2500 રૂપિયામાં શીખો બિઝનેસ ટિપ્સ, સરકાર આપે છે ટ્રેનિંગ

મોદી સરકાર એવી કોશિશ કરી રહી છે કે યુવાઓ જોબ શોધવાના સ્થાને આપવાની સ્થિતિમાં પહોંચી જાય છે

Divyabhaskar.com | Updated - May 30, 2018, 05:40 PM
Join government course and gets business tips

નવી દિલ્હીઃ મોદી સરકાર એવી કોશિશ કરી રહી છે કે યુવાઓ જોબ શોધવાના સ્થાને આપવાની સ્થિતિમાં પહોંચી જાય. તેના માટે સરકાર બિઝનેસ લોન કે સબસિડી પ્રોવાઈડ કરાવે છે. જોકે બિઝનેસની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ અલગ-અલગ સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. તેમાંથી એક નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તેનું ઈન્ક્યુબટર ટ્રેનિંગ કેલેન્ડર 2018-19 બહાર પાડયું છે. તેમાં એનએસઆઈસી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ઈન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના ચલાનની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ NSICના ઈન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ વિશે વિગતે...

6 સપ્તાહનો છે કોર્સ

એનએસઆઈસીનો આ એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ છ સપ્તાહનો છે. દર મહીનાના પ્રથમ મંગળવારથી શરૂ થાય છે. તમે તેના પહેલા એડમિશન લઈ શકો છો.

શું છે એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ

મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તમામ ટ્રેનિંગ આપવામાં આવે છે. જે એક નવા બિઝનેસ મેનને જોઈએ, જેમાં બિઝનેસ શરૂ કરવાથી લઈને બિઝનેસ ડેવલોપ કરવાનું સામેલ છે. તેમાં પ્રોડકટ કે પ્રોસેસ ડિઝાઈન, મેન્યુફેકચરિંગ પ્રેકટિસ, ટેસ્ટિંગ ક્વોલિટી કન્ટ્રોલ, મશીનરી એન્ડ ઈ્કવિપમેન્ટ, પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા, માર્કેટિંગ ટિપ્સ, પ્રાઈસિંગ, એક્સપોર્ટ, ફન્ડિંગ, સરકારી સ્કીમ્સ, મનેજમેન્ટ વગેરેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે.

આગળ વાંચો...

Join government course and gets business tips

કોણ કરી શકે છે એપ્લાઈ

 

જો તમે ટ્રેનિંગ લેવા માંગો છો તો એનએસઆઈસીએ કોઈ શરત રાખી નથી. એનએસઆઈસીના જણાવ્યા પ્રમાણે, આઠથી વધુ ભણેલા વ્યક્તિઓ આ ટ્રેનિંગમાં હિસ્સો લઈ શકે છે. એનએસઆઈસી, ઓખલા તરફથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. તમે ઓખલા સ્થિત એનઆઈસીમાં સંપર્ક કરી શકો છો.

 

આગળ વાંચો...

Join government course and gets business tips

કેટલી છે ફીસ

 

એનએસઆઈસી દ્વારા છ સપ્તાહના આ કોર્સ માટે 2500 રૂપિયા ફીસ લેવામાં આવી રહી છે. જો તમે ઓછ સમયમાં આ ટ્રેનિંગ લેવા માંગો છો તો તમે 5 દિવસની ટ્રેનિંગ વાળા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં સામેલ થઈ શકો છો. જોકે તેના માટે તમારું મિનિમમ ક્વોલિફિકેશન 12મું હોવું જોઈએ. તેના  માટે એનએસઆઈસી દ્વારા 2500 રૂપિયા ફીસ લેવામાં આવી રહી છે.

X
Join government course and gets business tips
Join government course and gets business tips
Join government course and gets business tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App