9 વાતોનું રાખો ધ્યાન, ઓનલાઇન શોપિંગમાં બચી શકો છો છેતરપિંડીથી

Keep these 9 things in your mind when you shopping online
Keep these 9 things in your mind when you shopping online
Keep these 9 things in your mind when you shopping online

divyabhaskar.com

Aug 27, 2018, 01:42 PM IST

યુટિલિટી ડેસ્કઃ છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ઇ કોમર્સમાંથી નાની વસ્તુઓ નહીં પરંતુ ટીવી, ફ્રીઝ અને એસી જેવી મોટી વસ્તુઓની પણ શોપિંગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે અનેક કંપનીઓ પોતાની પ્રોડક્ટ ડાયરેક્ટ ઇ કોમર્સ કંપનીઓમાં લોન્ચ કરે છે અને માત્ર ત્યાંથી જ આ વસ્તુઓ ખરીદી શકાય છે. જેમકે અનેક મોબાઇલ કંપનીઓ પોતાના ફોન અમેઝોન અથવા ફિલ્પકાર્ટ પર લોન્ચ કરે છે. તેવામાં આ ફોન આ ઇ-કોમર્સ ઉપરાંત માત્ર કંપનીઓની સાઇટ પર જ મળે છે. જોકે ઘણીવાર ઓનલાઇન સ્ટોરમાં છેતરપિંડી પણ કરવામાં આવે છે, સાવચેતી રાખવામાં ન આવે તો મોટું નુક્સાન થઇ શકે છે. તેવામાં ઓનલાઇન શોપિંગ કરતી વખતે 9 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

વિશ્વાસપાત્ર હોવી જોઇએ ઇ-કોમર્સ સાઇટ
જો તમે ઓનલાઇન શોપિંગ કરી રહ્યાં છો તો ઇ-કોમર્સ કંપની અંગે સંપૂર્ણ તપાસ કરી લો. કારણ કે ભારતમાં 100 કરતા વધારે ઇ-કોમર્સ સાઇટ છે. તેમાંથી અમુક જ સારી એવી જાણીતી છે. જ્યારે અમુક માત્ર છેતરપિંડી કરવાનું જ કામ કરે છે. જ્યાં ભારે છૂટ આપવામાં આવે છે અને ખરીદી કર્યા બાદ પૈસા કાપી લેવામાં આવે છે, પરંતુ વસ્તુ આપવામાં આવતી નથી.

ઓફિશિયલ સાઇટ પર ચકાસો
ઇ-કોમર્સ સાઇટ ઉપરાંત કેટલીક મોબાઇલ કંપની પોતની પ્રોડક્ટનું સેલિંગ પોતાની વેબસાઇટ પર પણ કરે છે. તેવામાં મોબાઇળ ખરીદી દરમિયાન તમને થોડીક પણ શંકા હોય તો કંપનીની વેબસાઇટ પર જઇને ચેક કરો અને ત્યાં ખરીદીની વ્યવસ્થા હોય તો ત્યાંથી ફોન ખરીદવો જોઇએ.

કાર્ડ ડિટેઇલ ન કરો સેવ
જો તમે ઓનલાઇન શોપિંગ કરી રહ્યાં છો તો પેમેન્ટ દરમિયાન કેટલાક લોક કાર્ડ ડિટેઇલ્સ સેવ કરી રાખે છે. જેથી બીજીવાર શોપિંગ કરતી વખતે પેમેન્ટ સરળતાથી થઇ જાય, પરંતુ તેવું કરવાની જરૂર નથી. તેનો દુરુપયોગ પણ થઇ શકે છે. તેથી ક્યારેય પણ કોઇપણ જગ્યાએ પોતાના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ડિટેઇલ સેવ ન કરવી જોઇએ.

X
Keep these 9 things in your mind when you shopping online
Keep these 9 things in your mind when you shopping online
Keep these 9 things in your mind when you shopping online
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી