દર દિવાળીએ ધનિકો કરે છે આ ખાસ શોપિંગ, માને છે આખા વર્ષ માટે શુભ

સ્ટોક માર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગ ઘણું જ ખાસ માનવામાં આવે છે

divyabhaskar.com | Updated - Nov 05, 2018, 11:48 AM
know the importance of Muhurat trading session on BSE, NSE

યુટિલિટી ડેસ્કઃ દિવાળીની સાંજે જ્યારે આખો દેશ તહેવાર માનવી રહ્યો હોય છે, ત્યારે દેશભરમાં રોકાણકારો, ધનિકો એક ખાસ સમયે માર્કેટ તરફ વળે છે. એ સમયે તેમના માટે નફા કરતા વધુ મહત્વ આ પરંપરા ધરાવે છે. દરરોજ હજારો કરોડોના ટ્રેડ કરનારા સ્ટોક માર્કેટ વર્ષોથી પોતાની પરંપરાને જાળવીને રાખે છે. તેમાં સૌથી વધારે મહત્વનું હોય છે દિવાળીના દિવસે થનારું મુહુર્ત ટ્રેડિંગ. આજે અમે તમને આ ખાસ સમય અને તેની સાથે જોડાયેલી રોકાણકારોની આસ્થા અંગે જણાવી રહ્યાં છીએ.

શુ છે મુહૂર્ત ટ્રેડિંગ
- ભારતીય પરંપરામાં દિવાલી સાથે નવા વર્ષની શરૂઆત થાય છે. આ દિવાળી સાથે સંવત 2075નો પ્રારંભ થશે.
- તેમજ દેશના અનેક હિસ્સાઓમાં દિવાળીની સાથે જ નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે.
- આ પરંપરા અનુસાર સ્ટોક માર્કેટ દિવાળી માટે શુભ મુહૂર્તમાં ટ્રેડિંગ થાય છે. દિવાળીના ખાસ મુહૂર્ત પર ટ્રેડિંગની શરૂઆત કરીને રોકાણકાર નવું નાણાકીય વર્ષ સારું રહે એ માટે કામના કરે છે.
- આ વર્ષે દિવાલીના દિવસે સાંજે 5 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીના 1.30 કલાકે ખાસ ટ્રેડિંગ થશે.

મુહૂર્ત ટ્રેડિંગમાં કેવો રહે છે વેપાર
-મુહૂર્ત ટ્રેડિંગ સંપૂર્ણપણે પરંપરા સાથે જોડાયેલી છે. મોટાભાગના લોકો આ દિવસે સ્ટોકની ખરીદી કરે છે. જોકે આ રોકાણ ઘણું ઓછું અને પ્રતિકાત્મક હોય છે.
- ગયા વર્ષે આ દરમિયાન માર્કેટના પ્રદર્શન પર નજર ફેરવો તો, મોટાભાગના અવસરે મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સ્ટોક માર્કેટ સારું રહ્યું છે અને ઉછાળો જોવા મળ્યો છે.

મુહૂર્ત ટ્રેડિંગ પર વેપારીઓની માન્યતા
-માનવામાં આવે છે કે મુહૂર્ત દરમિયાન કરવામાં આવેલું રોકાણ શુભ હોય છે.
- માર્કેટના જાણકારો અનુસાર મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન વેપારી રોકાણકાર તરીકે માર્કેટમાં ઉતરે છે. પરંપરાઓમા માનનાર પહેલો ઓર્ડર હંમેશા ખરીદીનો આપે છે.
- આ ઓર્ડર 1 સ્ટોક જેટલો નાનો પણ હોઇ શકે છે. વેપારી એ દિવસ ખોટ જવા અંગે વિચારતા નથી. હંમેશા આ દિવસે ખરીદવામાં આવેલા સ્ટોક વેપારી લાંબા સમય માટે રાખે છે.
- જોકે સ્ટોકની પસંદગી સંપૂર્ણપણે પ્રોફેશનલ હોય છે. રોકાણકાર પહેલાંથી જ એવા સ્ટોકની પસંદગી કરી લે છે જેમાં રોકાણ કરવું છે. સ્ટોક કેટલા ખરીદવામાં આવશે તેનો નિર્ણય રોકાણકાર પોતાના હિસાબે કરે છે.
- મુહૂર્ત વેપારમાં માર્કેટમાં ઉછાળો ઘણો શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે છેલ્લા 17 વર્ષમાં 13વાર સ્ટોક માર્કેટ મુહૂર્ત ટ્રેડિંગમાં ઉછાળા સાથે બંધ થયો.

10 વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગ પર સૌથી મોટો ઘટાડો
- ગયા વર્ષે એટલે કે 2017માં દિવાલીના દિવસે સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થાય છે. દિવાળીના દિવસે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ 194 અંકના ઘટાડા સાથે 32390 બંધ થયું હતુ. નિફ્ટી મુહૂર્ત ટ્રેડિંગના દિવસે ઘટાડા સાથે 10147ના સ્તરે બંધ થયો છે.
- છેલ્લા 17 વર્ષમાં 13વાર દિવાળીના દિવસે માર્કેટ ઉછાળા સાથે બંધ થયું છે.
- વર્ષ 2016માં સ્ટોક માર્કેટ સામાન્ય ઘટાડા સાથે બંધ થયું.
- વર્ષ 2015માં માર્કેટ અડધા ટકાના વધારા સાથે બંધ થયું.
- તેમજ 2014માં માર્કેટ અંદાજે 4 ટકાની તેજી સાથે બંધ થયું.
- મુહૂર્ત ટ્રેડિંગના દિવસે માર્કેટના વોલ્યૂમ પણ ઘણું મહત્વ ધરાવે છે. સામાન્ય દિવસોની સરખામણીએ વોલ્યૂમ એવરેજ 10 ટકા રહે છે.

X
know the importance of Muhurat trading session on BSE, NSE
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App