બેન્ક દ્વારા આપવામાં આવે છે NEFT, RTGS અને IMPS સર્વિસ, જાણો કેટલી છે મહત્વની

know about neft, rtgs, imps and its benefit

divyabhaskar.com

Nov 15, 2018, 02:00 AM IST

યુટિલિટી ડેસ્કઃ કેશ પેમેન્ટ ઘટાડીને ડિજિટલ પેમેન્ટને બઢાવો આપવામાં આવી રહ્યો છે. તેવામાં ઇન્ટરનેટ બેન્કિંગ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે પણ ઇન્ટરનેટ બેન્કિંગની વાત આવે ત્યારે ફંડ ટ્રાન્સફર માટે ત્રણ રીતો સાંભળવા મળે છે. NEFT, RTGS અને IMPS. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેમની વચ્ચે કેટલું અંતર છે તે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે અમે બેન્ક તરફથી આપવામાં આવતી આ ત્રણેય સેવા અંગે જણાવી રહ્યાં છીએ.


NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર

NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. જે હેઠળ ફંડ ટ્રાન્સફરનું સેટલમેન્ટ એક નિશ્ચિત સમય પર થાય છે. એટલે કે તમે જે ફંડ ટ્રાન્સફર કર્યું છે તે તુરંત નહીં થાય. બેન્કોમાં NEFT માટે ફંડ સેલમેન્ટ સાઇકલ આખો દિવસ અમુક સમયના બ્રેક સાથે ચાલે છે. સામાન્ય રીતે આ બ્રેક 60 મિનિટનો હોય છે. જો કોઇએ આ બ્રેકમાં NEFTનો ઉપયોગ કર્યો હોય તો ફંડ બીજીવાર શરૂ થતી સાઇકલમાં ટ્રાન્સફર થશે. આ સુવિધા માટે ફંડ મોકલનાર અને મેળવનાર બન્ને NEFT નેટવર્કનો હિસ્સો હોવા જરૂરી છે. NEFTનો ઉપયોગ ઓનલાઇન ઉપરાંત બેન્ક બ્રાન્ચમાં જઇને પણ કરી શકાય છે.

બેન્કમાં NEFT માટે પંડ સેટલમેન્ટ સાઇકલ સામાન્ય રીતે વર્કિંગ અવર્સમાં 11 કલાક અને શનિવારે 5 કલાક હોય છે. રવિવારે અથવા તો રજાના દિવસમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. NEFT થકી ટ્રાન્સફર કરવામાં આવેલા ફંડ માટે કોઇ મિનિમમ લિમિટ નથી. તેમજ મેક્સિમમ લિમિટ અલગ-અલગ બેન્કોમાં અલગ-અલગ હોઇ શકે છે. આ જ રીતે ટ્રાન્જેક્શન ફી પણ કેટલીક બેન્કોમાં હોતી નથી તો કેટલીક બેન્કોમાં અલગ-અલગ હોય છે.

RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ
RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ થકી તરત જ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્જેક્શનમાં કામ આવે ચે. RTGS થકી 2 લાખ રૂપિયાથી ઓછી એમાન્ટ ટ્રાન્સફર કરી શકાતી નથી. મેક્સિમમ લિમિટ અને ટ્રાન્જેક્શન ફી બેન્ક પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે. અઠવાડિયાના વર્કિંગ દિવસ અને હાફ ડેમાં બેન્કના વર્કિંગ અવર્સ દરમિયાન ગમે તે સમયે RTGSનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ રવિવાર અને રજાના દિવસોમાં RTGS સર્વિસનો ઉપયોગ કરી શકાતો નથી. આ સર્વિસનો ઉપયોગ ઓનલાઇન અથવા બેન્ક બ્રાન્ચ બન્ને માધ્યમથી કરી શકાય છે.

IMPS એટલે ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ
IMPS એટલે ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ થકી તરત ફંડ ટ્રાન્સફર થાય છે અને આ સર્વિસ 24 કલાક ચાલુ રહે છે. IMPSથી ફંડ ટ્રાન્સફરની મિનિમમ લિમિટ નથી, પરંતુ એક ટ્રાન્જેક્શનમાં સામાન્ય રીતે મેક્સિમમ 2 લાખ રૂપિયા જ ટ્રાન્સફર કરી શકો છો. જોકે આ લિમિટ બેન્ક પ્રમાણે અલગ-અલગ હોઇ શકે છે. આ માટે ટ્રાન્જેક્શન ફી પણ બેન્ક પ્રમાણે અલગ-અલગ હોય છે. IMPSનો માત્ર ઓનલાઇન જ ઉપયોગ કરી શકાય છે.

X
know about neft, rtgs, imps and its benefit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી