અનેક રીતે ફાયદાકારક છે ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કરતા આટલા છે અલગ

know the benefit of demand draft

divyabhaskar.com

Nov 09, 2018, 05:57 AM IST

યુટિલિટી ડેસ્કઃ કેશલેસ ટ્રાન્ઝેક્શનની વાત આવે ત્યારે આપણા મનમાં ચેક, ઇન્ટરનેટ બેન્કિંગ, કાર્ડ વગેરે આવે છે, પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ(DD) પણ એક માધ્યમ છે. ચેકનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવે છે, જ્યારે ઘણા ઓછા લોકો ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરે છે. તેનું કારણ એક એ પણ છે કે DD શું છે અને કેવી રીતે કામ કરે છે તે અંગે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. ત્યારે આજે અમે ડીડી અને ચેક બન્નેમાં તફાવત શું છે અને કેવી રીતે ચેકથી અલગ છે.

ડિમાન્ડ ડ્રાફ્ટ શું છે
DDનો ઉપયોગ કોઇપણ બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલવા માટે કરવામાં આવે છે. કોઇપણ બેન્કમાં તેને બનાવી શકાય છે. કોઇ વ્યક્તિ કે કંપનીના નામે બનાવી શકો છો. પૈસા સીધા એ જ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. સૌથી ખાસ વાત એ છે કે DD બનાવવા માટે બેન્કમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. DD બનાવનાર કેશ આપીને અથવા તો જે બેન્કમાં એકાઉન્ટ હોય તેમાંથી સીધા પૈસા કટ કરાવી શકે છે. DDની એમાઉન્ટ ઇનકેશ કરાવવા માટે જેના નામ પર ડીડી પેબલ છે, તેને DD બનાવવાનું કારણ અથવા કયા કામ માટે એમાઉન્ટ DDથી ટ્રાન્સફર કરવામાં આવે છે, તે સંબંધિત ડોક્યુમેન્ટ બેન્કને દેખાડવા પડે છે. ત્યારે જ DD ઇનકેશ કરાવી શકે છે.

ચેકથી કેવી રીતે અલગ
- ડિમાન્ડ ડ્રાફ્ટનું કામ ભલે ચેક જેવું હોય પરંતુ તે ચેક કરતા ઘણું અલગ છે. સૌથી મોટો તફાવત એ છે કે DD માત્ર એકાઉન્ટમાં જ જમા થાય છે. જેના નામ પર તે ઓર્ડર છે, તે પોતાના એકાઉન્ટમાં ઇનકેશ કરાવી શકે છે. જ્યારે ચેક એમાઉન્ટમાં જમા કરવાની સાથે બીયરર દ્વારા પણ ઇનકેશ કરાવી શકાય છે.
- એકાઉન્ટમાં પર્યાપ્ત એમાઉન્ટ ન હોવાની સ્થિતિમાં ચેક બાઉન્સ થઇ જાય છે, પરંતુ DD ક્યારેય બાઉન્સ થતા નથી કારણ કે આ માટે ડ્રાફ્ટ બનાવનાર વ્યક્તિ પહેલાથી જ પેમેન્ટ કરી ચૂક્યો હોય છે.
- ચેકની સુવિધા માત્ર સંબંધિત બેન્કમાં એકાઉન્ટ રાખનાર પુરતી જ હોય છે, જ્યારે ડ્રાફ્ટ બનાવવા માટે બેન્કમાં એકાઉન્ટની જરૂર રહેતી નથી.
- જો ક્યારેય ચેક ખોવાઇ જાય છે અને તે એકાઉન્ટ પે નથી તો તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. કોઇપણ વ્યક્તિ બીયરર બનાવીને તેને ઇનકેશ કરાવી શકે છે, પરંતુ DD સાથે આવું થતું નથી. કારણ કે તેના થકી એકાઉન્ટમાં જ પેમેન્ટ થાય છે. તેથી તે ખોવાઇ જાય તો પણ તેને ઇનકેશ કરાવી શકાતું નથી. ખોવાય જાય તો તેને કેન્સલ કરાવી શકો છો.

વધારે સિક્યોર
રિઝર્વ બેન્કે તાજેતરમાં જ એક નવો નિયમ કાઢ્યો છે. જે હેઠળ DD પર બાયરનુ નામ પ્રિન્ટ કરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ નિયમ 15 સપ્ટેમ્બરથી લાગુ થઇ ગયું છે. જેનો હેતુ મની લોન્ડ્રિંગના પ્રયાસોને અટકાવવાનું છે.


મોટા અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિકશન માટે શ્રેષ્ઠ
- બેન્ક ડ્રાફ્ટ મોટા અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેકશન માટે શ્રેષ્ઠ માધ્યમ છે.
- મોટાભાગે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને અનેક જોબ્સ માટે ફી ટ્રાન્સફર થકી DDનો ઉપયોગ થાય છે.
- અનેકવાર સ્ટાન્ડર્ડ ચેકથી ફન્ડ ટ્રાન્સફરમાં અનેક દિવસ લાગી જાય છે, પરંતુ ડ્રાફ્ટમાં એમાઉન્ટને ટાર્ગેટેડ એકાઉન્ટ સુધી પહોંચાડવામાં એક દિવસનો સમય લાગે છે.
- DDને રૂપિયા ઉપરાંત જરૂર પડ્યે વિશ્વની કોઇપણ કરન્સીમાં બનાવી શકાય છે.

X
know the benefit of demand draft
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી