Home » National News » Utility » નોકરી કરો છો તો ન કરો આ 8 ભૂલ, આઇટી વિભાગ લઇ શકે છે કડક પગલાં । IT department giving warning to salaried taxpayers

નોકરી કરો છો તો ન કરો આ 8 ભૂલ, આઇટી વિભાગ લઇ શકે છે કડક પગલાં

Divyabhaskar.com | Updated - May 16, 2018, 11:32 AM

નોકરી કરો છો તો ન કરો આ 8 ભૂલ, આઇટી વિભાગ લઇ શકે છે કડક પગલાં

 • નોકરી કરો છો તો ન કરો આ 8 ભૂલ, આઇટી વિભાગ લઇ શકે છે કડક પગલાં । IT department giving warning to salaried taxpayers
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ હંમેશા આપણે જોયું છે કે જે લોકો નોકરી કરતા હોય છે, તેઓ આઇટી રીટર્ન ભરતી વખતે કેટલીક જાણકારીઓ છૂપાવે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે આઇટી ડિપાર્ટમેન્ટને ખોટી માહિતી આપે છે. પરંતુ હવે આ ભૂલો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તાજેતરમાં આઇટી ડિપાર્ટમેન્ટે નોકરિયાતોને ચેતાવણી આપે છે. સૌથી પહેલા જાણીએ કઇ ચેતાવણી આપી છે આઇટી ડિપાર્ટમેન્ટે.

  શું છે ડિપાર્ટમેન્ટની ચેતાવણી


  ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જો કોઇ નોકરિયાત વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાની આવકને ઓછી દર્શાવે છે અથવા ઇનકમ ટેક્સના નિયમોનું ઉલંઘન કરે છે તો તેની વિરુદ્ધ કેસ જ દાખલ નહીં થાય પરંતુ તેના એમ્પલોયરને પણ તેની વિરુદ્ધ એક્શન લેવા માટે કહેવામાં આવશે. જેની અંડર સરકાર અને પીએસયુના કર્મચારીઓ પણ આવશે. હવે અમે તમને જણાવી રહ્યાં છીએ આઇટીઆર ફાઇલ કરતા પહેલા કઇ વાતોનું રાખવું પડશે ધ્યાન.

  1- જો ટેક્સ બચાવવા માટે નકલી HRA બિલ ક્લેમ કરો છો એ પણ કોઇપણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ વગર તો આ ફ્રોડ તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. નકલી HRA ક્લેમ કરશો તો આઇટી વિભાગના ગાઇડલાઇન્સ અનુસાર જેલની હવા ખાવી પડશે.


  2- 80C હેઠળ મળતી છૂટ જેમ કે એલઆઇસી બિલ, મેડિકલ ઇન્સ્યોરન્સ જેવા પેમેન્ટ 26AS સાથે લિંક થાય છે. જેની તમામ માહિતી આઇટી વિભાગ પાસે હોય છે. તેથી નકલી ડોક્યુમેન્ટ સબમિટ કરશો તો આઇટી વિભાગ સરળતાથી પકડી પાડશે અને તમને જેલ થઇ શકે છે.


  3- ફોર્મ 26AS તમારા દરેક ટેક્સની માહિતી હોય છે, તેથી જરૂરી છે કે આઇટી રિટર્ન દાખલ કરતા પહેલાં ટેક્સ કાપી લેવામાં આવ્યો હોય. તમારે એ માલુમ કરવાનું છે કે ITRમાં TDSની કેલક્યુલેશન ફોર્મ 26AS અનુરુપ છે કે નથી.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો ખઇ વાતોનું રાખવું પડશે ધ્યાન

 • નોકરી કરો છો તો ન કરો આ 8 ભૂલ, આઇટી વિભાગ લઇ શકે છે કડક પગલાં । IT department giving warning to salaried taxpayers

  4- મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો ફોર્મમાં સિલેક્શનની ઉણપના કારણે ભૂલો કરે છે અને ફોર્મ રિજેક્ટ થાય છે, પરંતુ હવે આ ભૂલો તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ફોર્મ સિલેક્શનને લઇને એક નિયમ છે. તમારી કેટેગરી પ્રમાણે યોગ્ય રિટર્ન ફોર્મ પસંદ કરો અને તેને ભરો. 

   5- આઇટીઆઇર ફોર્મમાં પાન નંબરથી લઇને બેન્ક એકાઉન્ટ નંબર સુધીની માહિતી ભરવાની હોય છે. તેને ભરતી વખતે ભૂલ થઇ શકે છે. તેથી દરેક માહિતી ધ્યાનથી ભરો. જો તમે કોઇપણ માહિતી ખોટી ભરી છે તો માત્ર ફોર્મ રિજેક્ટ જ નહીં થાય પરંતુ દંડ પણ લાગશે. 

  6- બંધ બેન્ક ખાતા સિવાય તમારા અન્ય બેન્ક ખાતા અંગે જણાવવા જરૂરી છે. અનેકવાર લોકો કારણ વગર અનેક બેન્ક એકાઉન્ટ ખોલાવી લે છે, પરંતુ લેણદેણ અમુક એકાઉન્ટમાં જ થતી હોય છે. તેવામાં તમારા બેન્ક એકાઉન્ટની માહિતી જરૂરથી આપો.

  7- જો તમે સેલરી ઉપરાંત અન્ય કોઇ રીતે કમાણી કરો છો તો તેની જાણકારી આઇટી વિભાગને આપો. જેમ કે મકાનનું ભાડુ, કમિશન, ડોનેશન, શોર્ટ ટમ કેપિટલ ગેમ્સ વગેરેનો આઇટી રિટર્ન ભરતી વખતે ઉલ્લેખ કરો. 

  8- સામાન્ય રીતે વિભિન્ન સેવિંગ્સ એકાઉન્ટ અને બેન્કમાં જમા ફિક્સ ડિપોઝિટ પર મળતા ઇન્ટરેસ્ટ રેટની જાણકારી આપવામાં આવતી નથી. જો તમે એવું કરો છો તો સાવધાન રહો કારણ કે તે તેમને મુશ્કેલીમાં મુકી શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ