કઇ સ્કીમમાં કેટલા ઝડપથી ડબલ થશે તમારા પૈસા, નિયમ 72થી જાણો એક મિનિટમાં

divyabhaskar.com

Nov 15, 2018, 02:40 AM IST
know the finance rule of 72 for calculate investment

યુટિલિટી ડેસ્કઃ આપણે કોઇ સ્કીમમાં પૈસા લગાવીએ છીએ તો આપણા મનમાં એ ઉત્સુકતા જરૂરથી રહે છે કે ક્યાં સૌથી ઝડપથી પૈસા ડબલ થઇ જશે. બેન્ક, પોસ્ટ ઓફિસથી લઇને સરકારી બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની અનેક પોપ્યુલર સ્કીમ છે. તમે અલગ-અલગ સ્કીમમાં મળનારા રિટર્નની માહિતી મેળવી શકો છો, પરંતુ એ જાણવું મુશ્કેલ છે કે કઇ સ્કીમમાં કેટલા ઝડપથી પૈસા બમણા થઇ જશે. પરંતુ ફાઈનાન્સનો એક ખાસ નિયમ છે, જે થકી તમે 1થી 2 મિનિટમાં આ બાબત તમે જાણી શકો છો, એ નિયમ છે 72.

નિયમ 72
નિયમ 72ને એક્સપર્ટ એક સચોટ ફોર્મૂલા માને છે. જે થકી એ નક્કી કરવામાં આવે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થઇ જશે. તેને એ રીતે સમજો કે તમે કોઇ સ્કીમમાં રોકાણ કર્યું છે, જેમાં વર્ષે 8 ટકા વ્યાજ મળે છે, તેવામાં તમારે નિયમ 72 હેઠળ 72માં 8નો ભાગાકાર કરવો પડશે. 72/8= 9 વર્ષ, એટલે કે આ સ્કીમ હેઠળ તમારા પૈસા 9 વર્ષમાં બમણા થઇ જશે.

આ નિયમ પણ જાણો
નિયમ 114

જો તમે એ જાણવા માગો છો કે તમારા પૈસા કેટલા દિવસમાં ત્રણ ગણા થઇ જશે તો એ માટે તમે નિયમ 114ની મદદ લઇ શકો છો. આ માટે તમારે 114માં રોકાણ પણ મળનારા વ્યાજનો ભાગાકાર કરવાનો રહેશે. માની લો કે તમારા રોકાણ પણ વર્ષે 8 ટકા વ્યાજ મળે છે તો 114/8=14.25 વર્ષમાં તમારા પૈસા ત્રણ ગણા થઇ જશે.

X
know the finance rule of 72 for calculate investment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી