Home » National News » Utility » Jet Airways can offer up to 200 rupees extra, you can select your favorite seat

જેટ એરવેઝમાં 200 રૂપિયા એક્સ્ટ્રા આપી સિલેક્ટ કરી શકો છો પોતાની પસંદની સીટ, આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સને પણ મળશે લાભ

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 07:45 PM

જેટ એરવેઝની નવી ઓફર ડોમેસ્ટિક ફ્લાઇટ્સના 45 ડેસ્ટિનેશન માટે છે

  • Jet Airways can offer up to 200 rupees extra, you can select your favorite seat

    યુટિલિટી ડેસ્ક: જેટ એરવેઝ ઇકોનોમી ક્લાસના પેસેન્જર્સ માટે 'સીટ સિલેક્ટ' ઓફર લાવી છે, જે હેઠળ પેસેન્જર 200 રૂપિયા એક્સ્ટ્રા આપી પોતાના પસંદની સીટ સિલેક્ટ કરી શકે છે. એરલાઇને આ જાણકારી એક પ્રેસ રિલીઝમાં કરી છે.

    જેટ એરવેઝની નવી ઓફર ડોમેસ્ટિક ફ્લાઇટ્સના 45 ડેસ્ટિનેશન માટે છે. આ ઓફરનો લાભ એવા આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ પણ ઉઠાવી શકે છે જે ભારતમાં આવીને અહીંથી આગળની મુસાફરી કરવા માંગે છે. જાણકારી અનુસાર, 'સીટ સિલેક્ટ' ઓફર 31 ઓગસ્ટ, 2018 સુધી જ માન્ય ગણાશે.

    ઓફર વિશે 5 વાતો:

    - જેટ એરવેઝની આ ઓફર હેઠળ, ઇકોનોમી ક્લાસના પેસેન્જર્સ માત્ર 200 રૂપિયામાં પોતાની મનપસંદ સીટ સિલેક્ટ કરી શકે છે.
    - 'સીટ સિલેક્ટ' ઓફર હેઠળ, પેસેન્જર પહેલી લાઇની સીટ (બલ્કહેડ સીટ્સ) અને આપાતકાલીન લાઇન્સમાં આવનારી સીટને છોડીને બાકી કોઇપણ સીટને સિલેક્ટ કરી શકે છે.
    - 'સીટ સિલેક્ટ' ઓફરનો લાભ લેવા માટે, ગ્રાહક એરપોર્ટ, શહેરમાં હાજર ટિકિટ કચેરીઓ પર જઇ શકે છે. તે સિવાય જેટ એરવેઝના કોલ સેન્ટર પર કોલ કરી શકે છે, અથવા વેબસાઇટ jetairways.com પર જઇને અથવા જેટ એરવેઝના મોબાઇલ એપ પર લોગ ઇન કરીને ટિકિટ બુક કરી શકે છે.
    - એરલાઇન અનુસાર, રિફંડ મેળવવા માટે તમારે મુસાફરી ટિકિટની સાથે સીટ સિલેક્શનના પૈસાને એકસાથે જ કેન્સલ કરાવવા પડશે. સાથે જ મુસાફરીના ફ્લાઇટ ડિપાર્ચરના 24 કલાકની અંદર સીટ સિલેક્શનના પૈસા પરત કરવામાં આવશે નથી.
    - એરલાઇને જણાવ્યું કે, ફર્સ્ટ ક્લાસ અને પ્રીમિયર ક્લાસમાં મુસાફરી કરનાર બધા જ પેસેન્જર્સને પણ સીટ સિલેક્ટ માટે અલગથી પૈસા આપવાના રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ