તમારી પ્લાસ્ટિક બોટલ કેટલી સેફ છે, નીચે લખેલા કોડથી આ રીતે જાણો

વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે પ્લાસ્ટિક બોટલમાંથી પાણી ન પીધું હોય

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 07:26 PM
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

યુટિલિટી ડેસ્કઃ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેણે પ્લાસ્ટિક બોટલમાંથી પાણી ન પીધું હોય. ઘરથી ઓફિસ સુધીની તમામ જગ્યાએ આપણે પ્લાસ્ટિક બોટલમાં જ પાણી પીઈએ છીએ. લગભગ દરેક ફ્રીજમાં પાણીની બોટલ પ્લાસ્ટિકની જ હોય છે. જયારે આપણે જે મિનરલ વોટર લઈએ છીએ તે પણ પ્લાસ્ટિક બોટલમાં જ પેક કરવામાં આવેલું હોય છે. તમે જે પ્લાસ્ટિક બોટલમાં વારંવાર પાણી પીવો છો તે તમારા માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે. તમામ પ્લાસ્ટિક બોટલની નીચે એક કોડ હોય છે. આ કોડથી બોટલની ક્વોલિટી અને તેને યુઝ કરવા અંગે જાણકારી મળે છે.

પ્લાસ્ટિક બોટલને બનાવવામાં ઝેરી કેમિકલ્સનો યુઝ કરવામાં આવે છે. આ કેમિકલ્સ તમામ બોટલમાં એક સમાન રીતે યુઝ કરવામાં આવતા નથી. એટલે કે દરેક પ્લાસ્ટિક બોટલથી ખતરો હોતો નથી. તમને આ બોટલથી કોઈ પણ પ્રકારનો ખતરો ન સર્જાય તે માટે તમે તેની પાછળ એક કોડ આપવામાં આવ્યો હોય છે. તેને જોઈને તમે બોટલના યુઝની જાણકારી મેળવી શકો છો.

પાછળ લખેલો હોય છે PETE કે PET

પ્લાસ્ટિકની લગભગ તમામ બોટલની નીચે કોડની સાથે PETE કે PET લખેલું હોય છે. તેનો અર્થ થાય છે કે બોટલમાં પોલિથિન ટેપેફથાલેટ કેમિકલનો યુઝ કરવામાં આવ્યો છે. એટલે કે આ બોટલનો યુઝ ફરીથી કરવામાં આવ્યો છે. એટલે કે આ બોટલનો યુઝ ફરીથી કરવામાં આવ્યો હોવાથી કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી ધાતક બિમારી કરી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો બોટલની નીચે લખેલા કોડનો અર્થ...

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 1

 

જો બોટલની નીચે 1 નંબર લખ્યો છે, એટલે તેનો અર્થ છે કે બોટલને માત્ર એક વાર યુઝ કરવામાં આવી છે. મોટા ભાગે મિનરલ વોટરની નીચે આ નંબર હોય છે. આ કારણે આ બોટલ પર  CRUSH THE BOTTLE AFTER USE લખેલું હોય છે. આ બોટલને એક્સપાયરી બાદ યુઝ ન કરવી જોઈએ.
1 નંબરનો યુઝઃ સોડાની બોટલ, વોટર બોટલ, બિયર બોટલ, ડ્રેસિંગ કન્ટેનર, માઉથ-વોશ બોટલ અને પીનટ બટર કન્ટેનર

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે કલીક કરો

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 2

 

જો બોટલની નીચે 2 નંબર આપ્યો છે તો બોટલ સંપૂર્ણ રીતે સેફ છે. તેમાં હાઈ- ડેન્સિટી પોલિથીનનો યુઝ કરવામાં આવે છે. એટલે કે આ નંબરની બોટલને તમે વાર-વાર યુઝ કરી શકો છો.
2 નંબરનો યુઝઃ મિલ્ક જગ, ઘરમાં યુઝ થનાર કન્ટેનર, જયુસ બોટલ, શેમ્પુ બોટલ, મોટર ઓઈલ બોટલ, દહીં કે માખણનું પેકિંગ.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે કલીક કરો

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 3

 

જો તમે જે બોટલનો યુઝ કરો છો તેની નીચે 3 નંબરનો કોડ આપવામાં આવ્યો છે તો તેનો યુઝ તરત જ બંધ કરવો જોઈએ.  આ પ્રકારના પ્લાસ્ટિકમાં V કે PVCનો યુઝ કરવામાં આવે છે. આ બોટલથી ઘણી બિમારીઓ થઈ શકે છે. ખાસ કરીને પ્રેગનન્ટ મહિલાને ગર્ભપાત થઈ શકે છે.
3 નંબરનો યુઝઃ ફુટ વાર્પ્સ, પ્લંબિંગ પાઈપ્સ અને ડિટરજન્ટ બોટલ

 

આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 4 

 

બોટલની નીચે જો 4 નંબર આપવામાં આવ્યો છે તો બોટલ સંપૂર્ણ રીતે સેફ છે. તેને તમે વારંવાર યુઝ કરી શકો છો. તેને બનાવવામાં LDPEનો યુઝ થાય છે.

4 નંબરનો યુઝઃ ગ્રોસરી બેગ, ડ્રાય ક્લિનિંગ બેગ, કપડા, કાલીન, ફ્રોઝન ફુટ, બ્રેડ બેગ.

 

આગળની સ્લાઈડસ જોવા માટે ક્લીક કરો

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 5

 

બોટલની નીચે જો 5 નંબર આપવામાં આવ્ય છે તો તે સૌથી સેફ બોટલ હશે. તેને બનાવવામાં PP (Polypropylene)નો યુઝ કરવામાં આવે છે.  મોટા ભાગે તેનો યુઝ આઈસ્ક્રીમ કપ કે બોકસમાં કરવામાં આવે છે.
5 નંબરનો યુઝઃ કેચઅપ બોટલ, સીરપ બોટલ, મેડિસિન બોટલ, દહીંના પેકિંગ.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Know Deadly Secrets Codes Of Plastic Bottles ?

નંબર 6 અને 7

 

જો તમે કોઈ એવી પ્લાસ્ટિક બોટલ કે બોકસનો યુઝ કરી રહ્યાં છો જેનો નંબર 6 કે 7 છે ત્યારે તેનો યુઝ તરત બંધ કરી દો. 6 નંબર વાળી પ્લાસ્ટિકમાં પોલિસ્ટાઈન અને 7 નંબર વાળી પ્લાસ્ટિક  BISPHENOL-A (BPA)નો યુઝ થાય છે.  આ બંનેના યુઝથી મોટાપા, કેન્સર સહિતની બિમારીઓ થઈ શકે છે.
6 નંબરનો યુઝઃ પ્લાસ્ટિક સ્પુન, પ્લાસ્ટુક ફોર્ક, કોમ્પેકટ ડિસ્ક, એગ કાર્ટુન, મીટ ટ્રે, ડિસ્પોઝલ પ્લેટ અને કપ.
7 નંબરનો યુઝઃ સન ગ્લાસિસ, આઈપોડ કેસ, કોમ્પ્યુટર કેસ, નાયલોન 3 અને 5 ગેલન વોટર બોટલ.

X
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
Know Deadly Secrets Codes Of Plastic Bottles ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App