દિવાળીમાં મળેલી ગિફ્ટનો રાખજો હિસાબ નહીંતર આવી શકે છે ઇનકમ ટેક્સની નોટિસ

50 હજાર રૂપિયાથી વધારેની ગિફ્ટ પર લાગી શકે છે ટેક્સ

divyabhaskar.com | Updated - Nov 06, 2018, 03:41 PM
know the rule of income tax on diwali gift

યુટિલિટી ડેસ્કઃ દિવાળી પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે. જો તમે તમારા પરિવાર અથવા સંબંધીઓને ગિફ્ટ આપો છો અથવા ગિફ્ટ લો છો તો કોઇ ટેન્શનની વાત નથી, પરંતુ જો તમે એવા લોકો પાસેથી ગિફ્ટ મેળવો છો જેની સાથે તમારે લોહીનો સંબંધ નથી તો તમારે આવી ગિફ્ટનો હિસાબ રાખવો જોઇએ નહીંતર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવી શકે છે.

50 હજાર રૂપિયાથી વધારેની ગિફ્ટ પર લાગી શકે છે ટેક્સ
સીએ સંગીત ગુપ્તાએ જણાવ્યં કે જો તમે 50 હજાર રૂપિયાથી વધારેની ગિફ્ટ મેળવો છો અને ગિફ્ટ આપનાર વ્યક્તિ સાથે તમારે લોહીનો સંબંધ નથી તો આ તમારી આવક ગણાશે અને તમારે ઇનકમ ટેક્સ રિટર્નમાં દર્શાવવું જોઇએ. જો તમે આ ગિફ્ટને ઇનકમ ટેક્સ રિટર્નમાં નહીં દેખાડો તો તેના પર તમને ઇનકમ ટેક્સ વિભાગ નોટિસ પાઠવી શકે છે.

સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટ પર નથી લાગતો ટેક્સ
સંગીત ગુપ્તાનું કહેવું છે કે જો તમને તમારા પરિવારના સભ્યો તરફથી ગિફ્ટ મળે છે, જેની સાથે તમારે લોહીનો સંબંધ છે તો તેના પર તમને કોઇ ટેક્સ લાગતો નથી. તમે તમારા પરિવારના સભ્યોને ગમે તેટલી કિમતી ગિફ્ટ આપી શકો છો અથવા તો લઇ શકો છો. આ ટેક્સેબલ નથી.

10 હજાર રૂપિયાથી વધારેનું કેશ ટ્રાન્ઝેક્શન ન કરી શકો
જો તમારે બિઝનેસ મેન છો તો તમે એક દિવસમાં એક વ્યક્તિને 10 હજાર રૂપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન ન કરવું જોઇએ. સરકાર તેની મંજૂરી આપતી નથી. જો તમને તેની જરૂર છે તો તમે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવું જોઇએ.

X
know the rule of income tax on diwali gift
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App