ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Jet airways gives you cashback offer, know benefits

  જેટ એરવેઝ ટિકિટ બુકિંગ પર આપી રહી છે કેશબેક, જાણો કેટલો થશે ફાયદો

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 06:21 PM IST

  દેશની બીજી મોટી પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝે તેના મુસાફરો માટે ટિકિટ બુકિંગ પર કેશબેકની ઓફર રજૂ કરી છે
  • જેટ એરવેઝ ટિકિટ બુકિંગ પર આપી રહી છે કેશબેક, જાણો કેટલો થશે ફાયદો
   જેટ એરવેઝ ટિકિટ બુકિંગ પર આપી રહી છે કેશબેક, જાણો કેટલો થશે ફાયદો

   નવી દિલ્હીઃ દેશની બીજી મોટી પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝે તેના મુસાફરો માટે ટિકિટ બુકિંગ પર કેશબેકની ઓફર રજૂ કરી છે. આ ઓફર એરટેલ પેમેન્ટસ બેન્ક કે મની વોલેટથી ટિકિટ બુક કરવા પર ગ્રાહકોને મળશે.

   ગ્રાહકો તેનો લાભ જેટ એરવેઝની વેબસાઈટ કે મોબાઈલ એપથી ટિકિટ બુક કરવા પર ઉઠાવી શકે છે. આ ઓફર 31 મે 2018 સુધી બુક કરવામાં આવેલી ટિકિટ પર ઉપલબ્ધ રહેશે.

   આ ઓફર માત્ર એરટેલ પેમેન્ટસ બેન્ક કસ્ટમર્સ માટે ઉપલબ્ધ છે. એક ટ્રાન્ઝેકશન પર મળનાર અધિકતમ કેશબેક 200 રૂપિયા છે. આ ઓફરનો ઉપયોગ એક ગ્રાહક માત્ર એક વાર જ કરી શકે છે.

   કેશબેક મેળવવા માટે ઓછામાં ઓછા 1500 રૂપિયાની લેવડદેવડ કરવાની રહેશે. કેશબેક પેમેન્ટ કરવાના 72 કલાકની અંદર જ ગ્રાહકોને મળશે. જોકે બુકિંગ કેન્સલ કરવા પર કેશબેકની પૂરી રકમ તમારી રિફન્ડની રકમમાંથી કાપી લેવામાં આવશે.

   ઉલ્લેખનીય છે કે એરલાઈન કંપનીઓ હવે રોજ નવી-નવી ઓફર લઈને આવી રહી છે. આ ઓફર દ્વારા કંપનીઓની કોશિશ ગ્રાહકોને વધારવાની છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jet airways gives you cashback offer, know benefits
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top