.
- છેલ્લા ત્રણ વર્ષનું ઈન્કમટેક્સ રિટર્ન કે ફોર્મ-16.
- પુરતા બેલેન્સવાળું છ મહિનાનું બેકસ્ટેટમેન્ટ (બેન્કના સિક્કાવાળું)
- નોકરી કરતા હોવ તો ત્રણ મહિનાની પે સ્લિપ.
- કંપનીના લેટરહેડમાં લીવ એપ્રુવલ લેટર.
- નોકરી કરનાર માટે કંપની રજીસ્ટ્રેશન પ્રુફ.
- વિદ્યાર્થિ હોય તો બોનાફાઈડ લેટર, આઈડી કાર્ડ, NOC લેટર (સ્કૂલ-કોલેજનો).
- જો રિટાયર્ડ વ્યક્તિ હોય તો રિટાયરમેન્ટ પ્રુફ.
- હોટેલ બુકિંગ.
- બન્ને વખતની એર ટિકિટ.
- 18 વર્ષથી નિચેની વ્યક્તિ મુસાફરી કરે તો પેરેન્ટ્સનું એનઓસી.

અન્ય દેશો અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

know the tourist visa process of these 8 country

અમેરિકાના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- ઓરિજિનલ પાસપોર્ટ
- 1 ફોટા 50 X 50mm, વ્હાઇટ બેકગ્રાઉન્ડ,  70% ફેસ કવર.
- છેલ્લા ત્રણ વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન/ફોર્મ 16
- બેન્ક સ્ટેટમેન્ટ/પાસબુક અપડેટેડ
- કંપની રજિસ્ટ્રેશન પ્રૂફ જો સેલ્ફ ઇમ્પ્લોય હોવ તો
- છેલ્લા છ મહિનાની સેલરી સ્લિપ(ઇમ્પ્લોય હોવ તો)
- ઇમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ
- વિદ્યાર્થી હોવ તો સ્ટૂડન્ટ સ્કૂલ/કોલેજ આઇડી કાર્ડ
- જો નિવૃત્ત હોવ તો રિટાયર લેટર/ પેન્શન ઓર્ડર
- ટૂર પ્લાન
- હોટલ બુકિંગ( જો કરાવી હોય તો)
- આ ઉપરાંત એફડી, શેર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, એએસસી, પીપીએફ, પ્રોપર્ટી પેપર્સ અથવા અન્ય કોઇ ફાયનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ.

જો તમને કોઇ સ્પોન્સરિંગ કરી રહ્યું છે તો
- સિગ્નેચર આઇડી પ્રૂફ સાથેનો સ્પોન્સર લેટરઞ
- છેલ્લા ત્રણ વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન/ફોર્મ 16
- બેન્ક સ્ટેટમેન્ટ/પાસબુક અપડેટેડ
- આ ઉપરાંત એફડી, શેર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, એએસસી, પીપીએફ, પ્રોપર્ટી પેપર્સ અથવા અન્ય કોઇ ફાયનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ.

યુએસએ વિઝા પ્રોસેસિંગ અને પ્રોસિઝર
- ડોક્યુમેન્ટ જરૂરી
- ઓરિજિનલ પાસપોર્ટ+ પ્રિવિયસ પાસપોર્ટ
- યુએસએ વિઝા મેન્યુઅલ ફોર્મ

યુએસએ વિઝા પ્રોસિઝર
- ઉપરના ડોક્યુમેન્ટ આફ્યા બાદ ઓનલાઇન DS-160 ફોર્મ ભરવું પડે છે.
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદમાં તેમાં ભરેલી માહિતીને વેરિફાઇ કરવામાં આવે છે.
- કન્ફર્મેશન મળ્યા ફોર્મને સ્વીકારવામાં આવે છે અને ફોર્મનું CEAC કન્ફર્મેશન ક્રિએટ કરવામાં આવે છે.
- એપોઇન્ટમેન્ટ શિડ્યુલિંગ અને વિઝા ફી ભર્યા બાદ ફોર્મને કન્ફર્મ કરવામાં આવે છે અને ઓનલાઇન પ્રોફાઇલ ક્રિએટ કરવામાં આવે છે. વિઝા ફી ભર્યા પછીના 24થી 48 વર્કિંગ દિવસોમાં - પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવે છે. એકવાર રિસિપ્ટ એક્ટિવેટેડ થાય ત્યારબાદ બાદ વિઝા એપોઇન્ટમેન્ટને શિડ્યૂલ કરવામાં આવે છે. 
-  વિઝા ફીઃ 11200/- પ્રતિ વ્યક્તિ.

know the tourist visa process of these 8 country

કેનેડાના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- કેનેડા પહોંચો ત્યાંથી લઇને છ મહિના સુધીની વેલેડિટીવાળો ઓરિજિનલ પાસપોર્ટ+ઓલ્ડ પાસપોર્ટ.
- વિઝા એપ્લિકેશન ફોર્મ્સ.
- 3 કલર ફોટોગ્રાફઃ 35mm x 45mm, વ્હાઇટ બેક્ગ્રાઉન્ડ, 80% ફેસ કવર.
- વિઝા માટે અરજી કરનારની માહિતી, ટ્રાવેલ તથા સાથે ટ્રાવેલિંગ કરનારની માહિતી સાથેનો કવરિંગ લેટર.
- હોટલ બુકિંગ.
- ડે ટૂ ડે ટૂર અંગેની માહિતી.
- એર ટિકિટ્સ.
- એમ્પ્લોયર/સ્કૂલ/કોલેજમાંથી ઓરિજિનલ લીવ લેટર.
- જો એમ્પ્લોય હોવ તો છ મહિનાની સેલરી સ્લિપ.
- જો સેલ્ફ એમ્પ્લોય હોવ તો- Shop Act / MOA /Deed.
- ત્યાંના ખર્ચને પહોંચી વળો તેટલા સોફિશિયન્ટ્સ બેલેન્સ સાથે છેલ્લા છ મહિનાનું અપડેટેડ ઓરિજિનલ પર્સનલ બેન્ક સ્ટેટમેન્ટ્સ.
- છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ/ફોર્મ 16.
- જો સ્ટૂડન્ટ હોવ તો સ્કૂલ/કોલેજ આઇડી કાર્ડની કોપી.
- જો નિવૃત્ત હોવ તો રિટાયર્મેન્ટ પ્રૂફ/પેન્શન પાસબુક અથવા સ્લિપ્સ.
- વિઝા ફીઃ 5800/- પ્રતિ વ્યક્તિ.
- વિઝા પ્રોસેસિંગઃ એમ્બસી પ્રોસેસિંગ પ્રમાણે 35 કે તેથી વધુ દિવસ.

know the tourist visa process of these 8 country

યુકેના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- ટ્રાવેલની ડેટથી છ મહિનાની વેલેડિટી ધરાવતો ઓરિજિનલ પાસપોર્ટ+ ઓલ્ડ પાસપોર્ટ.
- વ્હાઇટ બેક્ગ્રાઉન્ડ સાથેના 2 કલર ફોટોગ્રાફ, 35 mm X 45 mm, 80% ફેસ કવર.
- યુકેમાં રોકાવાની માહિતી અને ટ્રાવેલ ડિટેઇલ્સ સાથેનો કવરિંગ લેટર.
- ત્યાંના ખર્ચને પહોંચી વળો તેટલા સોફિશિયન્ટ્સ બેલેન્સ સાથેનું 6 મહિનાનું અપડેટેડ ઓરિજિનલ બેન્ક સ્ટેટમેન્ટ
- છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન્સ/ફોર્મ 16.
- જો એમ્પ્લોય હોવ તો છ મહિનાની સેલરી સ્લિપ.
- એમ્પ્લોયર/સ્કૂલ/કોલેજમાંથી ઓરિજિનલ લીવ લેટર.
- જો નિવૃત્ત હોવ તો રિટાયર્મેન્ટ લેટર.
- જો સ્ટૂડન્ટ હોવ તો સ્કૂલ/કોલેજ આઇડી કાર્ડની કોપી.
- જો નિવૃત્ત હોવ તો રિટાયર્મેન્ટ પ્રૂફ/પેન્શન પાસબુક અથવા સ્લિપ્સ.
- આ ઉપરાંત એફડી, શેર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, એએસસી, પીપીએફ, પ્રોપર્ટી પેપર્સ અથવા અન્ય કોઇ ફાયનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ.
 
સગીર(માઇનર) ટ્રાવેલર્સ
- જો સાથે કોઇ ટ્રાવેલિંગ કરવાનું હોય તો એ વ્યક્તિ સિવાયના વાલી દ્વારા આપવામાં આવેલું એક એનઓસી સર્ટિફિકેટ, વાલીના પાસપોર્ટ અને આઇડીની કોપી.
- જો સગીર એકલો ટ્રાવેલ કરવાનો હોય તો બન્ને વાલી/લિગલ ગાર્ડિયન્સ દ્વારા આપવામાં આવેલું એનઓસી સર્ટિફિકેટ,  વાલીના પાસપોર્ટ અને આઇડીની કોપી.
નોંધઃ 
- એપ્લિકેશન સબ્મિશન માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી.
- એપ્લિકેશન સબ્મિશન કરાવો ત્યારે બાયોમેટ્રિક વખતે હાથમાં કટ્સ, મહેંદી કે કોઇ સ્ક્રેચ હોવો ન જોઇએ

- વિઝા ફીઃ 7830/- પ્રતિ વ્યક્તિ.
- વિઝા પ્રોસેસિંગઃ 10-15 વર્કિંગ દિવસ.

know the tourist visa process of these 8 country

સિંગાપોરના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- 6 મહિનાની વેલિડિટી સાથેનો ઓરિજિનલ પાસપોર્ટ.
- વિઝા એપ્લિકેશન ફોર્મ.(નામ અને સિગ્નેચર સાથેનું એક એક્સ્ટ્રા ફોર્મ)
- 2 કલર ફોટોગ્રાફ, વ્હાઇ્ટ બેક્ગ્રાઉન્ડ, 35 mm X 45 mm,80% ફેસ સાઇઝ.
- 1 વિઝિટિંગ કાર્ડ અથવા ઓફિસ આઇડી કાર્ડની કોપી.
- એપ્લિકેન્ટ અને પ્રોફેશનલ ડિટેઇલ્સ સાથેનો કવરિંગ લેટર. કોન્ટેક્ટ નં., ઇમેઇલ આઇડી, કંપનીમાં તમારી ડિજિગ્નેશન, નામ અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મેન્શન કરવી.
- ઓછામાં ઓછું 30 હજાર રૂપિયાનું બેલેન્સ સાથે છ મહિનાના અપડેટેડ બેન્ક સ્ટેટમેન્ટ્સ.
- કંપની આઇડી કાર્ડ/સ્કૂલ આઇડી કાર્ડ/શોપ એક્ટ વિગેરે જેવા પ્રોફેશન પ્રૂફ.
- વિઝા ફીઃ 1950/- પ્રતિ વ્યક્તિ.
- પ્રોસેસિંગઃ 3-4 વર્કિંગ દિવસ.

know the tourist visa process of these 8 country

મલેશિયાના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- મલેશિયા પહોંચો ત્યાંથી છ મહિનાની વેલિડિટીવાળો ઓરિજિનલ પાસપોર્ટ.
- વિઝા એપ્લિકેશન ફોર્મ.
- ટ્રાવેલ ડિટેઇલ સાથેનો કવરિંગ લેટર.
- 2 ફોટાઃ  35mmX50mm, વ્હાઇટ બેક્ગ્રાઉન્ડ, Head to chin 3cm ફેસ કવર. 
- ઇ ટિકિટ નંબર સાથેની કન્ફર્મ એર ટિકિટ.
- પ્રતિ વ્યક્તિ 30 હજાર રૂપિયા કરતા વધુના બેલેન્સ સાથેનું દેરેક પેજ પર સાઇન કરેલું ત્રણ મહિનાનું અપડેટેડ ઓરિજિનલ સેવિંગ બેન્ક સ્ટેટમેન્ટ્સ.

ઓનલાઇન વિઝા પ્રોસેસિંગ

- કન્ફર્મ હોટલ બુકિંગ.
- 18 વર્ષથી નાના હોય તેનું બર્થ સર્ટિફિકેટ.
- પરિણીત યુવતીનું મેરેજ સર્ટિફિકેટ.
- જો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અથવા ગોવા સિવાયના રાજ્યમાંથી પાસપોર્ટ ઇસ્યૂ થયો હોય તો આ ડોક્યુમેન્ટ જરૂરી
- લિવ અને લાયસન્સ એગ્રિમેન્ટ કોપી.
- સોસાયટીનો ઓરિજિનલ લેટર.
- જો કંપની અકૉમડેશન પ્રોવાઇડ કરે તો કંપનીના ઓરિજિનલ લેટરહેડ પર એડ્રેસ પ્રૂફ.
- જો માલિકીનું ઘર હોય તો ઇન્ડેક્સ બેની કોપી અને લાઇટ બિલ.
- આધાર કાર્ડ.
- વિઝા ફીઃ 6000/- પ્રતિ વ્યક્તિ. મલ્ટિપલ વિઝા એન્ટ્રી સાથે 1,3,6,12 મહિના વેલિડિટી, 30 દિવસના રોકાણ સાથે. ઓનલાઇન વિઝા ફીઃ 2900/- પ્રતિ વ્યક્તિ. 30 દિવસના રોકાણ સાથે સિંગલ એન્ટ્રીમાં ત્રણ મહિનાની વેલેડિટી. 
- પ્રોસેસિંગઃ 5-6 વર્કિંગ દિવસ. ઓનલાઇન 3-4 વર્કિંગ દિવસ.

know the tourist visa process of these 8 country

દુબઈના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- પાસપોર્ટના પ્રથમ અને છેલ્લા પાનાની કલર ઝેરોક્ષ
- 1 કલર ફોટોગ્રાફ
- કન્ફર્મ એર ટિકિટ
- વિઝિટિંગ કાર્ડ કે નોકરીને કરનારે એપોઈન્ટમેન્ટ લેટર- હોદ્દા સાથે
- અભ્યાસની માહિતી

know the tourist visa process of these 8 country

થાયલેન્ડના ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડોક્યૂમેન્ટ

- છ મહિનાની વેલિડિટીવાળો પાસપોર્ટ, 
- જો જુનો પાસપોર્ટ હોય તો તેને પણ સાથે રાખવો, 
- પાસપોર્ટના પ્રથમ અને છેલ્લા પાનાની ઝેરોક્સ, પાસપોર્ટમાં બે કોરા પેઈઝ હોવા જોઈએ. (જેના પર ઈમિગ્રેશનના સિક્કા મારી શકાય.)
- વિઝા એપ્લિકેશન ફોર્મ સાથે રાખવું.
- બે તાજેતરમાં પડાવેલા ફોટોગ્રાફ, ફોટોગ્રાફ મેટ ફિનિસિંગવાળો અને વાઈટબેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ (ફોટો છ મહિના જુના ન હોવા જોઈએ)
- આ ફોટોગ્રાફની સાઈઝ 35mm x 45 mm હોવી જોઈએ.
- તમામ મુસાફરના નામ સાથે હોટલ રિઝરવેશન
- નોકરી-વ્યવસાયનું પ્રુફ ફરજીયાત
- રિટર્ન આવવાની કન્ફર્મ એર ટિકિટ
- પાનકાર્ડ કે આધારકાર્ડ
- બેંકના સેવિંગ એકાઉન્ટનું ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ બેન્કના સિક્કા સાથે જેમાં 46000ની આસપાસ રૂપિયા જમા થયા હોવા જોઈએ અથવા તમારી સાથે 20000 થાઈ બહાત હોવા જોઈએ.
- મલ્ટિપલ વિઝા એન્ટ્રી માટે છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને રૂ. ચાર લાખનું બેલેન્સ હોવું જોઈએ.

X
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
know the tourist visa process of these 8 country
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App