પર્સનલ લોન લેતા પહેલા આ 4 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં થાય નુકસાન

કંપનીઓ ઘણીવાર ઝીરો ટકા EMIની લાલચ આપી ફસાવે છે ગ્રાહકોને

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 03:34 PM
Keep these 4 things special before taking a personal loan

યુટિલિટી ડેસ્ક: પોતાની જરૂરિયાત અનુસાર લોન લેવી સરળ છે, પરંતુ લોન લેતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આજકાલ બેન્ક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ઝડપથી લોન આપવાની કોશિશ કરે છે. આ પ્રકારની ઉતાવળમાં ઘણીવાર ગ્રાહકોને નુકસાન થાય છે. કેટલીક બેંકો એવી પણ છે કે એપ્લાય કર્યાને થોડીક જ મિનિટોમાં લોન આપી દે છે. આજે અમે તમને જણાવીશું કે પર્સનલ લોન લેતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

સંવેદનશીલથી સિલેક્ટ કરો બેંક અને કંપની

બેંક અને ફાઇનાન્સ કંપનીઓનું કામ છે કે ગ્રાહકોને નવી-નવી સ્કીમ આપી તેમને લોન લેવા માટે આકર્ષિત કરવું. તે મેલ, એસએમએસ અને ફોન કરી ગ્રાહકોને કવર કરવાની કોશિશ કરે છે. એટલે જ વિચાર્યા વગર કોઇપણ ઓપ્શનને પસંદ કરવાથી નુકસાન થઇ શકે છે. તો સૌથી પહેલા તમારે યોગ્ય રીતે રિસર્ચ કરી લેવી જોઇએ. ઘણી એવી સાઇટ્સ છે જેમા તમે સરખામણી કરી સૌથી ઓછા વ્યાજ દરવાળી લોન પસંદ કરી શકો છો.

ઝીરો ટકા EMIથી બચો
કેટલીક બેન્ક અથવા ફાઇનાન્સ કંપનીઓ ઘણીવાર ઝીરો ટકા EMIની લાલચ આપી ગ્રાહકોને ફસાવે છે. આરબીઆઇ એવી સ્કીમ્સને બંધ કરી ચુકી છે પરંતુ હાલમાં પણ કેટલાક ઉધાર દેનાર એવી સ્કીમ્સની લાલચ આપે છે. તો તમને પણ કોઇ આ પ્રકારની લાલચ આપે છે તો તે પ્રોસેસિંગ ફીસ અને ફાઇલ ચાર્જ એટલું વધારી દેશે કે બધુ જ વસૂલ થઇ જશે.

એડવાન્સ ઇએમઆઇ
ઉધાર આપનાર 1-2 ઇએમઆઇ પહેલા આપવા માટે કહે છે. જેમ કે જો તમે 18 મહિના માટે 1 લાખ રૂપિયા વ્યાજ પર લો છો. 14 ટકા, 6,190 રૂપિયા દર મહિને પરંતુ બે ઇએમઆઇ તમે પહેલા જ ભરી દીધા છે તો લોન એમાઉન્ટ તો 87,620 રૂપિયા થઇ જાય છે. જો ત્યારબાદ પણ તમે 6,190 રૂપિયા દર મહિને આપી રહ્યા છો તો તેનો મતલબ તમને લોન 17.5 ટકાના દરથી મળી છે.

અન્ય ચાર્જ પર ધ્યાન આપો
પર્સનલ લોન લેતી વખતે પ્રોસેસિંગ ફીસ તો તમારે દેવી જ પડે છે, પરંતુ કેટલાક દેવાદાર અન્ય પ્રકારના ખર્ચા પણ બતાવે છે. આવા દેવાદારોથી તમારે બચવું જોઇએ. બેટર રહેશે કે તમે પહેલા દરેક જાણકારીને ચેક કરી લો.

X
Keep these 4 things special before taking a personal loan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App