Home » National News » Utility » IIM અમદાવાદમાં નોકરી કરવાની તક । job vacancies in IIM Ahmedabad on various posts

IIM અમદાવાદમાં નોકરી કરવાની તક, HRથી લઇને એન્જિનિયર માટે બહાર પડી ભરતી

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 03:17 PM

IIM અમદાવાદમાં નોકરી કરવા માટે આટલો હોવો જોઇએ અનુભવ

  • IIM અમદાવાદમાં નોકરી કરવાની તક । job vacancies in IIM Ahmedabad on various posts
    એજ્યુકેશન ડેસ્કઃ ટોચની શૈક્ષણિક સંસ્થા IIM અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. IIMAએ મેનેજર, એચઆરથી લઇને સીએ, વિવિધ એન્જિનિયરિંગ સહિતની 11 જેટલી પોસ્ટ પર વેકેન્સી બહાર પાડી છે. જેમાં 15થી 3 વર્ષના અનુભવીને તેમના પરફોર્મન્સ અને ક્વોલિફિકેશનના આધારે નોકરી આપવામાં આવશે. અરજી ઓનલાઇન કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન 2018 છે.

    પોસ્ટઃ મેનેજર(કોંટ્રાક્ટ)
    શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ ગ્રેજ્યુએટ/સીએ/સીએમએ/એમબીએ(ફાયનાન્સ)માં ફર્સ્ટ ક્લાસ કરેલો હોવો જોઇએ. 15 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 50 વર્ષ સુધી

    પોસ્ટઃ હ્યુમન રિસોર્સ(એચઆર)
    શૈક્ષણિક લાયકાતઃ HR/IRમાં ફર્સ્ટ ક્લાસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી. 15 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 50 વર્ષ સુધી

    પોસ્ટઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
    શૈક્ષણિક લાયકાતઃ ઉમેદવાર સીએ પ્રોફેશનલ હોવો જોઇએ. ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 35 વર્ષ સુધી

    પોસ્ટઃ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિગ્રી, 10 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 40 વર્ષ સુધી

    પોસ્ટઃ સિવિલ એન્જિનિયર
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી. 10 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 40 વર્ષ સુધી

    પોસ્ટઃ મેકેનિકલ એન્જિનિયરિંગ
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે મેકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી. 10 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 40 વર્ષ સુધી

    પોસ્ટઃ પ્રોગ્રામ કોઓર્ડિનેટર-એક્ઝિક્યૂટિવ એજ્યુકેશન
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કરેલુ હોવું જોઇએ. ઓછામા ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 30 વર્ષ સુધી

    પોસ્ટઃ સેક્રેટરી ટૂ ફેકલ્ટી
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કરેલુ હોવું જોઇએ. ઓછામા ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 30 વર્ષ સુધી

    પોસ્ટઃ ક્લેરિકલ આસિસ્ટન્ટ
    શૈક્ષણિક લાયકાતઃ ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કરેલુ હોવું જોઇએ. ઓછામા ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 30 વર્ષ સુધી

    પોસ્ટઃ ઓફિસ આસિસ્ટન્ટ
    શૈક્ષણિક લાયકાતઃ BCA/MCA અથવા કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરેલુ હોવું જોઇએ. ઓછામા ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી.
    વય મર્યાદાઃ ઉમર 30 વર્ષ સુધી

    પોસ્ટઃ ઓફિસ આસિસ્ટન્ટ
    શૈક્ષણિક લાયકાતઃ સાયકોલોજી, સોસિયોલોજી અથવા મેનેજમેન્ટમાં ફર્સ્ટ ક્લાસ સાથે માસ્ટર ડિગ્રી.
    વય મર્યાદાઃ ઉમર 30 વર્ષ કરતા ઓછી હોવી જોઇએ.

    પગાર ધોરણઃ ઉક્ત જણાવેલી પોસ્ટ માટે ઉમેદવારના ક્વોલિફિકેશન, અનુભવ, મેરિટ અને પરફોર્મન્સના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
    અરજી કરવાની છેલ્લી તારીખઃ 13 જૂન 2018
    કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત જણાવેલી વિવિધ પોસ્ટ્સ પર અરજી કરવા માટે અહીં આપવામાં આવેલી https://www.iima.ac.in/web/iima/working-for-us/current-openings લિંક પર ક્લિક કરીને જણાવેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ